Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૭૨ ::
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ સોમદેવ નામના પુરોહિતને તપોવનમાં મોકલ્યો. તે પણ ત્યાં જઈને તે (અગ્નિશમ) મુનિને ઘાસના સંસ્મારક ઉપર બેઠેલા જોઈ કહ્યું કે ભગવનું આપનું શરીર ક્ષીણ કેમ દેખાય છે? ત્યારે મુનિએ કહ્યું કે બીજા મુનિ પાસેથી પૂછી લો બ્રાહ્મણ કહે શું? આપના જેવાને પણ આ નગરમાંથી આહાર નથી મળતો? ત્યારે તે મુનિ બોલ્યા કે બરોબર છે. એક ગુણસેન રાજા વિના સર્વે ઘેર મળે છે. બ્રાહ્મણ કહે કે હે ભગવનું તે ધર્મપરાયણ રાજા કદી એવું અકૃત્ય કરે ખરો ત્યારે મુનિએ કહ્યું, મહાન ધર્મિષ્ઠ ગણાતો રૂષિ હત્યા કરનાર રાજા છે.” પછી સોમદેવે પણ મુનિને ક્રોધી જાણી બીજા મુનિને પૂછયું ત્યારે તેમણે કહ્યું કે તે મુનિ રાજા ઉપર કોપાયમાન થયા છે ને તેથી અનશન અંગિકાર કર્યું છે.” આ બધો વૃત્તાંત સોમદેવ પુરોહિતે રાજા પાસે જઈ કહી તે રાજા શુદ્ધ આશયવાલો ખમાવવા માટે યતિને નમસ્કાર કરવા સપરિવાર સાથે આવ્યો ત્યારે કોઈ તાપસે જઈ અગ્નિશર્માને રાજાના આગમનની વાત કહી. અગ્નિશર્માએ પણ પોતાના ગુરુને બોલાવી નિષ્ફર વચનથી કહ્યું કે અકારણ શત્રુ એવા એ રાજાનું મુખ જોવાને અશક્ત છું. માટે કંઈક કહી છેટેથી જ તે પાપરૂપ રાજાને કાઢી મૂકો ગુરુએ તેને કષાયવાલો જાણી મૂકી દઈ (એટલે ત્યાંથી ઊઠી) રાજાની પાસે કુલપતિ આવ્યા. રાજા પણ નમસ્કાર કરી ત્યાં બેઠો. પછી કુલપતિએ કહ્યું કે રાજનું સ્ત્રી પરિવાર સાથે તમારે આટલા સુધી આવવું અનુચિત છે. રાજાએ કહ્યું કે ઋષિઘાતથી વળી વધારે શું અનુચિત છે. કે જેથી જે તે ઉપાયે હું ઋષિને શાંત કરું. અથવા તો કહેવાથી શું? મને તે મુની દેખાડો કે જેથી જેમની પાસે હું પાપ આલોચું ત્યારે કુલપતિએ કહ્યું કે રાજન્ કાંઈ તમારા લીધે આહારનો ત્યાગ મુનીએ કર્યો નથી. પરંતુ છેલ્લી ઘડી હોવાથી ત્યાગ કર્યો છે.
- પૂર્વના તપને તે ઋષિ હમણાં ક્રોધાગ્નિ વડે નાશ કરે છે માટે તમારે ને તેમાંયે સ્ત્રી પરિવાર સહિત જવું યુક્ત નથી. જો તમારે ઘણી જ વેદના કરવાની ઉત્કંઠા હોય તો જાઓ ! પણ જવું ઠીક નથી માટે નગરમાં જઈ ફરી આવજો.” એ પ્રમાણે કુલપતિના આદેશને ગ્રહણ કરી. તે રાજા નમસ્કાર કરી નગરમાં ચાલ્યો ગયો.
અગ્નિશર્માના મનનો ભાવ કોઈક તાપસે રાજાને કહ્યો. રાજા તે સાંભળી વિચાર કરવા લાગ્યો કે અહીં રહેવું યોગ્ય નથી. તાપસનો ભય હોવાથી મારા મૂળ નગરે (એટલે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર) હવે મારે જવું જોઈએ એમ વિચારી મુર્તિઓને બોલાવી મુહૂર્ત બીજા નગરે જવાનું પૂછ્યું ત્યારે મુહૂર્ત બીજા દિવસે સવારનું કહ્યું ત્યારે રાજાએ એકદમ તૈયાર કરી નગરે જવા નીકળ્યો. એક માસમાં પોતાનાં નગરે રાજા પહોંચ્યો. વિજયસેન સૂરી
રાજા આવી સર્વતોભદ્ર નામના મહેલમાં ઊતર્યા તે દિવસે અનેક મુનિથી યુક્ત દ્વાદશ અંગના જાણકાર ચાર જ્ઞાનને ધારણ કરનાર વિજયસેનનામાં સૂરીશ્વરજી પધાર્યા.
* આ બાજ અસ્થાને રહેલ ગુણસેન રાજાએ પ્રસ્તારમાં જ ધર્મવાર્તા કરતો હતો શી ધર્મવાર્તા તે કહે છે કે કોઇએ કોઈ મહામુનિ માર્ગમાં જોયા છે?