Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪O૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ આશાભ્યાસનું બખ્તર.
સાકારમાં શી રીતે આરાધો અને નિરાકારમાં શી રીતે આરાધો?
તમારે બે વિભાગ કરવા પડશે. નિરંજન થયા હોય કે આકાર હોય તો પૂજા એક સરખી અને તેથીજ યર્થાથનોપાય:
જે દેવને યા જે જિનેશ્વરને પૂજીએ છીએ. પૂજન એટલે આજ્ઞા અભ્યાસ તેની આજ્ઞા પ્રમાણે વર્તવું સંસારમાં હોય અને તે શરીરધારી હોય કે ન શરીર ધારણ કરે તો પણ અમારે પૂજન વંદનમાં અડચણ જ નથી. આજ્ઞા કોઈ વખત ખરી કે ?
ના, તે માટે સર્વદા એમ કહ્યું એટલે સદા સર્વદા. કરેલાનું કરવું ન હોય તો કાલે ખાધું હતું આજે કેમ નહિ? જુદી ભૂખ લાગીને ખાવું નવું, કર્મથી બચવા માટે આજ્ઞા આરાધન કર્મના હલ્લા વખતે આજ્ઞા અભ્યાસના બખ્તરની જરૂર કર્મથી બચવા માટે ગુણો પ્રગટ કરવા માટે આજ્ઞાનો અભ્યાસ છે ક્યાં સુધી તેમની સ્થિતિ ન મળે ત્યાં સુધી. આરાધનનું યથાસ્થિત ફળ.
દાવાનળમાં કમળ વાવ્યું? થાય શું ? તેવી રીતે તમે મોટામાં મોટા પાપોમાંથી નીકળો નહિ અર્થાત્ લોભ હાસ્યરતિ વિગેરેમાંથી નીકળો નહિ ત્યાં સુધી તમારા વિચારાદિ કમળ જેવાં સુંદર છે છતાં દાવાનળ હોલાય પછી લાભ. જ્યાં સુધી તમે અકષાયી ન થાઓ ત્યાં સુધી તે ક્રિયા ફળિભુત થવાની નથી એવું કહેનારાને કહે છે કે,
પાણી ઉનામણો ઉકળતો હોય તો ઉનામણમાં પડેલો પૈસો ગરમ થશે, પણ ધાતુપણું છોડશે નહિ. શરીર પર ફોલ્લા થાય તેવી રીતે ધાતુ પર કંઈ નહિ. ધાતુનો એવો વિચિત્ર સ્વભાવ છે કે ત્યાં ફોલ્લો થાય જ નહિ તેવી રીતે જીનની આજ્ઞામાં એવી તાકાત છે કે ચાહ્ય જેવી અવિરતિ-અવૃતો હોય છતાં સામાન્ય અસર થાય પણ વિશેષ અસર કરી શકે જ નહિ. ઉનામણામાં પડેલા પૈસાની જેવી તાકાત છે તે કરતાં આજ્ઞા અભ્યાસની તાકાત અજબ છે. ગરમ પૈસા થાય અતિચાર લાગે દૂષિત થાય પૈસા પણું ફરે નહિ તેવી રીતે જે સ્વરૂપમાં આજ્ઞા આવી હોય તો પણ પલટે જ નહિ યથાશક્તિ સંપૂર્ણ થશે તો જ ફાયદો થશે. શક્તિ પ્રમાણે કર્યા જાઓ તો જરૂર ફળ દેનારા થશે. ફળપ્રદ જેઓ દેવતત્વનું આરાધન કરશે તેઓ તો ઉત્તમ ફળને પ્રાપ્ત કરી કલ્યાણના ભાગીદાર બનશે સર્વમંત્નિ સંપૂર્ણ.