Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૮૧
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૬-૩૩
ઉપદેશ વગર પૂર્વે કહેલાં પાપો રોકાતા હતાં કે નહિ અગર સંજોગવશાત્ રોકવાનો ઉદ્યમ થતો હતો કે નહિ? કહેવું પડશે કે પૂર્વે (કેવળીના પહેલા) પાપ બંધાતા હતા અને તે પાપ છૂટવાના સાધનોનું સેવન પણ થતું હતું. જો પાપનું થયું અને પાપનું રોકાવું તો પ્રથમ પણ હતું તો તીર્થંકરોએ વધુ શું કર્યું ? જેમ કાયદો બંધાયા પછી કાયદા વિરુદ્ધ જનારને ગુનેગાર ગણવા અને કાયદાને માન આપનારને શાબાશી અને શિરપાવ આપવો એ વ્યાજબી ગણાય તેવી રીતે જીનેશ્વર મહારાજના સિદ્ધાંતની હયાતિમાં થયેલાં પાપ ગુનાઓ તે પાપ ગણવા અને તેથી તે જ ગુનેગારો પાપી છે તે સિવાયના ગુનેગારો નહિ; તેમજ જીનપ્રણિત સિદ્ધાંતો પ્રરૂપાયા પછી જે સેવન કરે તે ધન્યવાદને પાત્ર અને તેઓ જ પુણ્ય મેળવી શકે અને નિર્જરા કરી શકે પણ જિનેશ્વર સિદ્ધાંતના વિરહ કાળમાં કરેલાં પુણ્ય પાપ અગર નિર્જરા પામવાના કાર્યો તે હિસાબમાં ન ગણવા એમ તો તમે માનતા નથી. બલ્કે તીર્થંકર દેવ વિદ્યમાન હોય કે ન પણ હોય તો પણ જાણતા અજાણતા સેવેલાં હિંસાદિ પાપો તે પુણ્યરૂપ કોઇ કાળમાં થયા નથી થતા નથી અને થશે નહિં એવું સર્વ કાળ માટે એક સરખો સિદ્ધાંત છે તો તીર્થંકરોએ તીર્થ સ્થાપીને કર્યું શું ???
કારણ તીર્થંકર તીર્થ સ્થાપીને એમ કહેતા નથી કે પહેલાં જેણે હિંસા કરી તેને હિંસાના પાપની ફિકર નથી. હવે કરશે તેને જ પાપ લાગશે એવું તો તેઓ કહેતા નથી. જેમ નાતવાળા એક કાયદો કરે અને જાહેર કરે કે આજદીન સુધી જેટલા ગુના થયા તે બધા માફ હવે આ કાયદા વિરૂદ્ધ કરશે તે ગુનેગાર ગણાશે તેવી રીતે આ શાસનમાં નથી તો પછી તીર્થંકરોએ સિદ્ધાંતની પ્રરૂપણા કરીને વધુ શું કર્યું !!!
સિદ્ધાંતને વ્યવહારુ બનાવો ! ! !
જીનેશ્વરદેવોની ઉત્પત્તિના પહેલા કાળમાં પણ હિંસામાં પાપ હતું અને પાપનું રોકાણ પણ હતું તો પછી જીનેશ્વરોએ કર્યું શું ? એ પ્રશ્નના સમાધાનમાં સમજવું જરૂરી છે કે લાખ રૂપિયાનો હીરો અંધારામાં પડયો હતો કોઇએ દેખ્યો નથી ! અજવાળાનો આવિર્ભાવ થતાં બધાએ હીરો દેખ્યો !! અજવાળાએ હીરો દેખાડયો છે પણ બનાવ્યો નથી. વસ્તુતઃ અજવાળું હાથ ઝાલીને હીરો દેખાડતું નથી. પણ અજવાળાના અવલંબનથી અવની પર પડેલો હીરો દેખી શક્યા. અત્યાર સુધી જે પ્રવૃત્તિ થતી હતી, તે પ્રવૃત્તિને જોશભેર કરનારાંઓ પણ જાણતા નહોતા કે આ પ્રવૃત્તિથી પાપ થાય છે કે પુણ્ય ! આ પ્રવૃત્તિથી કર્મ બંધાય છે કે કર્મ રોકાય છે ? આ ઉપરથી એ માનવું પડશે કે પાપને પાપ તરીકે માનવું સ્વીકરાવું અને તે પાપ હેય કોટીમાં હોવાથી તે પાપથી વિરામ પામવાના પૂનિત માર્ગે આવવાનું મન થવું, સંવર-નિર્જરાદિ કાર્યોને તે સ્વરૂપે માનવા અને સ્વીકારવા તે તીર્થંકરદેવોના ઉપદેશ રૂપ અજવાળા વગર સત્ય પદાર્થોની સેવના બની શકે જ નહીં. સાપ, વીંછી અને નોળીયા પડેલા હોય છતાં કોઇ દેખી શકતું નથી પણ કોઇ દીપક કરે અને તે દીપકના અજવાળાથી સાપ-વીંછી નોળીઆ વિગેરે ઝેરી જાનવરો દેખાય. અર્થાત્ દીપકના અજવાળાએ સાપ વિગેરે ઝેરી જાનવરો દેખાડયા આથી દીપકના અજવાળાનો એટલે દીપકના કરનારનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો જ છે.
જગતભરમાં સ્વભાવે મોક્ષના કારણો અને સંસારના કારણો નિયમીત હતાં છતાં જીનેશ્વર જાહેર કર્યો આથી જ જિનેશ્વરોનાં કથનને ‘બિન પન્નતં’ કહીએ છીએ.