Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૯
તા. ૨૨-૬-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
I ,
,
,
,
,
,
,
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર - ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર - પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
પ્રશ્ન ૪૦૬ - ધર્મની દેવલોક જેટલી કિંમત કરે તેને મિથ્યાત્વ લાગે? સમાધાન - હા. પ્રશ્ન ૪૦૭ - મનક મુનિને દીક્ષા આપનાર ચૌદ પૂર્વ છે અને તેથી તેઓએ શાનનાં ઉપયોગ દઈને
દીક્ષા આપી હશે પણ તમે આજે મનક મુનિના નામે તેવી બાળ દીક્ષાઓ આપવા તૈયાર
થાઓ છો તેનું શું ? સમાધાન - ભાગ્યવાન ! જ્ઞાનનો ઉપયોગ દીક્ષા આપતાં પહેલાં મૂક્યો જ નથી, “છ માસનું
આયુષ્ય છે માટે તે પણ પામી જાય” એમ વિચારી પૂર્વમાંથી ઉદ્ભૂત કરી દશવૈકાલિક તેના (મનકના) ઉદ્ધાર માટે રચ્યું. શાસ્ત્રમાં આ બિના અને પ્રસંગ વિવેક પુરસ્સર વાંચવાથી માલમ પડે તેમ છે કે, દીક્ષા આપતા પહેલા ચૌદ પૂર્વધર શäભવસૂરીશ્વરજીએ
જ્ઞાનનો ઉપયોગ મૂક્યો જ નથી. પ્રશ્ન ૪૦૮ - તમારામાં અને અમારામાં ફક્ત કપડાનો જ ફેર છે ખરો કે નહિ ? સમાધાન - વેષનો ફેર છે પણ તે બિનાને અલગ કરવા માત્રથી તમારા પર સાધુપણાનો આરોપ
થઈ શકતો નથી. વસ્તુતઃ વિષયની ગહન ગુલામી તમે મુંગે મોઢે ઉપાડી લીધી છે અને અમે વિષયને હસ્તે મોઢે હાંકી કાઢયા છે. જો આ તફાવત નીકળી જાય તો
તમારામાં અને અમારામાં જ ફેર જ નથી. પ્રશ્ન ૪૦૯- દશવૈકાલિકના પ્રથમ અધ્યનમાં ધર્મનું ફળ જણાવતાં “સેવાવિત નતિ ભાવાર્થ દેવો
પણ તેને પૂજે છે” આ શબ્દો લખવા માત્રથી ધર્મ કિંમત ઘટાડી છે શું એમ નથી લાગતું? સમાધાન - ના, કારણ કે દશવૈકાલિકની રચના શા હેતુએ થયેલી છે એ વાત ધ્યાનમાં લેશો તો
પ્રશ્ન ઉઠશે જ નહિ. અર્થાત્ તે શબ્દોથી આઠ વર્ષના બાળકને દેવોના આગમન પુજન, સત્કાર આદિ લાભ દેખાડવાળાએ ધર્મમાં સ્થિર કરે છે આ ઉપરથી દેવોનું આગમન તે કાળમાં હતું એમ સાબીત થાય છે.