Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬૮
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩
,
,
,
,
,
,
,
,
,
,
,
સુધા-સાગર A (નોંધ સકલ શારા પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી આ
આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધા સમાન - વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. જે
સંગ્રાહક ચંદ્રસાગર) A
૫૭૬ કર્મસંયોગને લીધે આત્માને કર્મની પરંપરા બંધાવનાર રાગદ્વેષાદિકને છોડવા તેનું નામ
સામાયિક છે.
પ૭૭ ૧, સમ્યગુ જાનાદિનું કાર્ય પ્રતિજ્ઞાપૂર્વક કરવું, ૨. સર્વ સાવઘનો ત્યાગ કરવો અને તે દરમ્યાન
તેણે પોતાના ઘર સંબંધીના પણ દરેક કાર્યો વિસરી જવાં એ સામાયિકની બે પ્રતિજ્ઞા છે. પ૭૮ સાવધ વ્યાપારનો ત્યાગ કરવો અને રત્નત્રયીમાં ઉદ્યમ જરૂર કરવો, ૫૭૯ સુંદર પ્રવૃત્તિનું પૂર જોશથી સેવન કરો અને અસુંદર પ્રવૃત્તિઓનું ઉચ્છેદન કરો. ૫૮૦ સમ્યગદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રનો અસ્મલિત ઉદ્યમ તે સામાયિક ચારિત્ર છે. ૫૮૧ તમે જ્યાં સુધી કર્મ બંધાયેલા છો ત્યાં સુધી તો અરિહંતાદિક નવપદોનો તમારે આદર કર્યો
જ છૂટકો છે. ૫૮૨ ધરાયેલો મનુષ્ય ભોજન માગે નહિ પણ તેનું જ અનુકરણ જો ભૂખ્યો કરવા જાય તો તે જરૂર
ભૂખે ન મરે ! ૫૮૩ આત્મા એ જ અરિહંત છે, સિત છે, આચાર્ય છે અને ઉપાધ્યાય પણ તે જ છે; પરંતુ આત્મા
પરમેષ્ઠીભૂત હોવા છતાં બીજાને આરાધીને શું કરવું છે એવી વિચારણા કર્મશય થયા વગર
કરવીએ નકામી જ છે. ૫૮૪ તીર્થંકરની પૂજાનો ઉપદેશ આપનારા સાધુઓ પૂજા નથી કરતા તો તમારે પણ ન કરવી એવું
કહેનારાઓ ભવ્યજીવોના ભયંકર દુશ્મન છે. ૫૮૫ જેના આરંભ પરિગ્રહાદિક છૂટ્યા નથી તેમને દ્રવ્યપૂજા અગત્યની છે. ૫૮૬ કર્મથી ભરેલા આત્માઓએ કર્મ નષ્ટ કરવાના સાધનથી કદી પણ વિમુખ થવું નહિ.