Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
-
,
,
,
,
,
,
૪૦૬,
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ નહિ, પણ તેથી વિરામ પામવાના ઉપદેશ હોય દાહ ન થાય તેટલા માત્રથી ક્રિયા ખસેડવાની જરૂર હોતી નથી.
પ્રશ્ન. અનંતી વખત કર્યું તેમાં કાંઈ વળ્યું નહિ? હવે શું વળશે ?
સમાધાન. સેંકડો વખત લીટા કરે તે નકામા માનો છો, પણ એકડો કરે તે વખતે સો લીટા ૧૦૦ લાભરૂપ ગણાશે. આ દ્રવ્ય ક્રિયાઓ કરતાં પણ ભાવ ક્રિયારૂપ દોષ પ્રત્યે દાહ જરૂર થશે. અભવ્યના પરિણામનો હાયડો.
અરે ! તમે વ્યાખ્યાન સાંભળવાનું રાખો છો, અને આવ્યાં છો તો દોષ દેહ સાંભળશો. સાંભળતાં સાંભળતાં કોઈ વખતે દોષદાહ થશે, લીટા પણ એકડાનું કારણ છે તે રોકાય જ નહિ !!!
છોકરો લીટા કરે છે છતાં તમે પાટી ખેંચી ખરી કે નહિ? લીટા એકડો લાવશે એ તમારા મનમાં નક્કી થયું છે.
: પ્રશ્ન. ફળવાળી થશે ત્યારે સફળ માનશું તેવી રીતે દોષદાહવાળી પ્રવૃત્તિ થશે ત્યારે સફળ માનશું તે સિવાય નિષ્ફળ માનવામાં વાંધો શો ?
સમાધાન. ૧૦૦ પગથીયા નિસરણીમાં એક-બે-પાંચ-દશ એંશીમાં પગથીયે પહોંચીએ છતાં માળ દેખાય નહિ, અને ૯૦ પગથીયામાં છે. દેખાય નહિ. દેખાવાની અપેક્ષાએ બધી જગ્યાએ સરખું છે, નેવું સુધી ચઢવાની ક્રિયા કરી ન હોત તો આગળ શી રીતે વધત!
આથી દ્રવ્ય ચારિત્રરૂપ લીટાઓ તે ભાવચારિત્રના એકડા માટે છે.
અભવ્યોએ અનંતા દ્રવ્ય ચારિત્ર કર્યા, આંધળાએ દશ વરસ લીટા કર્યા એકડા ન આવ્યાં તેમ દેખતાંએ લીટા કરવા જ નહિ એવો સિદ્ધાંત ન થાય. દેખતાં એવાં ભવ્યોને દ્રવ્ય ચારિત્ર લેતાં રોકી શકાય નહિ વાંઝણીનો સંસાર નકામો જાય વાંઝણી હતી તેથી નકામો ગયો, તેવી રીતે અભવ્યનો પ્રયત્ન અફળ જાય તે મોક્ષ અપેક્ષાએ. વાંઝણી હાયપીટ કરે પણ સોહભાગણ સ્ત્રી હાયપીટ ન કરે.
મારા દ્રવ્યચારિત્ર નકામાં જાય છે તે વાંઝણીના ઉદ્ગારો છે. અભવ્ય સિવાય બીજા કોઇના દ્રવ્ય ચારિત્ર નકામાં જતા નથી. ભવ્યનાં દ્રવ્યચારિત્ર નકામાં જ નથી તો પછી મારું ચારિત્ર નકામું એમ નહિ ગણ. શ્રાવકની કરણી, સાધુની કરણી દ્રવ્ય ચારિત્ર નકામી જાય છે એવું બોલનારા હાથે કરીને અભવ્યના પરિણામનો હાયડો ગળે વળગાડે છે. મોટો તફાવત.
ભાવ ચારિત્ર કર્યું નથી તે માટે ઉત્સાહ અપાય એ વાત જાદી છે, પણ દ્રવ્યચારિત્રની નિષ્ફળતા માનવા મનાવવામાં ગંભીર ભૂલ થાય છે.