Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૮૮
તા. ૨૨-૬-૩૩
શ્રી સિદ્ધચક્ર પાર્શ્વનાથાય નમ:
* શ્રી “આગમોદ્ધારકની અમોઘ દેશના.”
શમરસનો હેતો ઝરો
[નોંધ:-શ્રી છાયાપુરી મધેના ઉપાશ્રયમાં જયેષ્ઠ માસની પંચમીના દિવસે પ્રાતઃસ્મરણીય શાસનપ્રભાવક શાસન સંરક્ષક તીર્થોદ્ધારક શૈલાણા નરેશ પ્રતિબોધક સકળશાસ્ત્ર પારંગત આગમજ્ઞાનદાતા આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ દેશનાનું અવતરણ સારભૂત રોચક અને મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ આવિર્ભાવ કરનાર હોવાથી અત્રે અપાય છે................તંત્રી]
ભાવદયાની ભાગોળમાં ભવ્યાત્માઓ !!! નિર્વેદના નિસાસામાં સંવેગના સૂરની ગેરહાજરી !!!
. ભવભ્રમણનું મુખ્ય કારણ ! ! ! જ્ઞાનની પરિપાક દશામાં સમતાનો સાક્ષાત્કાર !!! ભાવદયા વગર ભગવંતનું શાસન જાલ્પગાર ઠરે છે !!!
મોક્ષ કબાલાના સાટે દયાળુઓનાં દાન !!
દીધા વગર મનગમતું મેળવી આપનાર !!! વિશ્વાસપાત્ર જૈનકુળમાં વૃદ્ધિ પામેલો વિશ્વાસઘાત.
विकल्प विषयोत्तीर्णः, स्वभावालंबनः सदा।
ज्ञानस्य परिपाकोयः, सशमः परिकीर्तितः॥१॥ નિત્યતાનું કારણ.
શાસનપ્રભાવક ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજજી જ્ઞાનસાર નામના પ્રકરણને કરતાં થકાં અનેક વખત સૂચવી ગયા કે આ જીવ અનાદિથી રખડયો છે, રખડવાનું કારણ શું? વગર કારણે રખડતાં હોય તો રખડપટ્ટી દૂર કરવા સંબંધીનો વિચાર નકામો છે. જે વસ્તુ અવશ્યમેવ બનવાવાળી હોય તેનો નાશ થતો નથી, પણ જે વસ્તુ અમુક કારણથી બનવાવાળી હોય તેનો જ નાશ થઈ શકે છે. જે વસ્તુ કારણ વગર બનવાવાળી હોય તેનો નાશ ત્રણ કાળમાં થઈ શકતો જ નથી!!!