Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સ્વાભાવિક છે ! !
મુસદાને યેનકેન પ્રકારેણ પસાર કરવાની તાલાવેલીમાં ન્યાય-નીતિને નિહાળાય જ નહિ એ સ્વાભાવિક છે.
સગીરોનું લવલેશ હિત નથી બલ્બ પારાવાર અહિત છે એવું જાહેર પ્રજા અનુભવીને પ્રચંડ પોકાર ચાલુ રાખે તે સ્વાભાવિક છે.
અન્યાયની છુરીથી ન્યાય-નિતિનું છેદન ભેદન કરનાર મુસદો સામે પ્રચંડ વિરોધ ઊઠે તે સ્વાભાવિક છે.
આર્યરાજ્યનીતિને ન છાજે તેવી રીતે ચાયના બહાના હેઠળ અન્યાયનું અવલોકન કરાવનારા રાજ્ય કારભારીઓ તરફ જાહેર પ્રજા હશે તે સ્વાભાવિક છે.
સમિતિનો રિપોર્ટ સર્વાગે ખોટો અને અધુરો હોવા છતાં તેના ભરોસે ભૂલા પડેલાઓની ભયંકર ભૂલ માટે સમગ્ર જનની દયા ખાય તે સ્વાભાવિક છે.
બાળ દીક્ષિતો સિવાય પ્રભુમાર્ગની અવિચ્છિન્ન પ્રણાલિકાને પગભર કરી શકનાર કોઈ નથી એવું જાણ્યા છતાં, સાંભળ્યા છતાં એને અનુભવ્યાં છતાં બાળદીક્ષા દફનાવવા તૈયાર થયેલાઓની પીઠ થાબડનારાઓ ઘોર પાપની ઉપાર્જના કરે તે સ્વાભાવિક છે.
મુસદાની મુર્ખાઈ પર કલ્યાણકાંક્ષી આત્માઓ આંસુ ઢાલે તે પણ સ્વાભાવિક છે.
મુસદાની તરફેણ કરવાવાળા ઘણા છે એવું જાહેર કરતા પહેલાં વિરોધ કરનારાઓની સંખ્યા વિશેષ છે અને એ વિશેષ સંખ્યા જાહેર કરવાથી પાપનો ઘડો જાહેર સૃષ્ટિમાં ફુટી જશે એવી બીકથી બાવરા બનેલાઓ સાચી બિના પ્રગટ ન કરી શકે તે સ્વાભાવિક છે.
અન્યાયની પરંપરાને જન્મ આપનાર જોહુકમી પ્રત્યે પ્રભુમાર્ગના રસિકોની અવિચળ આરાધના અને અડગ આત્મનિર્ણય પ્રત્યે વાસ્તવિક પ્રેમના ઝરણાં ઝરે સ્વાભાવિક છે.
સામુદાયિક કર્મના નિવારÍથે જગતભરને શાંતિ આપવા ઉપવાસાદિક આત્મશુધ્ધિના મહાનું સૂત્રોરૂપ સુધાવૃષ્ટિથી પ્રચંડપુરમાં જડવાદની જવલંત માન્યતાઓ અવશ્યમેવ બુઝાઈ જાય એ સ્વાભાવિક છે.
| દિવ્ય આત્મશક્તિનાં અલૌકિક અજવાળા જડવાદના ગાઢા અંધકારને દૂર કરે એ સ્વાભાવિક છે.
ચંદ્રસા.