Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૮
શ્રી સિદ્ધચક્ર
રાખવાં ઇચ્છા નથી અને તે મનગમતાં લક્ષણમાં લક્ષ્યબદ્ધ થયા છો.
શમનું સુંદર સ્વરૂપ
શમ જેટલો બનેલો શ્રેષ્ઠ. કષાયનો મંદ ભાવ તે જ શ્રેષ્ઠ શમ ચાર ચોકડીમાંથી જેટલું ઉપશમે તેટલું જ કલ્યાણ સમ્યક્ત્વના લક્ષણ વિચારશો તો માલમ પડશે કે તેમાં તો ફક્ત મોક્ષ અને મોક્ષ મેળવવાના ઉપાયો જરૂરી રૂપ દર્શાવ્યા છે. આસ્તિકના માનવામાં મોક્ષ તત્વ લાવવું પડશે. મૂળ વાતમાં આવો ભવભ્રમણના કારણો ખોળો ? કારણો બાંધ્યા વગર નાશ કઈ રીતે કરશો ? ભવભ્રમણનું ખરું કારણ શું ? કષાય સિવાય ભવભ્રમણનું કારણ નથી. કષાય સિવાય કર્મબંધન કરાવનાર જગતમાં કોઈ ચીજ નથી !!!
તા. ૨૨-૬-૩૩
પ્રશ્ન-કર્મબંધના કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર છે છતાં તમે એક કારણ કેમ કહો છો ?
સમાધાન-હા, મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ ખરાં, પણ યોગથી કાંઇ ભવભ્રમણ. થતું નથી. ત્યારે સંસારમાં રખડાવે એવાં ફક્ત ત્રણ કારણો રહ્યાં પણ જ્યાં ત્રણ રહ્યાં ત્યાં તમો એકલા કષાય છે એમ કેવી રીતે કહો છો ? મિથ્યાત્વ અને અવિરતિ કયાં ગયા ? વાત ખરી પણ વિચારશો તો માલમ પડશે કે તે બંન્ને કષાયના સગાં છે. કષાયના પેટા વિભાગો છે. જુદા જુદા વિભાગ જણાવવા માટે છે બાકી કષાય સિવાય જગતમાં કોઇ ચીજ કર્મબંધને કરાવનાર નથી સિવંતિ મૂલ્તાફ પુળ મવસ્ત્ર આ શાસ્ત્રના વાક્યો પણ યથાયોગ્ય બેસશે. ચાર કષાયો સંસારના મુળને સિંચે છે. જ્યારે કષાય ન હોય તો મિથ્યાત્વ અને અવિરતિ પણ ન હોય કાસદીઆએ આવીને કીધું કે તૈયાર થાઓ એક રાજ્યનું સૈન્ય તમારા પર ચઢી આવે છે, તે લશ્કર સીમાડામાં આવ્યું છે, સીમમાં પેઠું, બ્યોંતેર કીલ્લાઓ લીધા વિગેરે. આપેલા સમાચારમાં આ કહે છે કે, મને માલમ છે” તેવી રીતે આ આત્માને શાસ્ત્રકાર વારંવાર કહે છે કે કષાય આવા છે છતાં જાણીએ છીએ “માનીએ છીએ” એવું વારંવાર બોલીએ તે વાસ્તવિક ઉચીત નથી તે આ કષાયોના કટકે જ સમ્યક્ત્વ સર્વવિરતિ, વિતરાગપણાને ધક્કો લગાડ્યો છે માટે બેસી રહે વળવાનું નથી. માટે સજ્જ થાઓ. કારણ સબુરી બાઇની દુનિયામાં સમતા રાખવાનું બધાં કહે છે સબુરીમાં બ્યોતેર કિલ્લા ગયા તેવી રીતે તમારી અનંતશક્તિ પણ આચ્છાદિત થઇ ગઇ છે. પણ તે શમ કર્યો ? શમ એટલે જ્ઞાનની બીજી દશા એટલે જ્ઞાનની પરિપાકદશા. દુનિયાદારીના સંકલ્પ વિકલ્પોથી તરી ગયેલો હોય તે સ્વભાવથી જ્ઞાન દર્શનરૂપ આલંબન કરનારો હોય જ્ઞાનની પરિપાક દશા પામેલો હોય તે શમના સુંદર ગાન શાસ્ત્રકારો આ પ્રમાણે કરે છે.
૧ વિકલ્પ વિષયોથી ઉત્તીર્ણ થયેલો હોય.
૨ સ્વભાવનું અવલંબન કરનારો હોય.
૩ જ્ઞાનની પરિપક્વ દશા પામેલો હોય આવા ત્રણ ગુણથી અલંકૃત થયેલ શમ છે કે જે શમ હૃદયની જ્વાળાને શાંત કરનાર છે. તે શમ અગર સમતાનું સર્વાંશે સેવન કરશે. તેઓ આ ભવ પર ભવને વિષે કલ્યાણની પરંપરા પામી સિદ્ધિના સુખો ભોગવવા માટે શાશ્વત ધામમાં બિરાજમાન થશે.
सर्वमंगल मांगल्यं सर्व कल्याण कारणं, प्रधान सर्वधर्माणां जैनं जयति शासनं ॥