Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
४०८
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ દેવના નામે પ્રવૃત્તિ
તીર્થંકર ભગવાનના પૂજકોએ પણ વિચારવાનું જરૂરી છે. અંતઃકરણમાં દોષની દાહ સ્થિતિ આવવી જોઇએ. અઢાર દોષ રહિત દેવ અને તે દોષવાળા કુદેવ ગણવા, મારે કંઈ લાગતું વળગતું નથી એમ નહિ.
ઉપદેશ વગર તત્ત્વ સમજાતું નથી દોષનો દાહ વાસ્તવિક થતો નથી તેના ઉપાય અમલમાં મુકાતા નથી અને તે ઉપદેશક જો કોઈપણ હોય તો તે તીર્થંકર દેવ ! શાસનમાં તીર્થંકરનું સ્થાન અદ્વિતીય માલમ પડશે.
તીર્થકરે ધર્મ કરેલો, બનાવેલો નથી પણ કહેલો છે અને તે ધર્મ પણ હંમેશનો કહેવામાં લેશભર અતિશયોકિત નથી ! ! ! બીજા મતમાં આ જગત કર્યું કરેલું છે. એ મતાવલંબી ઓને પૂછજો કે જુઠ, ચોરી અને પાપ તે તમારા ઇશ્વર પહેલાં કે પછી ? જો પહેલાં જુઠ ચોરી હતા પાપ હતા, અને રોકવાનાં સાધન હતાં તો તો કર્યું શું અને કહેશો કે પહેલાં નહોતાં તે. ઈશ્વર જેવો કુભાંડી કોણ?
મુસલમાન જા જેવા નાના જીવ અને માંકણની ક્રીડા કરે છે. શિકાર કરનાર શિકારની ક્રીડામાં જંગલી રાક્ષસી ગણાય તો અનંતના શિકાર કરવાની તમારી ઇશ્વરની ક્રીડા અને લીલા કેવી!
* આ બધાં અનંતા કરે છે, જન્મે છે દુઃખ ભોગવે છે તો તમારા ઇશ્વરને માટે ગણવું શું? જૈન-ધર્મ નવો બનાવતા નથી પણ વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરે છે ! અને જાહેર કરે છે દેવતત્ત્વને અને તેથી દેવના નામે જ પ્રવૃત્તિ હોય તેમાં નવાઈ નથી. ભાંજગડ માનવી પડશે.
દેવતત્વ માનનારાને પોતાના દેવને નિર્દોષ માનવો પડે છે. આદર્શચારિત્ર કહ્યાં માનો ! (સભામાંથી) દેવમાં.
દેવને નિર્દોષ માનવો પડે છે. ગુરુદેવના આદર્શ ચરિત્ર અનુસારે ચાલવાવાળા અને ધર્મ તે દેવનું આદર્શ ચારિત્ર
ગુરુ અને ધર્મ તે બધું દેવ ઉપર નિર્ભર છે. આદર્શ ચરિત્ર તે ધર્મ.
આ ઉપરથી દેવતત્વની જરૂર છે સુરિ પુરંદર શ્રી હરિભદ્રસૂરીએ શ્રી મહાદેવનું અષ્ટક કર્યું. બીજાની અપેક્ષાએ દેવ તો એક સ્વરૂપે હોય તમારી અપેક્ષાએ એક સ્વરૂપવાળા નથી. સંસારમાં માન્યા અને મોક્ષમાં પણ દેવ માન્યા. અરિહંત અને સિદ્ધમાં પણ દેવતત્વ માનો છો. જ્યારે તમારા દેવમાં એક સરખું સ્વરૂપ રહ્યું જ નહિ. બીજા કરતાં તમારે ત્યાં બે વિભાગ હવે તો તમારે ભાંજગડ માનવી પડશે.