Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ પ્રશ્ન ૩૦૦- પહેલાં પ્રીતિ થાય કે પ્રતીતિ સમાધાન- પહેલાં પ્રીતિ થાય અને પછી પ્રતીતિ થાય છે. પ્રશ્ન ૩૯૧- શ્રધ્ધામાં શક્તિની ખામી ચાલી શકે ? સમાધાન- બિલકુલ નહિ ! હજી આચરણમાં શક્તિની ખામી નભી શકે છે, પણ દેવ, ગુરુ અને
ધર્મ તત્ત્વની શ્રદ્ધામાં શક્તિની ખામી લેશ પણ ચાલી શકે જ નહિ. ' પ્રશ્ન ૩૯૨- શાસ્ત્રમાં અનાર્યનું લક્ષણ કંઈ છે ? સમાધાન- હા, જેને સ્વપ્નમાં “ધર્મ' આવા શબ્દો સાંભળવામાં ન આવે તે અનાર્ય છે એમ
શાસ્ત્રકાર કહે છે. પ્રશ્ન ૩૯૩- ધર્મની કિંમત સમજાણી ક્યારે કહેવાય? સમાધાન- જ્યારે પોતાની ભૂલને મોટું રૂપ અપાય ત્યારે જ ધર્મની કિંમત સમજાણી છે એમ કહી
ન શકાય. પ્રશ્ન ૩૯૪- શ્રી જિનેશ્વરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, પ્રતિ વાસુદેવોના જીવો મનુષ્ય ગતિ તથા
તિર્યંચ ગતિમાંથી આવીને તે તે પદવીધર થઈ શકે છે ? સમાધાન- ના ! તે જીવો દેવલોક અગર નરક ગતિમાંથી જ આવેલા હોય છે. પ્રશ્ન ૩૯૫- કઈ નરકથી નીકળીને ચક્રવર્તી થાય ? સમાધાન- પ્રથમ નરકથી જ નીકળીને ચક્રી થાય છે. પ્રશ્ન ૩૯૬- વાસુદેવ, બળદેવ અને તીર્થકરો કઈ નરકમાંથી નીકળીને થાય ? સમાધાન- વાગ્યમેવર યત્નાન્નિષ્ણ અવતીર્થપહેલાંની બે નરકોમાંથી નીકળીને વાસુદેવ
અને બલદેવ થાય અને પહેલાંની ત્રણ નરકમાંથી નીકળીને તીર્થકર થાય. પ્રશ્ન ૩૯૭- બલદેવ અને ચક્રવર્તિ કયા દેવતા થઈ શકે? સમાધાન- રર્વિથા-સુઝુયુત્વા, ભત્તિ પત્ર વશિr | ચારે પ્રકારના દેવતાઓ બલદેવ ચક્રવર્તિ
થઈ શકે. પ્રશ્ન ૩૯૮- કયા દેવતાઓ તીર્થંકર થઈ શકે ? સમાધાન- નિના વૈનિવા વ | દેવતાઓમાં વૈમાનિક દેવતા જ તીર્થંકર થઈ શકે. પ્રશ્ન ૩૯૯- દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાનનું સમવસરણ જ્યાં પહેલાં થયું હોય ત્યાં ફરી
સમવસરણ થાય કે નહિ? સમાધાન- પહેલાં જ્યાં સમવસરણ થયું હોય ત્યાં થાય જ એવો નિયમ નથી, પણ જ્યાં પહેલાં
• સમવસરણ ન થયું હોય ત્યાં તો થાય જ એવો નિયમ છે.