Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૭૬
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः * આગમોદ્ધારકની અમોઘ દેશના.
*
ધર્મ એટલે શું?
૯૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯
*
*
*
૯
ધર્મના ફળ શું? – ધર્મના વ્યક્ત થતાં લક્ષણો.
*
ધર્મ એટલે શું? ધર્મના ફળો શું? ધર્મના વ્યક્ત થતાં લક્ષણો, દુર્ગતિમાંથી બચાવી લે તે ધર્મ છે કે સદગતિ અપાવી શકે તે ધર્મ છે? મન, વચન અને કાયાનો યોગ છે, ત્યાં સુધી મોક્ષ નથી, જૈન શાસન નિશ્ચય અને વ્યવહાર જુદા પાડી શકે નહિ!-વ્યવહાર નહિ, તો શાસન પણ નહિ જ !-મિથ્યાત્વ હોવા છતાં પણ ત્યાં ધર્મ શક્ય છે.-ઉનું પાણી એટલે આગ અને પાણી એ બે કટ્ટા વિરોધીઓનો સંયોગ.-મોક્ષાભિલાષી મિથ્યાત્વી પણ ભવ્ય જીવ છે.તીર્થના શત્રુઓને પોષણ આપતા જૈનો.-દેવલોક એ ધર્મનું સર્વોત્તમ ફળ નથી.-મોક્ષ આપે તે જ નિશ્ચય ધર્મ છે. ધર્મનું લક્ષણ શું?
૮ શા ) સ્ત્રકાર મહારાજ ભગવાન શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર ity ST માટે ધર્મોપદેશ આપતાં પ્રથમ એ વાત જણાવે છે કે, શ્રી તીર્થકર મહારાજા K D સમન્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રની ક્રિયાનું જે નિરૂપણ કરે છે, તે
કેવળ કર્મક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરવાને માટે છે, ધર્મના બે ફળ હોય છે, એક
" ફળ તે અભ્યદય અને તેનું બીજું ફળ તે મોક્ષ છે. જ્યાં જ્યાં ધર્મનું લક્ષણ પૂછવામાં આવે છે, ત્યાં ત્યાં તે ત્રણ પ્રકારે કહેવાય છે. ફળ દ્વારા ધર્મનું લક્ષણ વ્યક્ત થાય છે. સ્વરૂપ ધારાએ
શાસન પ્રભાવક, સજ્જશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભુષણ આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરિશ્વરજી મહારાજાશ્રીએ સુરત ખાતે આ વ્યાખ્યાન આપ્યું હતું. પ્રસ્તુત વ્યાખ્યાન શ્રોતાઓને અત્યંત મનોવેધક, સત્યતત્વ પ્રતિપાદક, શાસિયતા પરિપૂર્ણ અને આત્મશક્તિ સંવર્ધક લાગ્યું હોવાથી તે વ્યાખ્યાન વાંચકોને માટે અત્રે આપવામાં આવે છે.
તંત્રી, શ્રી સિદ્ધચક્ર.