Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૮૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩
પ્રવૃત્તિ શરૂ થાય. અર્થાત્ શાસન સંચાલક ગણધરોની સ્થાપના, અને સાથે સાથે દ્વાદશાંગી તથા સાધુ સાધ્વી-શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના.
તીર્થંકરો તીર્થ સ્થાપે નહીં ત્યાં સુધી ન તો ગુરુતત્વ અને ન તો ધર્મતત્વ. આ બે મહાન તત્વમાંનું એકે તત્વ હોતું નથી.
શ્રી ઋષભદેવજી પહેલાં દેવ-કે ગુરુતત્વ હોતું જ નહીં. આ ઉપરથી એક નિયમ થયો કે દેવની ઉત્પતિ વગર ગુરુ-ધર્મ તત્વોનો સૃષ્ટિમાં સદ્દભાવ હોતો જ નથી. અને દેવો ગુરુતત્વ તથા ધર્મતત્વને પ્રગટાવે છે. એટલે એક દેવ દીપક અનેક દીપકો પ્રગટાવી શકે છે.
કલ્યાણ કુંચી.
દરેક તત્વની માન્યતા અને મતની મશહુરતા દેવના નામે ચઢે તેનું કારણ એ જ છે કે પહેલી હયાતિ ધર્મ તથા ગુરુતત્વની હોતી નથી, ધર્મની સિદ્ધિ, તે ધર્મમાં રહેલી વિશિષ્ટતા, તે ધર્મમાં રહેલી લાભહાનિ વિચારવા પહેલાં પ્રથમ તકે તે તે ધર્મના સંચાલક-ઉત્પાદક તરીકે તે ધર્મનું દેવ તત્વ વિચારવા લાયક અને તેથી જ જૈન શાસનના શણગાર રૂપ ચૌદશો ચુમ્માલીશ ગ્રંથોની રચના કરનાર મહર્ષિ અહીં પ્રથમ દેવાધિદેવ એવા મહાદેવ અષ્ટકમાં દેવ તત્વની વિચારણા કરે છે, અને તેઓશ્રી એવાં અનુપમ લક્ષણનું નિરૂપણ કરે છે કે તે નિર્દુષ્ટ લક્ષણ દ્વારાએ લક્ષ્યને લેવાની, ઓળખવાની, સેવવાની અને તેમના પગલે યથાશક્તિ સમગ્ર જીવન સમર્પણ કરવાની કલ્યાણકુંચી બતાવે છે તે
વિચારીએ.
વધુ શું કર્યું ?
દેવે કહ્યું કે કર્યું ? એ પ્રશ્નને અત્રે પ્રથમ અવકાશ છે. બિન પન્નતં એટલે શું ? સભામાંથીકેવળીઓએ કહેલો ધર્મ ! કરેલો ધર્મ નહિ-એમ કહી શકીએ ખરાં કે નહિ ?
ના, જી. (સભામાંથી.) તમે સર્વ જાણો છો કે ધર્મની વિશિષ્ટ આચરણા કર્યા વગર કેવળજ્ઞાની થવાતું નથી, સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રની યથાસ્થિત આરાધના કર્યા વગર કોઇ પણ કેવળી થઇ ગયા, થશે અગર થાય છે એવું તો બન્યું નથી બનતું નથી અને બનશે પણ નહિં જ.
કેવળીનો કરેલો=બનાવેલો ધર્મ એ પણ કહી શકતાં નથી તેમજ કેવળીએ કહેલો એ પણ કહી શકતાં નથી ત્યારે શંકા થશે કે કહેવું શું ?
કરેલો એટલે બનાવેલો કહેવામાં અડચણ તે, અને “કહેલો” કહેવામાં પણ અડચણ છે પણ એ ‘કરેલો’ અગર ‘કહેલો’ એ બે શબ્દોનું ઊંડું રહસ્ય સમજાય અને લક્ષ્ય પૂર્વક બોલાય તો તે બે શબ્દો ઉચ્ચારવામાં વાંધો નથી. આ વાતનો ખુલાસો આગળ પર વિસ્તારથી થવાનો છે એટલે આપણે તે આગળ વિચારીશું. કેવળીના થવા પહેલાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આદિ સેવનથી પાપ થતું હતું કે નહિ ? ક્રોધાદિ કષાયો કરવાથી પાપ બંધાતું હતું કે નહિ ? તેમજ કેવળીના