Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ - અસ્તુઃ ચાલો તેના વિયોગને નહીં સહી શકતો એવો હું કોઈ પણ સ્થાને પ્રેમને ને પામ્યો એટલે કંઈ પણ કાર્યની અંદર પ્રીતિ થતી નહીં એ પ્રમાણે દુઃખમાં રહેતા કેટલા દિવસ વીતી ગયા બાદ ચાર ચારણ મુનિઓ ગંધાર પર્વતની ગુફામાં ચોમાસું રહ્યા છે તે સમાચાર સાંભળી મિત્ર વિયોગથી દુઃખી હોવા છતાં પણ હું આનંદિત થયો, કારણ કે મુનિઓ દુઃખથી પિડીત થયેલ આત્માઓને શાંતિ આપનારા હોય છે.
તે પછી જલદી મુનિ પાસે જઈ વંદન કરી યથાયોગ્ય સ્થાને બેઠો મુનિરાજે પણ ધર્મલાભ આપ વૈરાગ્યકારી સમ્યકત્વ ઉપાર્જન કર્યું, ત્યારબાદ ચાતુર્માસમાં હું નિત્યે મુનિની પાસે જઇ ધર્મ સાંભળતો હતો. મુનિને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ
એક દિવસ હું પ્રાત:કાળે મુનિને વાંદવા અર્થે કિંચિત્ અંધકારના સમયે જતો હતો. માર્ગની અંદર અસંભવિત ચકચકાટ ઉદ્યોત (પ્રકાશ) થતો જોયો કર્મે જયધ્વનિ સાંભળી આશ્ચર્યસહિત જેટલામાં ગુફા સમીપે પહોંચવા આવ્યો તેવામાં પુષ્પની વૃષ્ટિ થતી જોઈ. I ! જોયા બાદ નિશ્ચય કર્યો કે મુનિને કૈવલ્યજ્ઞાન થયું છે પછી રત્નસિંહાસન ઉપર વિરાજમાન થયેલ કેવલિ ભગવાનની પાસે જઈ વંદન કર્યું યથાયોગ્ય સ્થાને બેઠા પછી મેં ભગવંતને પુછયું કે હે ભગવન મારો મિત્ર (વિભાવસુ) મરીને કયાં ઉત્પન્ન થયો હશે ? તથા મારો એના પર શા કારણે અત્યંત સ્નેહ હતો ?
ત્યારે કેવળી ભગવાને કહ્યું. “તે મરીને આ જ નગરમાં ઉષદત્ત નામના ધોબીની મધુપિંગલા નામની કૂતરીની કુ કુતરા તરીકે ઉત્પન્ન થયો છે. ને તે હાલ સંમર્દની નામની નદીના કાંઠે ગધેડાના પગથી પ્રહાર કરાયેલો ને ભૂખ્યો દુઃખ ભોગવે છે. તમારેને એને પ્રેમનું કારણ આ પ્રમાણે છે. ભાવાત્તરમાં તમે પુષ્પપુર નગરમાં કુસુમસાર નામે શેઠ હતા ને વિભાવસુ તમારી શ્રી કાન્તા નામે પત્ની હતી. મે તમારો પરસ્પર ઘણો પ્રેમ હતો તે પ્રેમ હજી પણ શાંત થતો નથી” એમ કહી કેવળજ્ઞાની મહારાજ મૌન રહયા ત્યારબાદ મેં મિત્ર પણાના સ્નેહને લીધે તે કુતરાને મંગાવી દેખ્યો તે કેવળી ભગવાનના કથન પ્રમાણે જ હતો, તે કુતરો ડોક ઊંચી કરતો ને આંખમાંથી અસારતો હતો તે દેખી મેં કૈવલ્યજ્ઞાની મહારાજને પૂછ્યું કે વિનવું વર્તતે આ શું છે.
ત્યારે કેવળીભગવાને કહ્યું કે એ પૂર્વનો સ્નેહ છે. પછી મેં પૂછ્યું કે ભગવાન ક્યા કાર્યનો આ વિપાક હશે ? કેવળી મહારાજાએ કહ્યું કે એ જાતિમદનાં વિપાક છે. તે આ પ્રમાણે