Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૭.
'LL
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ “મુછવમો વિન" જૈનશાસન એવી જાતનું કલ્પવૃક્ષ છે કે મનમાં પૂરેલા મોતીના ચોક સાચા કરવાની તેનામાં તાકાત છે. દુનિયાના વ્યવહારમાં મનથી મોતીના ચોક પૂરવાથી કંઈ ન વળે, અહીં મનમાં મોતીના ચોક પૂરો તે સાચા કરી દેવાની પૂરી તૈયારી છે. તમારો વિચાર થાય એટલે તમોને મોક્ષ દેવા તમારી સાથે આ શાસન બંધાય છે. હવે સાચા મોતીના ચોક મળી જાય, તો મનમાં મોતીના ચોક પૂરવામાં અડચણ શી ? મનમાં મોતીના ચોક પૂરો તે પણ સાચા કરી આપવાની આ શાસનને પ્રતિજ્ઞા છે. પણ વાંધો ત્યાં છે કે હજી આ મન મોક્ષની માન્યતા રૂપ મોતીના ચોક મનમાં પૂરતું નથી. આઠ ભવમાં જ મોક્ષ.
પ્રશ્નઃ આ જીવે અનંતી વખતે ચારિત્ર લીધા તે વખતે મોક્ષ માનેલો કે નહિ?
ઉત્તરઃ-મોક્ષની ધારણાએ ચારિત્ર લીધું જ નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે અનંતી વખતે લેવાયેલું ચારિત્ર તે દ્રવ્યચારિત્ર છે. ભાવચારિત્ર અનંતી વખતે આવવાનું શાસ્ત્રકારોએ કહ્યું જ નથી. ચારિત્રમાં વધારેમાં વધારે આઠ ભવ. ભાવચારિત્ર હોય તો તે આઠભવમાં તો મોક્ષ મેળવી જ દેવાનું. અનંતચારિત્ર થયા તે સઘળા દ્રવ્યચારિત્ર. તે ચારિત્ર દેવલોક મેળવવા માટે દેવલોક મેળવવા માટે, માનપુજા માટે, સત્કાર માટે, સન્માન માટે, જે ચારિત્ર લેવાય છે, તે દ્રવ્યચારિત્ર છે. આવા અનંતાચારિત્ર મોક્ષ આપી શકે નહિ. જે બીડમાં જે ખેતરમાં દાણો વાવ્યો નથી, તે બીડમાં સોએ વરસ ઘાસ જ થાય. ધાન્ય નહિ જ ઊગે. કારણ કે ધાન્યનો દાણો વાવ્યો નથી. તેમ અનંતા ચારિત્ર કર્યા, વરસાદ આવ્યો, પણ બીજ-મોક્ષરૂપી બીજ ન વાવ્યું એટલે ધાન્ય નહિ ઊગ્યું. જે ચારિત્રમાં દેવલોકના મનુષ્યલોકના સુખની ઇચ્છા નથી. તેવું કેવળ કલ્યાણની ભાવનાવાળું એક જ ચારિત્ર બસ છે. કલ્યાણની ભાવના રહી હોય તો એ સંસાર નિર્વેદ થયો. ચારિત્ર બગડયું તે દેવલોકાદિકની ઈચ્છાએ. અનંતા ચારિત્રો જે બગડયા, તે દેવલોકાદિના સુખોએ બગાડયા. કર્મક્ષય કે ફક્ત આત્મકલ્યાણની ભાવનાવાળું ચારિત્ર કંઇપણ બગાડતું નથી. એવા ચારિત્ર અનંતી વખત થઈ શકતા નથી. માર્ગાનુસારીપણું દરેક મતમાં માનીએ છીએ. માર્ગાનુસારીપણું તે તેમના મતના મોક્ષને અનુસરીને હોય. જુઠી મહોરની ઇચ્છા પણ મહોરના અર્થને થાય. મોક્ષની ઇચ્છાએ ચારિત્ર થયેલા જ નથી. જો મોક્ષની ઇચ્છા થાય તો તે દ્રવ્ય ચારિત્ર કહેવાય જ નહિ. સતીને નામે સ્ત્રીઓ બળી મરતી હતી, પણ તે શાને અંગે ? મારા કુટુંબમાં હું સતી ગણાઈશ એવા લોભથી, પછી તેનું જીવન ગમે તેવું હોય, તો પછી માનપૂજાને માટે ધર્મની ક્રિયાઓ તીવ્ર હોય તેમાં અસંભવીત શું છે? જે શાસ્ત્રકારો અનંતા ચારિત્ર કહે છે, તે જ શાસ્ત્રકારો જણાવે છે કે એ ચારિત્રો દેવલોકાદિકની ઈચ્છાએ ચારિત્ર લેવાય તે ચારિત્ર છે.