Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૬
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ પુદગલપરાવર્તથી વધારે સંસાર હોય નહિ કિયાવાદી શુકલપક્ષી છે. તેને પણ અધ પુદગલ પરાવર્તથી વધારે સંસાર નહિ જ હોય. જેમ સમ્યક્ત્વવાળાને અર્ધપુગલ પરાવર્ત સંસાર છે, તેમ શુકલપક્ષીને પણ અર્ધપુગલપરાવર્ત બાકી રહ્યો છે, તે શુકલપક્ષી છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સમ્યકત્વવાળો અને શુકલપક્ષી એ બેમાં ફેર શો ? સમ્યકત્વવાળાને કાંઈક ન્યુન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર છે અને શુકલપક્ષીને પણ તેમજ છે. પણ તે છતાં એ બેની વચ્ચે મોટો ફરક છે. સમ્યકત્વવાળાને જે અર્ધપુગલપરાવર્ત સંસાર કહ્યો તે હજારમાં લાખમાં અસંખ્યાત જીવોમાં એક બે જીવોને માટે છે ! અર્ધપુલ પરાવર્ત સંસાર કયા સમકિતીને હોય ?
જગતમાં તમો મોટામાં મોટી આશાતના કલ્પો અસંભવિત હોય તેવી પણ આશાતના તમારી કલ્પનામાં ખડી કરો. તેવી આશાતના ધ્યાનમાં આવે તેટલીવાર કલ્પો. તો આશાતના ભોગવતો ભોગવતો સમ્યકત્વધારી અર્ધપુદ્ગલ પરાવર્તથી વધારે કાળ સંસારમાં રખડે નહિ. પતિત અને પ્રત્યનિક
સમ્યકત્વને અંગે કહેલો અર્ધપુદગલપરાવર્ત એ છેલ્લામાં છેલ્લી કોટી છે, જ્યારે શુકલપક્ષને અંગે કહેલો કાળ એ પહેલામાં પહેલી કોટી છે. ગમે તે જીવ પછી ચાહે તો તે એકેંદ્રિયમાં હોય, નિગોદમાં પડયો હોય, કે શ્રી મરૂદેવો સરખા અનાદિ નિગોદસ્થાનમાંથી નીકળી સીધા મોક્ષ જવાવાળા હોય, તો એ પણ તેમનો મોક્ષે જવા પહેલાનો અર્ધપુગલપરાવર્ત કાળ લઈએ ત્યારથી શુકલપક્ષ શરૂ થઈ ગયો. આવું જ્ઞાનીની દૃષ્ટિએ નક્કી થાય તો તે કાળ શુકલપક્ષ છે. અર્ધપુદ્ગલપરાવર્ત બાકી હોય ત્યારથી શુકલપક્ષા શરૂ થાય. હવે એક બીજું કારણ સમજો. સમ્યકત્વવાળાને અર્ધપુદ્ગલપરાવર્ત સુધી રખડવાનું કોઈકને જ થાય. તેનું કારણ ધ્યાનમાં લો. સમ્યકત્વની જઘન્ય આરાધના આઠ ભવમાં મોક્ષ આપનારી હોય, ઉત્કૃષ્ટ આરાધના તદભવમાં મોક્ષ આપનારી હોય અને મધ્યમ આરાધના પાંચ ભવમાં મોક્ષ આપનારી હોય. તો પછી અર્ધપુદ્ગલપરાવર્ત કાળ ક્યાંથી ભરવો-ક્યાંથી પૂરો કરવો ? આપણે આઠ ભવ કલ્યો. તો પણ ૩૩ ના ૮ (૩૩૪ ૮=૨૬૪) ૨૬૪ સાગરોપમ જેટલો કાળ થયો, જ્યારે અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં તો અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી, એક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં તો ૨૦ કોડાકોડ સાગરોપમ; એવી અનંત અવસર્પિણી, ઉત્સર્પિણી કાળ ! એ કાળ લાવવો ક્યાંથી? જઘન્ય આરાધના પછી પતિત થાય તે ઠીક, પણ પ્રત્યનિક થાય તો? હવે પતિત અને પ્રત્યનિકના અર્થ સમજો બે ભાગીયાઓ હોય તે જુદા પડી ફારગતિ કરે તે પતિ. પણ જટીયા ઉખેડ લડે તે પ્રત્યનિક. જે પતિત થાય તે ભાગીદાર સાથે ભાગીદારી માનતો બંધ થાય પ્રત્યનિક થાય તે ભાગીદારથી છુટો થઈ તેને તોડવા મથે. તોડવા ન ફરતો હોય તો આઠભવમાં મોક્ષ. આતો સમ્યકત્વ પામ્યા પછી તોડવા ફરે, મૂળ ઉત્પાદકની જીંદગી ઉપર હલ્લો કરવા તૈયાર થાય, બની શકે તેટલા હલ્લો કરે; આવું કરનારો અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારમાં ફરે નહિ. કેટલાકના મુદા પ્રમાણે છેલ્લા પુદ્ગલપરાવર્તવાળાને શુકલપાક્ષિક કહે છે. મોક્ષનો વિચાર થયો એટલે એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર રખડવાનો નથી. જે માટે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે