Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨
સુધા-સાગર
(નોંધ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી જ આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉધૃત કરેલ સુધા સમાન < વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધોરી અત્રે અપાય છે. "
સંગ્રાહક ચંદ્રસાગર) –
શું શરીર સતાવે છે? તો પછી નીચેના સુધી સાગરમાંથી સુધાપાન કરો?
૧૮૫
૨
૧૮૨ દરેક ભવમાં આહાર લીધો, શરીર વધાર્યું, ઇંદ્રિયો ઊભી કરી, વિષયોને અનુસર્યા, તેનાં
સાધનો વધાર્યા અને ચાલતા થયા, અને અહીં પણ તેમ કરીને ચાલશું, પણ કરવા લાયક
આત્મીય કાર્ય માટે હજુ ચિંતા થતી નથી, તો તે સંબંધી શો વિચાર કર્યો? ૧૮૩ રખડવાનું મન નહીં હોવા છતાં રખડપટ્ટીનાં કારણોનું વારંવાર સેવન કરવાથી અનાદિકાળથી
આ આત્મા રખડી રહેલ છે ! ૧૮૪ આ ભવમાં પ્રથમ કોઇપણ શરીર પ્રાપ્તિ માટે ખોરાક લેતું જ નથી.
આહાર સંજ્ઞાથી ખોરાક લેવાનું કામ શરૂ થાય છે, લીધેલા ખોરાકમાંથી મળ અને રસ બને બને છે, આત્માની સાથે લાગેલ રસમાંથી શરીર ઊભું થાય છે. શરીરમાં કર્મ પ્રમાણે જ ઇંદ્રિયો ફુટી, ઇંદ્રિયોમાંથી વિકાર સ્ફર્યો, વિકારની તૃપ્તી માટે વિષયો,
અને વિષયોના રક્ષણ તથા પોષણ માટે તેનાં સાધનો મેળવવાની દોડધામ !! ૧૮૬ નમાજ પડતાં મજીદ કોટે વળગી પડે તેવી રીતે લેવા ગયા ખોરાક અને વળગી પડયું શરીર !!! ૧૮૭ બે પાંચ વર્ષનું વ્યસન આત્માને અંધ બનાવે છે તો પછી અનાદિકાલનું આ આહારાદિનું વ્યસન
- કેટલી અંધાધુંધી ફેલાવે છે તે સંબંધી ક્ષણ વિચાર કરો !! ૧૮૮ અગ્નિનો સ્વભાવ છે કે જનું બાળે અને નવું બાળવા માંગે, તેવી રીતે તૈજસ્ નામનો જે અગ્નિ
આત્માએ સાથે રાખ્યો છે, તેથી જુના પુદ્ગલરૂપ લાકડાં બળે છે ને નવીન પુદ્ગલરૂપ
લાકડાંને માગે છે. • ૧૮૯ અગ્નિ અને તૈજસૂની સરખામણી સ્મરણપથમાં લાવો ! ૧૯૦ બાળવાનું ન મળે તો અગ્નિની માફક તૈજસ્ ટકતો નથી, માટે બળતણ જેવા આહારના ત્યાગ
રૂપ તપસ્યાનું સેવન કરી આત્માને નિર્મળ કરો !