Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
.
.
.
.
.
.
.
.
.
.
४८ શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ છે. ઉપર જણાવેલી ક્રિયાઓ તો દુર્ગતિ અને સદગતિ બંન્ને દે એવી છે અને તેથી જ તે ધર્મ નથી. દુર્ગતિ નહિ આપે અને માત્ર શુભ સ્થાનક-કલ્યાણ સ્થાન મોક્ષ દે એવો તો આજ લોકોત્તર ધર્મ છે. પુણ્યનો મેરૂ પણ આઠ સમયમાં સાફ?
શાસ્ત્રકારોનો કહેવાનો મુદો આપણે ધ્યાનમાં લેવો જોઈએ એ મુદ્દો એ છે કે પુણ્યનો મેરૂ પર્વત હોય તો પણ તે ભોગવવામાં માત્ર આઠ સમય જોઇએ. આયુષ્ય સિવાય હાય તો અનુત્તર વિમાનના સુખ કે સાતમી નરકના દુઃખ સંબંધી જે કર્મ બાંધ્યા હોય તો તે કર્મ માટે તપસ્યાની જરૂર પડતી નથી. ફક્ત ધર્મ સમુદાયનો કૂચો કરવા માટે સમુદધાતના આઠ સમય પુરતાં છે. ગમે એટલા ભવનું પાપ વગરનું પુણ્ય હોય તો એ પુણ્ય પાંગળું છે. પાપનો તીવ્ર ઉદય હોય તો ગુણઠાણ ચઢી શકાય નહિ. આથી જ શાસ્ત્રનાં વચનો વિચારવાની જરૂરીયાત ઊભી થાય છે. “પાવા લHIvi નિથાયઠ્ઠાણ' ઇત્યાદિ વચનો વિચારતાં સહેજે માલમ પડશે, આ વચનમાં શાસ્ત્ર પણ “પાપ કર્મનો નાશ કરવા માટે” એમ કહ્યું છે, પુણ્ય કર્મનો નાશ કરવા માટે એમ જણાવ્યું નથી જેવી પાપની નિર્જરા છે તેવી જ પુણ્યની પણ નિર્જરા છે. પુણ્યના ક્ષયને માટે દેવાદિનું આરાધન કરવાનું જણાવ્યું નથી. પુણ્યનો ક્ષય કરવાને માટે દાન, તપ કે શીલની ભાવના કરવાનું હોતું નથી. પુણ્યનો ક્ષય કરવાને માટે દાન, તપ કરવા જોઈએ એમ કહીએ તો મુર્ખમાં ખપીએ. ધર્મ ક્રિયાઓથી પુણ્યનો ક્ષય કરવાનો ઉદેશ કોઈ શાસ્ત્રકારે રાખ્યો નથી. પૂણ્ય આપોઆપ પાપો ભોગવાયા એટલે તૂટી જાય છે. પેટમાંથી મળ કાઢવા માટે દીવેલ લેવું પડે છે, પણ દીવેલ કાઢવા માટે કંઈપણ લેવું પડતું નથી, તે આપોઆપ નીકળી જાય છે. તે જ પ્રમાણે પુણ્ય ગમે એટલું હોય તો પણ તે આઠ સમયમાં સફા થાય છે. વારંવાર જન્મ કોને ?
જેના પાપસહિત પૂણ્ય છે, તેને જ આ સંસારમાં વારંવાર જન્મ લેવો પડે છે. શતાવેદની ચાહે તેટલું હોય તો પણ તે ભવ આપી શકતું નથી આયુષ્ય એવી વસ્તુ છે કે નામવેદની અને ગોત્રનો નાશ થાય, તો પણ આયુષ્ય બાંધ્યું તે બાંધ્યું. તે તોડવાની શક્તિ ક્ષપક શ્રેણીમાં પણ નથી. આયુષ્ય બાંધે છે કોણ તે વિચારો. આયુષ્ય વીતરાગપણામાં કોઈ દહાડો બંધાતું નથી, હંમેશાં સરાગપણામાંજ આયુષ્ય બંધાય છે. જેને પાપનો સંબંધ ન હોય તેવું પૂણ્ય સંસાર વધારતું નથી. સંસારની જડ હોય તો તે પાપ છે. દરેકે દરેક જગાપર પાપનું હેયપણું જણાવવામાં આવ્યું નથી. સ્થળે સ્થળે પાપ છોડવલાયક કહ્યું છે પણ પુણ્ય છોડવાલાયક કહ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે ધર્મનો સ્વભાવ તે કાંઈ પૂણ્ય કે સદગતિને વારવાનો હોય જ નહિ, માટે જ શાસ્ત્રો પણ કહે છે કે જે દુર્ગતિમાં પડતા બચાવે છે તે ધર્મ છે. મોક્ષ આપે તે નિશ્ચય ધર્મ.
દેવતાઓ દેવલોકમાં અવતરે છે તે શાથી? પહેલાના તપ સંયમના ફળથી તેઓ દેવલોકમાં ઉપજે છે. ૧૧મે ગુણસ્થાનકે પહોંચેલો જો કાળ કરે તો તે અનુત્તરમાં જ જાય છે. પ્રબળ પુણ્ય તે પણ સોનાની બેડી છે. પ્રબળ પુણ્યની સ્થીતીમાં પણ પૂરું બંધન છે. પુણ્ય એ પરમ શત્રુ છે. ૩૩ સાગરોપમની પુણ્યની બેડી પણ બંધન રૂપે છે, પુણ્યના ભરૂસે ભૂલનારાઓ પુણ્યના ભોગવટામાં પાપની પરંપરા બાંધે છે. પુણ્યના ભોગવટામાં લાભ નથી પણ પુણ્યોદયે જે પ્રાપ્તિ થયેલી તેના ત્યાગમાં ધર્મ છે આથી દુર્ગતિ નિવારવી તે