Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ મંડવું જોઈએ. તીર્થકરો સંપૂર્ણ જ્ઞાન દર્શન વિતરાગપણું કેવી રીતે મેળવી શક્યા? તે રીતિ ધ્યાનમાં લો આપણે ધર્મ કરવાનો સામાયિક પૌષધ પૂજા પ્રભાવના કરવાના પણ કર્યું ત્યાં સુધી કર્યું અને લગીર સાંસારિક કામ પડયું ત્યાં ખસેડતાં વાર નથી. “નાહ્યા તેટલું પુન્ય, કર્યો તેટલો ધર્મ” આ કથનીમાં જૈન શ્રધ્ધા અને અન્યોની શ્રદ્ધામાં ફરક છે. જૈન શાસનમાં તો ન કર્યો તેટલો અધર્મ અને બીજામાં કર્યો તેટલો ધર્મ પણ ન કર્યો તે સંબંધમાં કંઈ નહિ આત્માને સર્વજ્ઞ પણે વિતરાગ સ્વરૂપપણે માનીએ છીએ તે માન્યા પછી જેટલું પ્રગટ કરીએ તેટલી આપણી ખાત્રી છે. તમે લાખ રૂપિયા ધીર્યા હોય તેમાંથી પચીસ હજાર પત્યા અને પંચોતેર હજાર બાકી રહ્યા તો પચીસ હજાર કમાયા ગણો છો ? શું વટાવ ખાતે જમે કર્યા છે ? ના ત્યારે એના ખાતામાં જમા કર્યા છે ? ત્યારે એના ખાતામાં જમે કરવા પડે. લાખ માંગતા હતા તેમાંથી પચીસ હજાર આવ્યા તો પંચોતેર હજાર રહ્યા તો કઈ રીતે ખાતું ખેંચો છો ! જે લોકો આત્માને જડ સ્વરૂપ માને તેમને જેટલું જ્ઞાન થયું તેટલો લાભમાં, અને વધ્યું નહિ તેની ચિંતા નહિ, પણ તમે તો જ્યોતિ સ્વરૂપ માનનારા જમે કરો પણ ખાતું શાનું ખેંચો ! આવેલી રકમનું કે બાકી રહેલી રકમનું? બાકી રહેલાનું ખેંચાય. તમને નહિ મળેલા ગુણો એ કેમ ખેંચતા નથી, એ લેવા માટે તાલાવેલી કેમ લાગતી નથી? હજુ તમારું લક્ષ્ય સર્વ ગુણવાળો વિતરાગ સ્વરૂપવાળો હું છું એ તરફ દોરાયું જ નથી. તે વિસ કલાક અવિરતિમાં રહ્યા છીએ એ વિચાર આવતો નથી, ખામી દેખો. સો રકમ વ્યાજબી લખી હોય, પણ એક જ રકમ ગેરવ્યાજબી લખી હોય તો સો સીરપાવ પામશો કે એકનો દંડ પામશો? ખોટી એક પણ રકમ ચોપડામાં હોય તે શાહુકારને શોભે નહિ. તેમાં એક પણ સંસારનું કારણ રહે ત્યાં સુધી આ આત્માને શોભે નહિ,” નાહ્યા એટલું પુચ કર્યો તેટલો ધર્મ એ શબ્દ ગોખી ન રાખો. આ શબ્દ આપણે ઘેર ન શોભે. તમારે ઘેર લહેણું બાકી કાઢો આપેલું બારોબાર કાઢો. મારે નથી થયું, નથી મળ્યું એ નુકસાન. તેથી માલમ પડશે કે ચાર શ્રાવકો કાળા મહેલમાં રહ્યા છે છતાં રાજગૃહી નગરીમાં અધર્મિ કેમ ગણાવે છે? પોણી ઓગણીસ વસાની જીવદયા હજી બાકી છે સવા વસો જ થયો છે. આરંભ પરિગ્રહ વિષય કષાય કેટલા મને ડુબાડી રહ્યા છે. તેવાઓ પોતાને અધર્મ ગણાવે તેમાં કંઈ નવાઈ નથી. કથની કરણી ભિન્ન છે ત્યાં જ લીલાના પડદા છે.
પૂર્વે આપણે કથની કરણી વિચારી ગયાં. શ્રી તીર્થંકરદેવના વચન પ્રમાણે ચાલે તે ગુરુ ! શ્રી તીર્થંકરદેવની કથની કરણી એક છે. અન્ય મતમાં ઈશ્વરની કથની કરણીને જુદાં માન્યા છે. જ્યાં કથની તથા કરણી ભિન્ન છે ત્યાં લીલાના પડદા નાંખવા પડે છે. બાળકના નામે જાદવકુળનો બચાવ તેથી જ કરવો પડે છે. શ્રી તીર્થંકરદેવના માર્ગમાં કથની કરણી જુદી નથી. તીર્થકર કરણી કરે, એનું ફલ બેસે ત્યાં સુધી કહે પણ નહિ, પોતાની આચરણા અખતરારૂપ હોય ત્યાં સુધી બોલે નહિ પણ પ્રયોગ સિધ્ધ થયો, કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે જગતને કહે છે કે કર્મક્ષય કરવો