Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પર્યુષણાદિને અંગે વિચારણા.
ગયા વીરશાસનમાં ભૂરાભાઈ કચરાભાઈએ પર્યુષણા, સંવત્સરી ને ગ્રહણને અંગે પ્રશ્નો જાહેર કર્યા છે, તેના ઉત્તર વિદ્વાન મુનિ વિગેરેની પાસે માંગ્યાં છે પણ તેના ઉત્તરો આગલા વીરશાસનમાં આવી ગયા છે માટે તે જોઈ લેવાથી સમજી શકાય તેમ છે. પણ નીચેના પ્રશ્નોના વિચારો તેઓએ અને ઉત્તર દેનારે વિચારવાના છે.
૧
ર
૩
૪
૫
૬
૭
८
વર્તમાનકાળના પૂ. આચાર્ય, પૂ. ઉપાધ્યાય, પૂ. મુનિવર્યો અત્યાર સુધી કોઈપણ ટીપ્પણાને નિયમિત માનતા હતા કે અનિયમિત પણે કોઇ વર્ષમાં કોઇને કોઈ વર્ષમાં કોઈક ટીપ્પણું માનતા
હતા ?
心
દરેક વર્ષે તિથિની વૃદ્ધિ ને હાનિમાં ટીપ્પણું નિયમિત માનતા હતા કે નહીં ?
મહિનાની વૃદ્ધિમાં કયા ટીપ્પણા પ્રમાણે વર્તતા હતા ?
વિહાર, પ્રવેશ, પ્રતિષ્ઠા દીક્ષા, વડી દીક્ષા આદિના મુહૂર્ત કયા ટીપ્પણા પ્રમાણે જોતા હતા? શાસ્ત્રીયવિધિ અનુસાર કે તેનાથી અવિરુદ્ધ વર્તનમાં બહુમતિ કે અલ્પમતિ; સર્વવિરોધ કે અલ્પવિરોધને સ્થાન આપવું વ્યાજબી ગણાય ખરું કે ?
૧૯૫૩ની સાલમાં શ્રીમાન્ આત્મારામજી મહારાજે છઠ્ઠનો ક્ષય કહ્યો અને તે સંવત્સરી પહેલાં જેઠ સુદ ૮; ને દિને કાળ કરી ગયા એ વાત ખરી ?
અમાવાસ્યાને દિને કે ૮ મી. ૪૮ થી ૩, કલાક અને નવ (૯) મીનીટ સુધી ગ્રહણ કહે છે, તે ખોટું છે પણ ૮-૪૮ થી ૧૧-૫૭ સુધી જ ગ્રહણ છે એ વાત સાચી છે ?
ગ્રહણ પહેલાં અસ્વાધ્યાય ન હોવાથી એક વ્યાખ્યાન કરાય અને બપોરે બીજું વંચાય તો ગ્રહણકાળ નડે નહી એમ ન થાય ?
ગ્રહણ પછીની અસજ્ઝાય વર્જવા માટે તે પછી બીજું વ્યાખ્યાન ન વાંચતાં બીજે દિવસે વધારે વાંચે તો મૂળ પાંચ દિવસની વાચનાને કંઈ અડચણ આવે ખરી ?
૧૦ ગ્રહણની અસજ્ઝાય જો શાસ્ત્રોક્ત છે, અને વર્જી શકાય તો શા માટે નવર્જીવી ?
૧૧ ટાઈમ્સમાં અપાતું દિનમાન ને સૂર્યોદય બરોબર મળે છે પણ કોઈપણ બીજા ગુજરાતી વગેરે પંચાંગોથી મળતાં નથી એ વાત ખરી કે ?
પુનાનું પંચાંગ જે સત્ય ગણતરી પર કરાયેલું ગણાય છે તેમાં સાતમનો ક્ષય છે. વળી યતિઓની મદદથી જોધપુરવાળા તિથિમાન આદિ કહાડતા હતા, અને તેને આખો દેશ માનતો હતો, તો હવે તેમ ન માનવાનું કયા સંઘે નક્કી કર્યું ?