Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ સમાધાનએ બે પ્રતિજ્ઞામાંથી એકેય નહીં માનો તો, પહેલામાં સમ્યગું ચારિત્ર રાખવાની જે પ્રતિજ્ઞા છે તે આત્માને ગુણ કરશે નહીં અને બીજામાં સાવદ્યયોગ=(અવિરતિ આદિ બાહ્ય પ્રવૃત્તિનો પ્રતિબંધ)નો ત્યાગ તો ટકી શકતો નથી તેથી જ પચ્ચખાણ જુદા રાખ્યા. પ્રવૃત્તિરૂપ કાર્ય તે સમ્ય દર્શનાદિનું સેવન અને પ્રવૃત્તિરૂપ સાવદ્ય ત્યાગ તે વિરતીના સેવન રૂપ હોવાથી જુદું જણાવ્યું !! અર્થાત્ સુંદર પ્રવૃત્તિનું પૂર જોશથી સેવન કરો, અને અસુંદર પ્રવૃત્તિનું ઉચ્છેદન કરો, અને જોય એ તો સામાન્ય પદાર્થ છે.
- સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્ય ચારિત્રનો ઉદ્યમ તે સામાયિક ચારિત્ર. છેદોપસ્થાપનીયાદિ પાંચે ભેદોમાં તે સામાયિક છે.
સામાયિક ચારિત્ર તે સામાન્ય છે, જેવી રીતે કે એક મનુષ્યત્વપણું એ સામાન્ય છે, પણ જ્યારે વિદ્યાના સંસ્કારથી વિભૂષિત થાય ત્યારે તે અનેકવિધ પદથી એટલે કે (Titles) ખિતાબોથી અલંકૃત થાય છે.
દરેક પદમાં મનુષ્યત્વ એ સર્વ સામાન્ય છે પરંતુ સંસ્કાર વિશેષથી જુદાં જુદાં વિશેષણો લાગે છે તેવી રીતે સામાયિક ચારિત્ર એ સામાન્ય છે, પણ તે ચારિત્ર વિશેષ વિશુદ્ધિને પામીને છેદોપસ્થાપનિયાદિ વિશેષણો તે સામાયિકને લાગે છે, અર્થાત્ સામાયિક ચારિત્ર તે પાંચે ભેદોમાં અંતરગત્ સામાન્યપણે રહેલું છે, એ સામાન્ય સામાયિક શબ્દનો પણ ચાર ભેદમાં સમાવેશ થાય છે.
- જગતના બધા જ પદાર્થો જોય છે. હેય અને ઉપાદેય પદાર્થોમાંથી શેયપણું ચાલ્યું ગયું નથી, એટલે કે છોડવાલાયકમાંથી અને આદરવા લાયકમાંથી પણ શેયપણું ચાલી ગયું નથી. આ ઉપરથી જે કહેતા હતા કે પદાર્થ-વિભાગ પરસ્પર ભેટવાળા હોવા જોઈએ તે વાત અસ્થાને છે, હેય, શેય અને ઉપાદેય, એ ત્રણ વિભાગ પાડો તો ત્રણેમાં વિભાગ હોવા જોઈએ નહીં એ વાત સ્પષ્ટ છે, હેયમાં ઉપાદેયપણું ન જોઈએ, ઉપાદેયમાં શેયપણું ન જોઈએ પણ ચારિત્રના ભેદમાં રહેલા સામાયિકની માફક સામાન્ય વસ્તુ (શેયાદિ) દરેકમાં જોઈએ એટલે કે પદાર્થના જોય હેય અને ઉપાદેય, એ ત્રણ વિભાગ નક્કી કર્યા. અન્ય મતોનું સમાધાન.
હવે ચાલુ પ્રકરણ નવપદનું છે. નવપદનું સ્વરૂપ એ જાણવાલાયક, આદરવાલાયક કે છોડવાલાયક છે ? જાણવાલાયક તો જગતની દરેક ચીજ થઈ તેમાં તો સંદેહ શો !
હવે આદરવાલાયક એકાંત આદરણીય નથી તેમ એકાંત છોડવા લાયક પણ નથી. વિમર્થ? શા માટે? તેમાં પણ કારણ છે ! ભોજન ખાવાલાયક કે નહીં ખાવાલાયક ?
કહો કે ભૂખ હોય તો ખાવાલાયક, અને ભૂખ મટી ગયા પછી ન ખાવાલાયક, એવી રીતે અરિહંતાદિક નવપદો, જ્યાં સુધી કર્મ બંધાયેલ છો ત્યાં સુધી આદરવાલાયક છે, અને કર્મો ક્ષીણ થયા પછી સર્વજ્ઞ થઈ જાય ત્યારે તેણે આ નવપદ આરાધવાની કંઈ જરૂર નથી !