Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૦૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩
ભવ એક અપેક્ષા એ આંધળાના ભવ જેવો છે. જેમ આંખ વગર આંધળાને જીંદગી આકારી લાગે છે તેવી રીતે ચારિત્ર્યની લહેજત વગર દેવભવ આકારો લાગે છે. ત્યાગની વિશિષ્ટતા નહિ વિચારવાને - તીર્થકરને તીર્થકર તરીકે માનવાના હક જ નથી.
ધન, માલ, મિલકત, કુટુંબ, કબીલા, છોકરાં, હૈયાં વિગેરે તે બધું તીર્થકરો આપતા નથી. છતાં પૂજન, સેવન અને વંદનાદિ જે કાર્ય કરીએ છીએ તે ફક્ત તેઓ ત્યાગના સમર્થક છે. ' : તીર્થકરોના ઉપકાર ત્યાગના હિસાબે છે. તીર્થકરો સ્વયં ત્યાગી બને છે અને સંસર્ગમાં આવેલાને ત્યાગી બનાવે છે. તમને કોઈ પૂછશે કે તીર્થકરને શા માટે માનો છો ? જવાબમાં એ જ કહેજો અને એ ગોખી રાખજો કે “ત્યાગમાર્ગના અપૂર્વ દર્શન કરાવ્યાં તેથી.”
તીર્થકરોની અધિકતા ત્યાગને આભારી છે. પૂજક પણ એ જ વિચારે કે મને સંપૂર્ણ ત્યાગી બનાવી પૂજ્ય બનાવે, વંદક પણ એ જ ઈચ્છે કે મને તે વિશ્વ વંદનીય બનાવે, સેવક પણ એ જ અભિલાષે કે મને તે સેવ્યની સુખમય કોટિમાં મૂકે. આ બધી વિચારણા ત્યાગના મૂળ સિદ્ધાંતરૂપ શાસનને અવલંબેલી છે. દૂષણની ભૂષણરૂપે માન્યતા.
ત્યાગની તિજ્ઞતા જેના હૃદયમાં ઝળહળી નથી તે પ્રભુ શાસનના પરમાર્થને પીછાણી શક્યો જ નથી એમ કહેવામાં લેશભર અતિશયોક્તિ નથી.
વિતરાગ વચનને વર્ષાવનાર વક્તા પાસે આવનાર શ્રોતાઓએ પણ એ જ વિચારવું જોઈએ કે પ્રભુ માર્ગનો ત્યાગ મારામાં કેમ આવતો નથી. હૃદયમાં એ જ હરદમ વિચારવું જોઈએ કે મને હજુ ત્યાગ ભાવના જોઈએ તેવા પ્રમાણમાં કેમ સ્કુરાયમાન થતી નથી. ત્યાગની ભાવનાથી હું ભીંજાઉં નહિ ત્યાં સુધી મારી પૂજા તે પૂજા નથી એમ કેમ વિચારતું નથી ?
પૂજ્ય બનવાની પ્રૌઢ ભાવના હરેકને આવે છે પણ તે પૂજ્યતા પામવાના પ્રૌઢ સંસ્કારો ગુરુ ચરણ સેવાના અભિલાષીઓ પામે છે, કારણ કે એ સુંદર સંસ્કારોને સુદઢ બનાવવાનું ઉચ્ચ કોટીનું જ્ઞાન પરોપકારી ગુરુઓ આગમ દ્વારાઓએ સંપાદન કરેલું હોય છે, અને પોતાના સંસર્ગમાં આવનારને તે જ્ઞાનથી નવપલ્લવિત કરે છે..
ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રાવક સાધુપદ પ્રત્યે જેટલો વિનય બહુમાન ધરાવે છે, તેટલો વિનય બહુમાન તે સાધુ થયા પછી ધરાવી શકતો નથી, કારણ ઘણા છે. છતાં તે પૈકી એક કારણ વિચારીએ સમાનતાનું સોમલ એટલું હાડોહાડ વ્યાપેલું હોય છે કે હૃદયમાં હરપળ લાંબા પર્યાયવાળા પૂ. આચાર્યો, ઉપાધ્યાયો અને સ્થવીરોને એક સરખી કોટીમાં ગણવાની ધૃષ્ટતા અંગિકાર કરે છે, એટલે સાધુ થયા બાદ તે હૃદયમાં વિચારે છે કે મારા કરતાં બધા વધુ શું કરે છે !!!