Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૭૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ નિમિતે એ દિવસે જે આરંભ સમારંભ કરે એ દરેકનું પાપબંધને હવે આપણે તપ-સંબંધી કાંઈક વિચારીએ પ્રથમ તપ કોને કહેવાય? એકલા ભુખ્યા રહેવા માત્રથી જ તપ ન કહેવાય પણ આત્મકલ્યાણની દૃષ્ટિએ કર્મક્ષયને માટે જ તપ કરવાનો છે. નહિ કે ઐહિક યા આમુર્મિક પૌગલિક પદાર્થની પ્રાપ્તિ માટે. બીજુ અનાદિ કાલથી જે આત્માને આહારની વાસના છે તે વાસના ઘટાડવા માટે અનાદિ કાલથી જે આત્માએ ભવ કર્યા તે ભવોની આદિમાં પ્રથમ સમયે તૈજસ શરીરની ભઠ્ઠી સળગતી હોવાથી આહાર લીધો ને તે આહાર ઠેઠ મરણ પર્યત પણ ચાલુ ને ચાલુ જ રહ્યો ફક્ત વિગ્રહ ગતિમાં એકથી ત્રણ સમય સિવાય આહાર વગરનો હોય છે બાકી એક સમય માત્ર પણ નથી. ત્યારે એ અનાદિકાલની જે આહાર વાસના છે તે ઘટાડવા માટે તપનો આદર કરવો જરૂરી છે. જે તપની અંદર દુર્ગાન થાય તે તપ વસ્તુતઃ નહિ પણ કષ્ટક્રિયા કહેવાય. એ જ વસ્તુ જણાવતાં ન્યાયાચાર્ય ન્યાયવિશારદ શીમદ્ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જ્ઞાનસારમાં જણાવે છેઃ તહેવદિત વાર્થ સુનંયત્ર નોવેત્ | શ્રીયંતે જ યોગા ક્ષત્રિયળ ૨ ૭૩૬ અષ્ટક
અર્થ-તે જ તપ કરવો કે જ્યાં આત્માનેદુર્ગાન-ન થાય, મનવચકાયના યોગો જેમાં ક્ષયન થાય અને ઇન્દ્રિયો જેમાં ક્ષયન પામે. તેવો જ તપ કરવો જોઈએ..
* અસ્તુ. ચાલો આગળ, જેણે નિયાણાથી તપને વેચી દીધું છે એવો તે અગ્નિશર્માઆમ્રવાડીમાં જઈ ત્યાં પથ્થરની શિલા ઉપર બેસી નિયાણાને નિકાચતો દઢ કરતો રાજા ઉપર વારંવાર રોષને સંભારતો ચારે પ્રકારના આહાર (અસન, પાન, ખાદીમ, સ્વાદિમ) નો ત્યાગ કરી રહે છે. એવામાં બીજા તાપસોએ. પ્લાનમુખવાલા-અગ્નિશર્માને પારણું નહીં થવાનું કારણ પૂછયું ત્યારે તાપસે-પૂર્વે માર્ગમાં ચિંતવેલું. સર્વ નિયાણા સબંધી વૃત્તાંત કહ્યું તે સાંભળી તાપસોએ કહ્યું કે તમારા જેવા તપસ્વિજનમાં આ સંભવિત નથી” એમ કહી તેઓએ કુલપતિને આ. સર્વવૃત્તાંત જણાવ્યો. ત્યારબાદ કુલપતિ તે સાંભળી શાંત કરવા આવે છે. રાજાનું નગરે આગમન.
' ' . ' એ પ્રમાણે કુલપતિ અગ્નિશર્માનો ક્રોધ શાંત પાડવા આવે છે. આવ્યા બાદ અગ્નિશર્માને કહ્યું કે આમાં ક્રોધ કરવા જેવું નથી તે તો રાજાનો પ્રમાદ છે. “ત્યારે અગ્નિશર્મા ક્રોધમાં ને ક્રોધમાં બોલ્યો કે આમાં રાજાનોય પ્રમાદ નથી. હું જ એવો મૂર્ખ છું કે-વારંવાર એ જ ઘેર જાઉં છું, એ ઘર જ નિમિત્ત છે. મેં એ ઘરનો આહાર છોડી દીધો છે હવે કંઈ કહેવા જેવું નથી ત્યારે કુલપતિએ કહ્યું, રાજાની ઉપર કોપ કરવો યુક્ત નથી.” ત્યાર બાદ કુલપતિએ પોતાના શિષ્યને બોલાવી તાપસના મકાને અગ્નિશર્માને પહોંચાડ્યો. .
હવે આ બાજુ પુત્ર જન્મોત્સવના આનંદમાં મગ્ન થયેલ રાજાને પારણાનો દિવસ સ્મૃતિમાં આવવાથી તુર્ત પ્રતિહારીને પૂછ્યું. ત્યારે પ્રતિહારે કહ્યું “તપસ્વી તો આવીને પારણું કર્યા વિના જ ચાલ્યા ગયા.” એ સાંભળી રાજા મનમાં ઘણો જ દુઃખી થતો. પોતાનાં મુખને દેખાડવા અશકત તે રાજાએ પોતાના