Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬૬
સમાધાન
પ્રશ્ન ૪૮૩
સમાધાન
પ્રશ્ન ૪૮૪
સમાધાન
પ્રશ્ન ૪૮૫
સમાધાન
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩
સાંભળીને કે કોઇ હેતુથી બાળકો સાત વ્યસનોનો ત્યાગ કરે તે યોગ્ય છે ને તેવું શાસ્ત્રકારોએ ચોખ્ખું કહ્યું પણ છે. આ પ્રશ્નનું સમાધાન ઘણી વખત આપેલ છે. વધુ ખુલાસા માટે પ્રવચન સારોદ્વાર નિશીથચૂર્ણી વગેરેમાં તે પ્રમાણ સાફ છે. વયને જોવું. દીક્ષાની યોગ્યતા તરીકે દીક્ષા માટે વિવેક બુદ્ધિ હોવી જોઇએ, એ ખરું છે ? પાપનું કાર્ય ન કરવુ પાપના ત્યાગની વિવેક બુદ્ધિ હોવી જોઇએ.
આવી વિવેક બુદ્ધિ બાળકોમાં હોય છે ?
અનુભવથી જાણી શકાય છે કે બાળકોમાં આવી વિવેક બુદ્ધિ હોઇ શકે છે અસંભવિત તો નથી જ.
દીક્ષાનો અને તેની વયનો પ્રશ્ન અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે. એ સંજોગોમાં જો આપનો પક્ષ સાચો છે, તો પછી આપ જાહેર રીતે તેની ચર્ચા કેમ કરતા નથી ? અને મધ્યસ્થ નીમીને આ બાબત શા માટે પતાવાતી નથી ?
જાહેર રીતે ચર્ચા કરવાને માટે જ અમે જાહેરને સૂચના કરી છે કે અમુક દિવસોમાં આ વિષયમાં શંકા ધરાવનારો ગમે તે માણસ આવે અને પોતાની શંકા પૂછી તેનો ખુલાસો મેળવે. દીક્ષા સંબંધમાં અમે અમારો નિર્ણય બહાર પાડ્યો છે. હવે જે પક્ષ કે સમુદાયને અમારો નિર્ણય માન્ય નહિ હોય, તેમણે પોતાના તરફથી શંકા સમાધાનનો ક્રમબહાર પાડવો જોઇએ. પછી ભલે તટસ્થ નીમી ખુલાસો થાય. અમે જાહેર કર્યું છે કે ૮ થી ૧૬ વર્ષના બાળકને તેની ઇચ્છા અને તેના વાલીઓની સંમતિથી દીક્ષા આપી શકાય, અને સોળ કરતાં વધારે ઉંમર થઇ એટલે દીક્ષાર્થીની ઇચ્છા હોય તો તેને દીક્ષા આપી શકાય, પછી ભલે તેના કુટુંબીઓનો વિરોધ હોય ! અમારે આ વાત શાસ્ર દ્વારાએ સાબિત કરવાની છે અને તેમ કરવા અમે તૈયાર છીએ. તે જ પ્રમાણે આ સિદ્ધાંતના વિરોધીઓ પોતે જે વાત રજુ કરે, તે તેમણે શાસ્ત્રદ્વારાએ સાબિત કરવાની છે.
આ બાબતમાં એવી પ્રતિજ્ઞા જાહેર રીતે થવી જોઇએ કે જો અમે અમારી વાત એટલે અમોએ જણાવેલો સિદ્ધાંત શાસ્ત્રથી સાબિત ન કરી શકીએ, તો અમારે અમારો મત ફેરવવો; અને પ્રતિપક્ષીઓ જો તેમની વાત સાબિત ન કરી શકે અથવા અમારી શાસ્ર સંગત વાત તોડી ન શકે તો તેમણે પોતાનો મત ફેરવવો. આવી પ્રથમ પ્રતિજ્ઞા થવી જોઇએ. પછી તટસ્થ નીમીને જ્યાં જ્યાં વિરોધ જણાય તેવા તત્વોનું નિરાકરણ કરવા અનેક વખત આગળ પણ આહ્વનો થયા છે અને હજી પણ આહ્યાત કરીએ છીએ. શાસ્ત્રોના અમે જે અર્થ કરેલા છે તે યોગ્ય નથી એમ કોઇ કહેતું હોય, તો ત્યાં તટસ્થની જરૂર; જ્યાં શાસ્ત્રના સંખ્યાબંધ પુરાવા હોય, ત્યાં તટસ્થની જરૂર શી ? છતાં તો અમોએ અમારું મંતવ્ય જાહેર રીતે જણાવેલું છે. જેમને એ ખોટું લાગતું હોય તેમણે રૂબરૂ આવીને જણાવવું જોઇએ કે આ વાત શાસ્ત્રાધારે ખોટી છે.