Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
• • • •
૪૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ પ્રવાહ બાંધ્યો હોય, ત્યાં બાંધ્યો દેખાય પણ આગળ ચાલુ હોય તેવી રીતે અહીં તીર્થંકરો થાય શાસન ચાલે પ્રવાહ ચાલુ રહે અને પછી યુગપ્રધાન શ્રી દુપ્પસહ સૂરીશ્વરજીના અરસામાં આ શ્રુત પ્રવાહ બંધ થશે પણ પાછો કાળક્રમે પ્રથમ શ્રી તીર્થંકર દેવ પદ્ય નાભ તીર્થકર થશે તે વખતે પ્રવાહ પાછો ચાલુ થશે; અર્થાત્ રોકાયો પણ પાછો અસલ સ્થિતિમાં શરૂ થયો. બીજો શ્રત પ્રવાહ તો મહાવિદેહમાં સતતુ ચાલે છે અને તે બિના વિસ્તારથી શાસ્ત્ર સિદ્ધાંતોમાં મશહુર છે. પાણીનો પ્રવાહ ધરતીમાં રહે છે. તેવી રીતે શ્રુત પ્રવાહ હોય છે પણ પૃથ્વી પર પ્રગટ કરનાર તે તીર્થંકર દેવ છે. એ શ્રુત પ્રવાહને ખુલ્લો કરનાર જો કોઈ પણ હોય તો તે જગવંદ્ય શ્રી તીર્થંકર દેવો જ છે. તીર્થકરોનું ઉપકારીપણું માલમ પડશે ત્યારેજ તેમની અને તેમના વ્યુત પ્રવાહની કિંમત હૃદયમાં અંકાશે ભુતકાળમાં જેણે જેણે કલ્યાણ સાધ્યું, ભવિષ્યમાં સાધશે અને વર્તમાનમાં સાધે છે તે બધું શ્રુત પ્રવાહને આભારી છે. ચીલે ચઢેલું ગાડું.
શાસ્ત્રકારો તીર્થંકરદેવના પૂજનને કરનારો પૂજક કલ્યાણનો ભાગીદાર બને છે.
જેને સંસારમાં ઉગવારૂપ ફણગાને ફગાવી નાંખ્યા છે, કારણ ફણગા ક્યારે ઊગે? બીજ પાણી અને ધૂળ હોય ત્યારે અર્થાત્ ઉગવારૂપ બીજ નથી, તૃષ્ણારૂપી પાણી નથી અને અજ્ઞાનરૂપ ધૂળ પણ નથી, અને તેથી જ શ્રી તીર્થંકર દેવનું નામ અરિહંત છે તે ઉપરની બિના ધ્યાનમાં લેવાથી તે વાત સમજાશે.
પૂજન એ પૂજકની પ્રસન્નતા વધારે છે અને અંતે પૂજ્યની નજીક પૂજકને પહોંચાડવામાં તે પ્રસન્નતા પ્રબળ સાધનરૂપ નીવડે છે.
આપણે એક ગુણવાનનો સંજોગ મળે તો કેટલો આનંદ થાય તો પછી સર્વગુણ સંપન્ન સર્વશદેવનો સમાગમ થાય અને તે સમાગમમાં રહીને ગુણ ગ્રહણ કરતાં આવડે તો તેના આનંદની અવધિ અનિર્વચનીય છે. એમ કહી દેવામાં લેશભર અતિશયોકિત નથી જ.
જેમ જેમ વિતરાગના પૂજનમાં આદર બહુમાન વધે છે તેમ તેમ સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિગુણો વધુ વધુ પ્રમાણમાં ખીલતા જાય છે. અર્થાત્ સંસારમાર્ગમાં ભૂલું પડેલું ગાડું (મનુષ્ય જીવનરૂપ) ચીલે ચઢાવવું હોય તો પ્રભુપૂજનમાં કમ્મર કસો, ચીલે ચઢેલું ગાડું મોડું વહેલે મોક્ષે જ જશે તે નિઃસંદેહ છે.
સંધ્યાન રાખી મસાલથાળ જગતમાં બધા સ્થાનો શાશ્વત છે. સ્થાન મેળવી મેળવીને મુકવાના પણ મોક્ષ સ્થાન એ તો મળ્યું તે મળ્યું. સર્વકાળના કલ્યાણનું કેન્દ્રસ્થાન-મોક્ષ છે.
સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિપૂર્ણતાનો ભોગવટો મોક્ષમાં છે. તે સ્થાન પ્રાપ્તિ માટે મનુષ્ય જીવનમાં પ્રભુ પૂજન પ્રત્યે આદરવાળા થવું જોઈએ. શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ તો કહે છે કે ગુણીના ગુણ પ્રત્યે બહુમાનવાળા થાઓ તો કલ્યાણ છે, અરે ! કદાચ તેમ ન કરો તો પણ પૂજન કરવું ન્યાયયુક્ત છે.
સૃષ્ટિમાં જે કાંઈ લાભ પામવાલાયક છે તે સારૂ. અગર જે લાભ પામ્યો છે તેના રક્ષણ સારું, અગર ઉપકારીનો ઉપકાર ન ભુલાય તે સારું, અને છેવટમાં વફાદારીને વળગી રહેવા માટે પણ પૂજન કરવું તે ન્યાયયુક્ત જ છે. આ સમજીને જેઓ પ્રભુ પૂજનમાં વધુ ઉજમાળ થશે તે આ ભવ પરભવને વિષે કલ્યાણ માંગલિક માળા પ્રાપ્ત કરી સિદ્ધિના સુખના ભાગીદાર બનશે. સર્વમંગલ માંગલ્ય. •
* * *