Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૧
તા.૨૨-૭-૩૩
શ્રી સિદ્ધચક્ર श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના”
(નોંધ:-શ્રી સૂર્યપૂર મધ્યેના વિશાળ ઉપાશ્રયમાં પ્રાતઃસ્મરણીય શાસન-પ્રભાવક, શાસન-સંરક્ષક, તીર્થોદ્ધારક, સકળશાસ્ત્ર-પારંગત શૈલાણા-નરેશ પ્રતિબોધક, આગમ-શાનદાતા આગમના-અખંડ અભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ અમોધ દેશનાનું સૌરભૂત અવતરણ રોચક, અભિનવ શાન સંપાદક, અને મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ આવિર્ભાવ કરનાર હોવાથી અત્રે અપાય છે. તંત્રી.)
મનઃ કલ્પિત મોતીના ચોક પૂરનારને પણ સાચા કરી આપનાર જૈનશાસન ! મોક્ષની શંકાવાળાને પણ મોક્ષ આપવાની પ્રતિજ્ઞા કરનાર ઉદાર-શાસન !!
શંકાશીલ ભવ્યોનું ભવ્ય પ્રદર્શન !!!
મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ ભવ્યત્વપણું. પૃથ્વી-પાણી આદિ જીવોની પરાધીનતા કરતાં મનુષ્યો પરાધીનતાના
પિંજરામાં પુરાયેલા છે !!! અધમની ગુલામગીરીમાં ગુંગળાયેલાઓ ઉત્તમની આધીનતા સ્વીકારી શકતા નથી !
ભવ્યત્વપણું-એ જ અવંધ્ય બીજ. द्रव्यतोभावतश्चैय, प्रत्याख्यानं द्विधामत्तम्। अपेक्षादिकृतं ह्वाद्यमतोन्यश्चरमं मतम् ॥१॥
ભવ્ય જીવ કોણ?
શાસ્ત્રકાર મહારાજ ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે શ્રીઅષ્ટક)પ્રકરણ રચતાં આગળ જણાવે છે, કે આ સંસારમાં આ જીવો અનાદિકાળથી રખડે છે, એ જીવને મોક્ષ પ્રાપ્તિ કરાવવામાં મુખ્ય કારણ શું? ઉત્તર એ જ છે કે ભવ્યપણું! પ્રથમ ભવ્યપણું જોઈએ. મોક્ષ એ પણ ઉત્તમોત્તમ વસ્તુ છે એ ઉત્તમોત્તમ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને ભવ્યપણાની પ્રાપ્તિ થઈ ચુકી છે, તેવું દર્શાવનારું શું કાંઈ ચિહ્ન છે? હા ! એ ચિન્હ તે મોક્ષની અભિલાષા. માટે જ શાસ્ત્રકારોએ નિયમ માન્યો છે કે -
“જેને મોક્ષની અભિલાષા થાય, તે જીવ ખરેખર ભવ્ય જીવ છે !”