Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩ મોક્ષમાં સુખ શી રીતે માનવું !
કેટલાકો એમ વિચારે છે કે મોક્ષમાં નથી ખાવા પીવાનું કે નથી હરવા ફરવાનું તો પછી ત્યાં જઈને શું કરવું ? આવાઓને મોક્ષના સુખનો તથા સંસારના દુઃખનો ખ્યાલ છે એમ કોણ કહેશે! જેને ખસ થઈ હોય તે છોકરો, પોતાને માબાપ વિગેરે ખણવા નહિ દે તેમ ચોરીથી ખણવા માટે પણ નજરથી દૂર થાય એવું ઈચ્છે છે અને તે વખતે માબાપ પણ ગમતા નથી. ખણવામાં જો મોજ મનાય છે તો નવેસર ખસ ઉત્પન્ન થાય તેવી દવા પીવા કોઈ તૈયાર છે? ના ! દવા તો ખસવાળો પણ ખસ મટાડવાની જ માગે છે. ખસ ન હોય તો ખસ કરવાની અથવા થયેલી ખસને ખણવાની મોજ માટે કાયમ રાખવાની દવા કોઈ માંગતું નથી. દવા કરવાથી ખસ જશે એટલે ખણવાની મોજ જશે એમ તો કોઈ મૂર્ખ પણ વિચારતો નથી. જડમૂળમાંથી ખસ કાઢવા ખસ-નાશક દવા ન પીવાની મૂર્ખાઈ કોઈ પણ કરતો નથી ! તેવી રીતે જેઓ એમ કહેતા હોય કે “મોક્ષમાં શું સુખ? ખાવું પીવું કાંઈયે છે ?' આવું બોલનારાએ ખાનપાનાદિ શું છે તેની તપાસ કરી ? જો ખાવામાં જ સુખ હોય તો “ખા-ખા” કેમ કરતા નથી ? શેર, બશેર, પાંચશેર ખાઈને પણ અટકવું કેમ પડે છે ? માનવું જ પડશે કે ખાવામાં સુખ નથી. ખાવામાં જે સુખ ભાસે છે તે ખાડો પૂરવા પૂરતું છે. ભૂખ લાગી એ દુઃખ ઊભું થયું. ભૂખનું દુઃખ દૂર કરવું એનું નામ સુખ, વસ્તુતઃ એ સુખ નથી હવે જ્યાં ખાડો પડે જ નહિ ત્યાં દુઃખ જ ક્યાં છે ? એટલે દુઃખને કાઢવા-હડસેલવા રૂપ કલ્પિત સુખ એને ક્યાં લેવું છે ? પીવામાં પણ એ જ પરિસ્થિતિ! ગળું સુકું હતું, અંદર ગરમી હતી ત્યાં સુધી જ પીવાનું સુખ પછી પીતાં પણ અટકવું જ પડે છે. મોક્ષમાં ન ભૂખ, ન તૃષા ! ઓઢવા પહેરવા વિગેરેમાં પણ તેમજ સમજી લેવું. ખસની ચળ ખસેડવી તેનું નામ સુખ ! જેટલી ચળ તેટલું વલુરવું તે સુખ માન્યું, તેવી રીતે જગતમાં પણ તૃષ્ણારૂપ ખસની ચળ મટાડવા તેટલું તેટલું મેળવવાના ધમપછાડામાં સુખ માનવામાં આવે છે, પણ તેથી સુખ કયાં છે ? એ સુખ જ ભાવિના ભયંકર દુઃખ લાવવા માટે છે. ખસવાળાએ જો ખમ્યું તો ખણવાની ક્ષણવારની મોજ તો માણી પણ પછી બળવાનું, ચળ વધુ આવવાની, વધુ ખણજ ખણવાનું, લોહી નીકળવાનું અને જરૂર ઘારાં તથા ચાંદા પડવાનાં ! અને પછી એની દવા મળવી મુશ્કેલ !! તેવી રીતે મનુષ્યભવમાં વિષયોમાં હાલવાથી ઘારાં પડવાનાં તે કયાં ? નર્ક અને તિર્યંચગતિની પ્રાપ્તિરૂપ ઘારાં પડશે ! તે ક્યારે મટે? એની દવા શી? કેમકે મનુષ્યગતિ સિવાય કોઈ પણ ગતિમાં દુર્ગતિરૂપ ઘારાં રૂઝાવવાનું બીજું સ્થાન નથી, કારણકે વસ્તુતઃ ધર્મ રૂપ દવા મનુષ્ય ગતિમાં મળે છે. • દુર્લભતા અને સુલભતા.
સુહો હનુ માથુ ભવે' મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. અહીં કોઈ શંકા કરે છે ત્યારે શું દેવનો ભવ મળવો રહેલો છે ? દેવનો ભવ તો મનુષ્ય ભવ માટેની પુણ્યાઈ કરતાં કંઇક ગુણી અધિક પુણ્યા હોય ત્યારે જ મળે છે. શ્રી તીર્થકરો, ગણધરો વિગેરે ઉપદેષ્ટાઓ મનુષ્ય ભવ પામેલા હતા અને તેથી સૌ પોત પોતાનું વખાણે છે, અર્થાત્ તેથી જ મનુષ્ય ભવ દુર્લભ કહ્યા એવી શંકાઓ શંકાકારો કહે છે. મહાનુભાવ ! દેવતાનો ભાવ વધારે પુણ્યાઇથી મળે તે વાત ખરી પણ મનુષ્યભવને વખાણવાનું કારણ કયું છે તે સમજો ! પુણ્યોદયની દૃષ્ટિએ એની પ્રશંસા નથી, એની દુર્લભતા તે માટે નથી કહી - પણ ધર્મસાધન એ મનુષ્યભવનો જીવનસિદ્ધ હક છે. જ્યારે અન્યગતિમાં ધર્મ સાધનનો વસ્તુતઃ હિક નથી એ જ કારણે “કુહો હનુમાપુ ભવે' એમ કહેવું પડ્યું. અન્ય ગતિના જીવો ધારે તો પણ