Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૮૪
,
,
,
પ્રશ્ન
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ નહિ અર્થાતું તેમની સિદ્ધિથી બીજાઓ સિધ્ધ થઈ શકે તેવી પ્રણાલિકા ચાલતી નથી. તેથી તે વીજળીના ઝબકારા જેવા, કારણ કે વીજળીના ઝબકારાનો પણ પ્રકાશ તો થાય પણ તે બીજા દીપક કરવામાં ઉપયોગી ન નીવડે એટલે તે કેવળજ્ઞાન પામીને બીજાને પમાડે તેવી જોગવાઈ કરવાની શક્તિ તેઓમાં નથી.
અતીર્થસિદ્ધ ઉપદેશ દે કે નહિ ? સમાધાન - ના, તીર્થ સ્થાપના વગર ઉપદેશની રીતિનીતિ હોતી નથી. પ્રશ્ન - તીર્થંકરો ઉપદેશ વગર સ્વયંબળે દીક્ષા લે છે પણ લોકાંતિકો આવે છે તેનું શું? સમાધાન - શેઠે ચાલવા માંડયું અને નોકરે કહ્યું કે “પધારો ! અગર પધાર્યા”! ! ! તેના જેવું
છે. જેમાં તમારે ઘેર મહેમાન આવ્યા તે વખતે તમે કહો કે પધારો એવું કહેવા ઉપરથી નોકરના કહેવા માત્રથી શેઠ અને તમારા કહેવા માત્રથી મેહમાન પધાર્યા નથી. તેવી જ રીતે સ્વયંજ્ઞાનબળે ઘરમાંથી નીકળવાની તૈયારી વખતે જ લોકાંતિકદેવો પોતાનો કલ્પ ફક્ત સાચવે છે. અર્થાત્ લોકાંતિક કહે તો જ ભગવાન દીક્ષા લે એવું નથી જ.
“પુવુિં તે” પૂર્વે તે ભગવાનને અનુત્તર શાન હતું અને હમણાં પણ છે. અને રહેશે બબ્બે તેથી પણ વધશે. આથી જ શાસ્ત્રકારો કહે છે કે તીર્થકરોને પોતાને પોતાની મેળે જ કરવું જ પડે છે અર્થાત્ સ્વશક્તિથી સ્વાલંબનથી જ તીર્થકરો કૈવલ્ય દશા પ્રાપ્ત કરે છે.
ગાઢ અંધકાર વખતે સ્પર્શ-રસ ગંધ અને શબ્દ એ ચારે વિષય કરવાની તાકાત ઈદ્રિયોની છે. પાંચમી ઇંદ્રિય ચક્ષુ હયાત છે. પણ અંધકારના પ્રબળ પ્રભાવે રૂપનો સાક્ષાત્કાર તે ઉપર્યુક્ત ઇંદ્રિય કરી શકતી નથી. તેવી રીતે પાંચ રસની પૂરી મજા હોય સૃષ્ટિમાં સર્વ પદાર્થોની હયાતિ હોય છતાં પણ તીર્થકરોની ઉત્પત્તિ સિવાયના બીજા કોઈપણ પદાર્થને પદાર્થના સ્વરૂપમાં જાણી શકતા જ નથી. આત્મિક દૃષ્ટિએ
ત્રણ પલ્યોપમના આયુષ્ય ઘટી ઘટીને ઘટી ગયાં એટલે તીર્થંકરો જમ્યા, યુગલા ધર્મ વિચ્છેદ થવાની તૈયારીમાં તીર્થકરો જન્મ્યા, રસ ગંધ સ્પર્શદિ વિષયમાં દિનપ્રતિદિન ઓછાશ થવાની તૈયારીમાં તીર્થકરો જન્મ્યા, મન માગ્યું આપનાર કલ્પવૃક્ષો પણ અદશ્ય થયા અને તે વખતે તીર્થકરોના પગલાં થયાં. ખરેખરે ! ઉંડાણથી વિચાર ન કરો તો તમે તરત કહેવાને લલચાશો કે તીર્થકરો સુખ સાહ્યબીના સંપૂર્ણ સાધનોની ગેરહાજરીમાં જન્મ્યા ! ! ! બલ્બ દુઃખને પગલે તીર્થકરો જમ્યા ! ! !
આવું કહેતાં પહેલાં આંધળાનું દ્રષ્ટાંત અહીં બંધ બેસતું થશે કારણકે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયો મોજુદ છે પણ આંખ વગર આંધળાને જેમ પોતાની જીંદગી ઝેર જેવી લાગે છે તેવી જ રીતે દુનિયાની સામગ્રી ભરપટ્ટે હોય છતાં સમજુ માણસો જાણતા હતા કે વિવેકરૂપી નેત્ર ન મળે તો અઢાર ક્રોડા ક્રોડ સાગરોપમનો કાળ એ બધો અંધાપો. આંધળાનો અંધાપો અને તેને અંગે તેનો બળાપો. આપણી દૃષ્ટિએ વિચારશો તો માલમ પડશે કે આંખ વગરનું જીવન અકારું છે તેવી જ રીતે આત્મિક દૃષ્ટિએ વિચારશો તો માલમ પડશે કે દેવતાનો ભવ એ પણ આત્મશક્તિના આવિર્ભાવ માટે અંધાપા રૂપ છે.
(અપૂર્ણ)