Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૦
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ કોઈ સ્વીકારો કે ના સ્વીકારો તેની પરવા વિના માત્ર રજુ કરવામાં જ આવે છે. એક તરફ ધારાના ગુણગાન ગવાય છે, બીજી તરફ માત્ર જીવદયાના વાતાવરણનું રાજ્ય વિસ્તરે છે. આ છે ધર્મ સત્તાની ગૌરવશીલતા ! આ છે તેની મહાનતા ! ! અને આ છે તેની ઉત્તમતા ! ! ! આવી ધર્મસત્તા એટલે ધર્મનું વાતાવરણ સંસારમાં પ્રવર્તાવવાને માટે આપણે હિમાલયો તોડી નાંખીએ, સમુદ્ર સુકવી નાંખીએ કે બીજી કોઈ અશક્ય ઘટના સિદ્ધ કરીએ; તે પણ ઓછી છે. હવે આપણે વિચારીએ કે એ ધર્મનું વાતાવરણ ભૂમિતળમાં ઉતારવા આપણા શા પ્રયત્નો છે-શા પ્રયત્નો હોવા જોઈએ ?!
આ સંબંધમાં ચતુર્વિધ સંઘની એટલે સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એની ફરજ કાંઈ ઓછી નથી. હવે ચાતુર્માસનો આરંભ થઈ ગયો છે સાધુ મહારાજો અને સાધ્વીજીઓની સ્થીરતા જ્યાં ત્યાં નિશ્ચિત થઈ ગઈ છે. આ સંજોગોમાં ધર્મનું વાતાવરણ આપણે સમસ્ત ભારતવર્ષમાં એવી રીતે જાગૃત કરી દઈએ, એવી રીતે પ્રસારી દઈએ કે એકવાર ફરી જૈનદર્શનની નામનાથી અને તેના સત્ય સિદ્ધાંતોની સુવાસથી જગતનો પ્રાણીવર્ગ પ્રફૂલ્લિત બની રહે, જૈનદર્શનના વિશાળ કમળાકરમાં ઊગેલા કમળસમાન આગમોનો પરાગ સર્વત્ર પ્રસરી રહે, અને જૈનત્વની દિગ્વિજયી છાયામાં જૈન જૈનેતરોને મીઠો વિશ્રામ મળતાં તેઓ પોતાના જીવનના અહોભાગ્ય નિરખી શકે. પણ એ બને શી રીતે?
એનો એક જ માર્ગ હોય. જૈનદર્શને ચાતુર્માસ માટે શ્રાવક શ્રાવિકાઓ માટે જે ધર્મકાર્યો યોજ્યા છે, તેને બની શકતી શક્તિએ એકેએક જૈન ગૃહસ્થ અને જૈનસન્નારી ઉંચકી લે. સ્થળે સ્થળે નિવાસ કરી રહેલા સાધુજી મહારાજા અને સાધ્વીજી મહારાજાઓ ધર્મ દેશનાની ભવ્ય ઘોષણાથી સમગ્ર સ્થાનને ગરજાવી મૂકે અને તે એવી રીતે ગરજાવી મૂકે કે તેની સુવાસ દૂર દૂર ફેલાઈ જે સ્થળે સાધુમહારાજો કિવા સાધ્વીજી મહારાજોનો નિવાસ ના હોય ત્યાંના પણ હજારો માનવજીવો ટોળેટોળા સાધુજી મહારાજાઓ પાસે ધર્મદેશના શ્રવણ કરવા ધસી આવે અને એ ધર્મદેશનામાંથી દરેક ભવ્યજીવ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણેનો લાભ ઉઠાવી પોતાનું જીવન સાર્થક કરે. સમાજમાં ધર્મને નામે શિથિલતાઓ ભરાઈ છે, જમાનાવાદને નામે અંધકારવાદ સમાજમાં ઘુસ્યો છે, બ્રહ્મચર્યની મહત્તાના યશોગાનને બદલે તેના ભંગમાં જ આનંદ માનવાની ઘોષણા સંભળાય છે અને કર્મનો નાશ કરવાની વાતોને ઠામે પ્રતિપળે કર્મસંચય વધારવાની જ લગની પ્રવર્તમાન થતી જાય છે. એ ભયંકર ભાવનાના નાળાં, એ વિષટૂલ્ય વાતાવરણનો કાદવ અને એ અનાર્ય જનતાને શોભતો અનર્થવાદ સઘળાંને પ્રજાળીનેસઘળાના પ્રભાવને નિર્મૂળ કરીને ત્યાં એક ધર્મનું જ સુંદરતમ સામ્રાજ્ય પ્રવર્તાવવાની ચાતુર્માસ એ સોનેરી તક છે. અધર્મના દૂત સમાન કહેવાતા પ્રગતિમાન વિચારોના મિથ્યાપણાને તોડવા એકેએક સાધુજી મહારાજ પોતાના શબ્દ શબ્દનો ઉપયોગ કરે અને એ ભવ્ય દેશનાને શ્રાવક શ્રાવિકાગણ ઝીલી લઈ તેની મધુરતાનો પરાગ, એ બાબત પરત્વે ધાર્મિક કાર્યો પરત્વે ઉદાસિનતા ધરાવતાઓના પણ હૈયામાં ફોરવી દઈ ચાતુર્માસ સફળ કરે એ જરૂરનું છે.
જે ધર્મે જગતને અભયદાન આપ્યું છે, જે ધર્મે માત્ર સઘળા ઐહિક કાર્યોને તેના સાચા સ્વરૂપમાં જણાવી તેની પાર્થિવતા-ક્ષણભંગુરતાના ડંકા વગાડયા છે અને જે ધર્મે આત્માની અમરતાના અમૃત અવનિને સમજાવ્યાં છે; તે ધર્મની રક્ષા માટે તેના અનુયાયી તરીકે આટલું કરવાની શું આપણી ફરજ છે ? અને એ ફરજ ચૂકે તે ? કહેવું જ જોઈએ, કે એ ફરજ ચૂકનારનું જૈન સમાજમાં સ્થાન છે એમ કહેવું તે પણ બેશક અયોગ્ય છે.