Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૯૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ શીર ઝુકાવવામાં તારકના પ્રકર્ષ પુણ્યનો પ્રભાવ એ જ મુખ્ય કારણ હતું. તેઓએ નિશ્ચય કર્યો હતો કે આપણાં ઋદ્ધિ, બળ, બુદ્ધિ અને બાહોશી-ચડાય તેટલાં બહોળાં (વિપુલ) હોય પણ તે તમામ એ તારકની સમૃદ્ધિ પાસે તો, દીપક ખદ્યોતવત્ જ છે; જ્યારે અત્યારે સામાન્ય સમૃદ્ધિમાં જ મુગ્ધ બનેલા આત્માઓને આવો વિચાર સરખોયે આવવો મુશ્કેલ છે. આવા એકાને સ્વપર ઉપકારી, પરમ નિઃસ્વાર્થી, પરમ
જ્યોતિર્મય એ દીપકનું જ શરણ સ્વીકારનારો વર્ગ જૈન' નામે અત્યારે પણ વિદ્યમાન તો છે, પણ તે સામાન્ય પુણ્યના યોગે એવી તો વિસ્મયતામાંથી પસાર થાય છે કે પ્રસંગવશાત્ એને સાચું પારખવામાં અનેક મૂંઝવણો ઊભી થયા જ કરે છે. સંતોષની વાત તો એ છે કે તેવો પણ વર્ગ તારકના શાસનને તો આરાધ્ય જ માને છે !એના દર્શાવેલા તપ, ત્યાગ અને અનુષ્ઠાન (ક્રિયા) તો એને પોતાના પ્રાણસટોસટ વહાલાં છે ! ક્રિયાઓને તન્મય ચિત્તે તે આરાધે પણ છે અને અન્યને આરાધતા દેખી દયપૂર્ણ અનુમોદન વડે તેના સાડા ત્રણ કોટિ રોમરાજી સુદ્ધાંત વિકસ્વર પણ થાય જ છે. પણ બીજી બાજુ તે જ સમાજની હૂંફમાં થતો અને તેમાંનો જ છતાંયે પોતાને સુધારક મનાવવામાં મોજ માણતો એક વર્ગ એવો પણ છે કે તે શ્રીસર્વશદેવપ્રરૂપિત ત્રિકાલાબાધિત સૂત્ર સિદ્ધાંતોને કાળજીની પૌરાણિક વાતોનાં પોથાં કહી વર્તમાન વાયુના વહેણમાં વહેવામાં જ આનંદ માની રહ્યો છે. એ વર્ગ લોકપ્રવાહમાં એટલો તો ઘસડાઈ રહ્યો છે કે જે દિશાનો પવન (વાયરો) હોય તે દિશામાંજ ગમન કરવા તે ટેવાઈ ગયો છે. એમાં એવો તો એ દિમૂઢ બન્યો છે કે તે સિવાયની બધીએ દિશાઓ એને શૂન્યકાર જ ભાસે છે. એમાં પણ એનું મૂળ કારણ તો એ જ છે કે એને સાચી પણ વાતો સમજવાને સ્ક્રય નથી, સાંભળવાને કાન પણ નથી, પછી વર્તનમાં મૂકવા માનસ તો હોય જ ક્યાંથી? મત્ત થયેલાઓને પોતાનાં બુદ્ધિ અને બળ સાથે છેલ્લે છેલ્લે ધના શાલિભદ્ર તથા દશાર્ણભદ્રજીનાંજ બુદ્ધિબલને પણ ઘટાવવાનો (સરખાવવાનો) એને અવકાશ જ નથી, ઇચ્છાયે નથી. બુદ્ધિનો તો જમાનો જ આ છે, એ તો એની મોટી અણસમજ છે. એને એ પણ માલુમ નથી કે બચ્ચાંઓને આખલાનું માપ બતાવવા મથતી દેડકીની માફક પેટ ફુલાવવા જતાં પેટ ફાટીને પ્રાણ પણ પોતાના જ હણાશે!પરમતારક શ્રીસર્વજ્ઞદેવપ્રરૂપિત તત્ત્વત્રયી, શુદ્ધ, દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ પરત્વે એટલી તો અરૂચી ઉત્પન્ન થયેલી હોય છે કે તેનું નામ સાંભળવા માત્રથી એને અજીર્ણ થાય છે. મુનિરાજોની દિન ચર્યામાં, વ્રતપચ્ચખાણોમાં એને ત્રુટિઓ તત્કાળ દેખાય છે. જે દેખાડવા તે ડહાપણ પણ વાપરે જ જાય છે. જ્યારે પોતાનાં તેવી પણ ચર્ચાનો એક અંશ પણ છે કે નહીં એ વિચારવા તો એ થોભતો જ નથી. મહાન પાપનાં કારણો રાત્રિભોજન, અભક્ષ્ય ભક્ષણ અને અપેય પાનાદિથી પણ પોતે વિમુક્ત થયો છે કે નહીં એટલું પણ પોતે પાછું વળીને જોતો જ નથી. પરના અછતા પણ દૂષણો જ પ્રગટ કરવા તથા નરાધમને પણ ન શોભે તેવી ભાષામાં અને તેવી રીતે ઉત્તમ જીવન