Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૦૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ હવે ચાલો મૂળ વાતમાં ત્યાગને માટે ભવોભવ જીવન સમર્પણ કરવાવાળા ત્યાગને ફળી ભૂત કરનારા, ત્યાગનું ડિડિમ વગાડનારા આ જ મહાપુરુષ ! એ જ માટે આ મહાપુરુષની હું પૂજા
દવાનો ઉપયોગ અંધારાના નાશને માટે છે, જેને અંધારાનો નાશ કરવો નથી તેને દીવો કરે શું ?
આ વાત તમને ગળથુથીમાં પાવામાં આવી છે; તમને સમજાવવામાં આવ્યું છે કે અઢાર દોષરહિત દેવ.
આત્માને પૂછો કે એ અઢાર દોષ આ આત્મામાં રહેલા છે તે દોષ છે કે ગુણ? પ્રથમ પોતાના દોષનો જવાબ માંગો.
કયા રૂપે તીર્થંકરદેવને માનો છો અને પૂજો છો ? દૂષણ તપાસતાં શીખો ? દૂષણને ભૂષણરૂપે માનવાની અને મનાવવાની મહાન ગંભીર ભૂલને આજે ભૂલી જાઓ દૂષણને દૂષણરૂપે નહીં માનતા ભૂષણરૂપે કેમ માનો છો ? ગોખ્યાં કરો !!!
- દૂષણને દૂષણરૂપે સ્વીકાર્યા વગર દૂષણને દૂર કરવારૂપ દાહ આત્મામાં થશે નહીં. દૂષણ પ્રત્યે દાહ લાવ્યા વગર સાચી ઠંડક થવાની નથી. એ અઢાર દોષ ભવોભવ ભટકાવનાર છે એ સમજતાં , શીખો. એ દોષો દોષરૂપે હજુ સુધી સંસાર રોગમાં રિબાતા રોગી આત્માને લાગ્યાં જ નથી. દોષ એ ભટકાવનાર છે બલ્ક આત્મહીત બગાડનાર છે. રોગ થયો છે એવું રોગીને ભાન નથી. વૈદ્યને ઘેર દોડધામ કરનારા રોગીને રોગની વાસ્તવિક ભયંકરતા હજુ સુધી ભાસી નથી. એ દેવાધિદેવ દોષને દૂર કરનારા ત્યારે આપણે એ દોષોને ઢાંકનારા તમારા આત્મામાં દોષને દોષરૂપે દેખતાં થાઓ. અઢાર દોષથી આપણે હેરાન થઈએ છીએ એ તો માનતા થાઓ. પૂજ્ય અને પૂજકમાં લાખ ગાડા અંતર . છે પારકા ઘેર મુનિમગીરી કરનારા મુનીમની જેવી દશા આપણી છે. હૂંડી અને પૈસાની લેવડદેવડ મુનીમની પોતાની નથી; પણ શેઠના હિસાબે છે. શેઠનાં હિસાબે થતી હૂંડી, ખત પૈસાની લેવડદેવડ પોતાના હિસાબે માને તે મુનિમ નથી. તેમજ મુનિમની ધારણાપૂર્વક આપણે પણ અઢાર દોષ દેવના હિસાબે માનીએ છીએ. આપણે કંઈ લેવા દેવા નથી. એ અઢાર દોષ આપણા હિસાબે નથી. અને એ દોષમાં આપણે તો જોખમ કંઈ ગયું પણ નથી.
દોષની ભયંકરતા સ્વીકારીને દોષની ભયંકરતા વધે છે અને તેના જોખમદાર આપણે પોતે છીએ તે સમજતાં થાઓ. ડોષની ભયંકરતા નહીં છોડું તો રખડ્યા કરીશ એ ગોખ્યાં કરો.
આપણે તો કુદેવ-અને દેવના ચોપડાનું નામું માનેમની પેડે કરીએ છીએ આ આત્મામાં અઢાર દોષનું નામ પણ નથી લખતા.