Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
શંકા-કારણ કે મિથ્યાત્વ, અવિરતિ કષાયાદિ અનાદિથી પ્રવર્તેલા છે. અર્થાત્ પાપ અનાદિથી પ્રવર્તેલા છે શ્રોત્ર વગર પણ જાણી શકીએ છીએ એમ કહેવામાં વાંધો શો ?
૪૩૩
સમાધાન-પ્રવર્તન અને શ્રવણ એ ચીજ જૂઠી છે. પાપ પ્રવર્તનમાં સાંભળવાની જરૂર નથી પણ પાપને પાપ તરીકે જાણવું તેમાં તો સાંભળવાની જરૂર છે અર્થાત્ શ્રોત્રનું કામ છે. શંકા-કોઇને વગર સાંભળે કલ્યાણ થાય તો તમને વાંધો છે ?
સમાધાન-ના, સાંભળીને જ જાણે એમ નહિ, પણ કલ્યાણમાં કલ્યાણ સ્વરૂપ માનીને પ્રવૃત્તિ ત્યારે જ થાય કે તેનું યથાર્થ સ્વરૂપ સાંભળ્યું હોય તો જ બને, બાકી સાંભળ્યા વગર આભમાં કે બાથ ભરવા જેવી કંઇક વખત કલ્યાણ પ્રવૃત્તિઓ થઇ પણ વાસ્તવિક લાભ ન થયો.
અજ્ઞાની માણસને હેયાદિ અને અતિંદ્રીય વસ્તુ જાણવી હોય તો જાણવામાં શ્રવણ એક બળવત્તર સાધન છે. અતિંદ્રીય પદાર્થોનું જ્ઞાન શ્રવણદ્વારાએ થઇ શકે છે.
શંકા-પુસ્તકો દેખીને કલ્યાણ જણાય તે ચક્ષુનો વિષય ખરો કે નહિ ? અને તેમ હોય તો ચક્ષુને કેમ ન ગણી ?
સમાધાન-ચક્ષુથી કલ્યાણ જણાતું નથી અને જો તેમ થતું હોય નવું નાળŞ વાળ કહેવું પડે પણ તેમ તો કોઇ ઠેકાણે કીધું નથી. હજુ આગળ ચાલો. ચાર ઘાતી કર્મનો કચ્ચરઘાણ કાઢીને લોકાલોક પ્રકાશક એવું કેવળજ્ઞાન પામ્યા ત્યારે ઉપદેશ આપ્યો અને તે ઉપદેશ ગણધર ભગવંતોએ ઝીલ્યો અને તે દેશના દ્વારાએ સંભળાવીને તે વચન સુધાથી જગતભરના લોકને પાવન કર્યા. ત્યાર બાદ સ્મૃતિ ઢીલી પડી એટલે શાસન પ્રભાવક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ દેવર્દ્રિગણિક્ષમાશ્રમણજીએ ભાવિ પ્રજાના હિતાર્થે સર્વ આગમ પુસ્તકારૂઢ કર્યાં. એટલે મૂળ તપાસીએ તો શ્રવણની પરંપરાનો પ્રકૃષ્ટ લાભ અવિચ્છિન્ન માલમ પડશે.
આ ઉપરથી એક નિયમ માલમ પડે છે કે જગતભરનું કલ્યાણ કરવાને પુસ્તક લખવાની રીતિ પહેલાં બહુમાનપૂર્વક સાંભળવાની રીતિ સમર્થ હતી. શ્રુત પ્રવાહ
તત્ત્વને જાણનારા મહાપુરુષો જે તત્વનો ઉપદેશ આપે તે જ પ્રમાણે તત્વને તત્વ સ્વરૂપે જાણવું અને જાણ્યા બાદ હેય ઉપાદેય વિભાગમાં ખેંચવું એ જ શ્રવણનો યથાર્થ લાભ છે. શંકા-સાંભળવાની સમર્થરીતિ પ્રાથમિક માનશો તો કોઇને કોઇ પ્રથમ જ્ઞાની માનવો પડશે. કે નહિ ? અને તેમ થાય તો અનવસ્થાદોષ લાગુ પડશે કે નહિ ?
સમાધાન-ના, કારણ કે એ દોષ આપણે ત્યાં લાગુ નહિ પડે કારણ કે આપણે ત્યાં અનાદિનું બંધારણ છે તેથી દોષ ટકી શકતો નથી, પરંતુ અનાદિ નહિ સ્વીકારનારાઓને તે દોષ જરૂર લાગુ પડશે. પ્રવાહ બે પ્રકારનો છે એક બંધનો પ્રવાહ અને એક સતત્ પ્રવાહ. તે બે પ્રવાહ પૈકી પ્રથમનો પ્રવાહ જંબુદ્રીપના ભરત ઐરવત આદિ ક્ષેત્રમાં છે. બીજો પ્રવાહ મહાવિદેહ ક્ષેત્રમાં છે જેમ પાણીનો