Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩
ધર્મ સંગ્રહમાં જુઠ બોલે તો પાપ લાગે, વિશ્વાસઘાત વિગેરે જુઠાણાં બોલે તો પાપ લાગે, બાળ બ્રહ્મહત્યા કરનારો છું એમ બોલે તો પાપ લાગે જો કે તે વચન કોઇનો જન્મ-મર્મ કર્મને નુકશાન કરનાર નથી.
૪૦૭
પ્રશ્ન : બ્રહ્મઘ્ન કહેવાવાળાએ સાચું કીધું કે જુદું ?
સમાધાન : જુઠ્ઠું સ્વરૂપ અને તત્સંબંધી. તે પણ જુઠ જુઠનું લક્ષણ અસત્ અભિધાન ઇતિ; અસત્ય અભિધાન હોય ને તે બોલવું તે જ જુઠ. અહિત અભિધાન લઘુતા માટે બોલાય તે વાત જુદી, દોષની અપેક્ષાએ બોલાય તે જુદી વાત છે આ દોષ રહે છે માટે નકામું. નિંદારૂપે થાય તે પણ આપેક્ષિક રહેવું જોઇએ.
દ્રવ્ય અનુષ્ઠાન દોષના દાહ વગરનું થાય તો પણ નિરર્થક નથી !
હવે દલીલથી વિચારીએ દોષના દાહ વગર શ્રાવકપણા અને સાધુપણા કર્યાં તેમાં મળ્યું કે નહિ ? બોલો તમે છોડયાં તેટલાં પાપથી બચ્યાં કે નહિ ? જો બચ્યાં તો નિષ્ફળ કેમ ? દોષદાહના ફળના હિસાબે ઓછું મળ્યું કહો પણ નિષ્ફળ તો ન કહો.
પાપ રોકાયું એટલું જ નહિ, પણ સદ્ગતિ આદિ લાભો મળે. અનંતી વખત ચારિત્ર કર્યાં શ્રાવકપણાં કર્યાં, દ્રવ્યચારિત્રથી દેવગતિ આદિ મળે અભવ્યને મોક્ષનો ફાયદો ન મળે પણ સદ્ગતિ આદિ તો મળે અને પાપથી રોકાણ થાય અભવ્ય પાપમાં પ્રવર્તો હોય અને પાપમાં ન પ્રવર્તતો હોય તો તે બન્નેમાં તફાવત શું થાય ?
દોષદાહ પ્રકરણ-મોક્ષ હિસાબે મોટો તફાવત.
બે ફાયદા, સદ્ગતિ મળી દૂરગતિ રોકાય, દ્રવ્યથી લાભ હવે ભવ્યની બાબતમાં આપણે વિચારીએ બે ફાયદા તો ઉપરના અભવ્યને પણ થાય. આ તો સારી સ્થિતિમાં આવ્યા છે જો ભવ્ય ધર્મ નહિ કરે તો શું સાધુપણું કરશે કે ઘરબાર ક૨શે. હવે વિચારો કે અનંતી વખત બાયડી છોકરાનું કર્યું તે વધારે કે ચારિત્રનું ? તે અનંતી વખત ! વધારે અનંતા અને અનંતી વખત ખાસડાં ખાધા છતાં ત્યાં જ પાછું મન થાય છે અને અનંતા અનંતી વખત લાભ મળ્યાં છતાં આ થતું નથી તેનું કારણ શું? અનંતા વખતમાં ખાસડાં અને પરમાધમીની વેદના ભોગવી છતાં તેમાં કંટાળો નહિ અને ધર્મ કરવાથી દેવગતિ મળી છતાં દૂરગતિ કા રૂપ તે કાર્ય કરવાનું કેમ મન થતું નથી. વગર દોષના દાહે, દાન, શીયળ, તપ, ભાવ નહિ કરવા કહેવું તે પણ મુર્ખાઈ છે. દોષના દાહ વગર એ બનતું કેમ હશે. એ પણ વિચારી ગયા કે અભવ્યો પણ એ સ્થિતિમાં કેમ સ્થિતિ ગુજારતા હશે તે દોષ દાહ પ્રકરણ સમજવાથી સહેજે સમજાશે.