Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩
આ રીતિએ નવપદનું આરાધન થાય ત્યાં સુધી તે દ્રવ્ય આરાધન છે, પણ એ આરાધને જ્યારે આત્મકલ્યાણ માટે છે એમ સમજાય ને તેમ થાય ત્યારે તે ભાવ આરાધન ગણાય. પરમેષ્ઠિમાં દર્શનાદિ ચાર પદને કેમ ન ગણ્યા?
શ્રી નવપદજીના ગુણો જાણીએ નહીં ત્યાં સુધી વાસ્તવિક ઉલ્લાસ આવે નહીં, અને વાસ્તવિક ઉલ્લાસ ન આવે ત્યાં સુધી આરાધના (આરાધનાની ક્રિયા) ભાવસ્વરૂપ કહેવાય નહીં. માટે જ વ્યાખ્યાતા મહર્ષિ મુખ્યત્વે નવપદજીના ગુણો વર્ણવે છે. આપણે એ જોઈ ગયા કે નવપદમાં, દેવતત્ત્વમાં અરિહંત તથા સિદ્ધને ગણાવ્યા, તથા ગુરુતત્ત્વમાં આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુને ગણાવ્યા અને ધર્મતત્ત્વમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને ગણાવ્યા છે, પરમેષ્ઠિમાં પ્રથમના પાંચ જ ગણાવ્યા છે જ્યારે આરાધ્ય નવે પદ છે, તો સહજ શંકાને સ્થાન છે કે પાછળનાં ચાર પદોને તે નવકારમાં કેમ ન ગણ્યાં? પ્રથમનાં પાંચ પદો પરસ્પર ભિન્ન છે, પણ છેલ્લાં ચાર પદો એ પાંચે પદમાંના એક પણ પદથી ભિન્ન નથી. અરિહંતથી સિદ્ધ ભિન્ન છે, સિદ્ધથી આચાર્ય ભિન્ન છે, આચાર્યથી ઉપાધ્યાય ભિન્ન છે, ઉપાધ્યાયથી સાધુ ભિન્ન છે, પણ દર્શનાદિ ગુણો પાંચમાંથી એકેથી પણ ભિન્ન નથી. જો એ ભિન્ન હોત તો પરમેષ્ઠિને આરાધવાનું રહેતું નહીં. સાધુમાં ઉપાધ્યાયપણું, આચાર્યપણું, સિદ્ધપણું કે અરિહંતપણું નથી, છતાં એ સાધુપણું છે તે આરાધ્ય છે, ને તે સાધુપણું દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપ એ પદથી ભિન્ન નથી માટે જ આરાધ્ય છે !!! પ્રથમ પાંચ પદો (પરમેષ્ઠિ પદો) નું આરાધન એ કારણ છે, જ્યારે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર કાર્ય છે, અરિહંતાદિ પદ પંચકની આરાધનાથી મેળવવાનું શું ? દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ !! આથી જ્યાં શ્રી અરિહંત દેવનાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, વિહાર, નિર્વાણ થયાં હોય ત્યાં (તે તીર્થભૂમિમાં) દર્શન, યાત્રા, સેવાપૂજા કરવાનું ખાસ વિધાન છે. વસ્તુસ્થિતિ વિચાર્યા વિના ગોથું ખાય ત્યાં ઉપાય શો?
તેમનાં દર્શનાદિથી સમ્યકત્વ ન હોય તો પ્રાપ્ત થાય, હોય તો નિર્મળ (વિશુદ્ધ) અને સુદઢ થાય એ કારણથી દર્શન વિધાન છે. પ્રભુની સેવાપૂજાદિ અનુષ્ઠાનો સમ્યકત્વની પ્રાપ્તિ, અને સ્થિરીકરણ માટે જ છે. તીર્થકરના આગમની આરાધના સજ્ઞાન માટે જ છે. પદાર્થમાત્રને કેવલજ્ઞાનથી જાણીને પ્રથમ તેના પ્રરૂપક પ્રભુ પોતે જ છે. જ્ઞાનની મૂળ જડ શ્રી તીર્થંકર છે. તેમના વચનો દ્વારાએ (આગમદ્વારાએ) જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. સાધ્ય તો કેવળજ્ઞાન છે એ વાત ખરી, પણ આત્માના બોધ માટે, જગતના ઉપકાર માટે, એક અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન ઊંચા પદે છે, અર્થાત્ અધિક સામર્થ્યવાનું છે. તેથી જ શાસ્ત્રકારોએ શ્રુતજ્ઞાનને મોટામાં મોટું જ્ઞાન કહ્યું છે. મુંગાએ ખાધેલા ગોળ જેવું કેવળજ્ઞાન છે, અર્થાત્ ગોળ ખાવાથી મેળવેલો સ્વાદ મુંગો પોતે જાણી શકે છે પણ જગતને જણાવી શકતો નથી, તેવી રીતે લોકાલોકના પદાર્થો કેવળજ્ઞાનથી જણાય છે પણ શ્રુતજ્ઞાન વગર તે જણાવવામાં નિરૂપયોગી છે, અર્થાત્ જગતને જણાવી શકાતા નથી, સ્વ-પર સ્વરૂપને બતાવનારતો શ્રુતજ્ઞાન જ છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ પણ શ્રુતજ્ઞાન જ બતાવે છે. આ શ્રુતજ્ઞાન, યાવત્ કેવળજ્ઞાન પણ પામવાનું