Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
उ७४
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ આચાર્ય મહારાજે કહેલું પોતાનું વૃત્તાંત.
અસ્તુ ચાલો હવે રાજાના પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય મહારાજે કહ્યું કે હે રાજન્ આ સંસાર આખોએ નિર્વેદનું કારણ છે. આ સંસારની અંદર દુર્લભમાં દુર્લભ મનુષ્યજન્મ છે તે દુર્લભ મનુષ્યજન્મ પામી ધર્મની આરાધના ન કરતાં ભોગની સામગ્રીમાં રાચા માચ્યા રહેવું. એ સજ્જનોને કોઇપણ રીતિએ યુક્ત નથી એટલા જ માટે મેં આ ચારિત્ર અંગીકાર્યું છે તેમાં કોઈપણ ચાહ્ય નિમિત્ત આશ્રી, લીધું હોય તો પણ આ સંસારમાં એવી કોઈ ચીજ નથી કે જેને જોઈ વૈરાગ્ય ન થાય, નિર્વેદ એટલે શું? એ સમજવું પડશે ને ? નિર્વેદ એટલે વૈરાગ્ય તે વૈરાગ્ય ત્રણ પ્રકારે. ૧. દુઃખગર્ભિત. ૨. મોહગર્ભિત ને ત્રીજો ૩. જ્ઞાનગર્ભિત કોને કહેવાય ? દુઃખથી પીડાઈને ચારિત્ર પાલન કરવાની બુદ્ધિઓ નહીં પણ આ દુઃખમાંથી મુક્ત થવા ચારિત્ર અંગિકાર કરી લે પણ ભાવના તો એ જ કે થોડા કાળથી પછી ચારિત્ર મૂકી ઘેર આવતા રહીશું જેમ ઐતાર્ય મુનિની હત્યા કરનાર સોની. શ્રેણીક રાજા જૈન ધર્મનો રાગી હોવાથી હું જો ચારિત્ર લઈ લઉં તો રાજા મારા કુટુંબને મારું નહીં.” એમ વિચારી ચારિત્ર લીધું પણ કાંઈ તે વખતે સંસાર ખોટો છે ને આ ચારિત્રને હીતકારી છે એ વિચારે ચારિત્ર નહીં લીધેલું ત્યારે તે વખતે (ચારિત્ર અંગિકાર કરતી વખતે) અને (સોનીને) દુઃખગર્ભિત વૈરાગ્ય પછી સરૂની ઉપાસનાથી તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયો; ત્યારે આનું નામ દુઃખગર્ભિત પણ આજકાલના નવયુવકો જે વ્યાખ્યા બાંધે છે કે – બૈરી ન મળી ને દીક્ષા લીધી પૈસા કમાવવાની તાકાત નહોતી માટે દીક્ષા લીધી. ઇત્યાદિક બાહ્ય નિમિત્ત દેખી એ દુઃખગર્ભિત વૈરાગ્ય કહી દે છે. પણ એમને સમજવું જોઈએ કે, ચાહા તેવા બાહ્ય નિમિત્ત પામીને આત્મકલ્યાણની બુદ્ધિએ કર્મક્ષયને માટે ગ્રહણ કારાયેલ દીક્ષા જ્ઞાનગર્ભિત વૈરાગ્યયુક્ત જ કહેવામાં વાંધો નથી. આચાર્ય દેવે પોતાનું ચરિત્ર કહેવા પ્રારંભ કર્યો.
હે રાજનું આ મહાવિદેહ ક્ષેત્રમાં આ વિજ્યમાં ગંધાર નામનો દેશ છે. તે દેશમાં ગંધાર નામનું નગર છે તે નગરમાં હું રહેતો હતો. વળી તે જ નગરમાં સોમવસુ નામનો પુરોહિત રહે છે તેને વિભાવસુ નામનો પુત્ર છે ને વિભાવસુ મારો મિત્ર હતો તેના ઉપર મારો એટલો બધો સ્નેહ હતો કે એના વિના એક ક્ષણભર પણ રહી શકતો નહિ. મિત્રનું મરણ ને રાજાને થયેલ વૈરાગ્ય
એક દિવસ તે વિભાવને અસાધ્ય રોગ ઉત્પન્ન થયો. અનેક ઉપચાર કર્યા છતાં પણ તે રોગ શાંતિને ન પામ્યો. ને તે રોગના નિમિત્તે મારો મિત્ર વિભાવસુ મરણને શરણ થઈ ગયો. મહાનુભવો. આ સ્થળે આપણે વિચારવાનું કે જે મિત્ર જેના વિના એક ક્ષણભર પણ રહી શકતો નહોતો અને સંકટમાં પણ પ્રાણ સમર્પવા સુધીની ભીડ ભરતો હતો તે જ મિત્ર મરણને વશ થતાં પણ અટકાવી શકે નહિ તે નિઃસંદેહ વાત છે.