Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩
શાસનની મહત્તા.
શ્રમણ નિગ્રંથ મહાત્માઓને સ્નિગ્ધ એવો યત્કિંચિત્ દૂષિત આહાર વોહરાવે તો શું ફળ મળે? અલ્પ પાપ અને બહુ નિર્જરા. સચિત વોહરાવે તોપણ ઘણી નિર્જરા અને થોડું પાપ, બેતાલીસ દોષવાળું વહોરાવે તો પણ ઘણી નિર્જરા અને અલ્પ પાપ તારે સાધુને નદીમાંથી લોટો ભરી પાણી વહોરાવતો લાભ થશે ને ? છુટા શ્રાવકને ધણી નિર્જરામાની શકાય, પણ પ્રતિજ્ઞાવાળા સાધુને લેશ પણ નિર્જરા નથી પણ બંધ છે. સાધુ શ્રાવકના રસ્તા જુદા થયા કે નહિ? દીક્ષામાં સાધુ ઢોલ વગાડે તો લાભ માનીશને? તમારે ત્યાં તો એક રસ્તા રાખવા છે ને ? ભગવાનની પૂજાની વાત આવે તો આમાં શો લાભ ? અહીં સાધુને અંગે જે વાત છે તે સાધુને સર્વ સાવધનો ત્યાગ હોવાથી તે ગ્રહસ્થની વૈયાવચ્ચ કરી શકે નહિ. ગૃહસ્થનું વૈયાવચ્ચ ન કરવું ! “જિળિો વેલાવવી” ગૃહસ્થને અંગે આ પ્રસંગ નથી. નહિ તો વૈયાવડીયું એકલું જ લખતે. અર્થાત્ સાધુએ ગૃહસ્થનું વૈયાવચ્ચ કરવું ઉચીત નથી તેથી એ શબ્દ મુક્યો છે. ગૃહસ્થનું વૈયાવચ્ચ કરવું કોઈપણ પ્રકારે લાયક નથી. એ બિમાર સુવિહિત સાધુની માવજત બધાએ કરવી જોઈએ જે કરે તે જ મને માનનાર સમજવો એવું આગમમાં સ્થાન સ્થાન પર લખે છે. આમાં કયો બિમાર લેવો? અહીં સાધુ જે બિમાર પડ્યો હોય તેની જે ચાકરી કરે તે જ તીર્થકરને માનનારો જે ભગવાનને માને તે બિમાર સાધુની જરૂર વૈયાવચ્ચ કરે આ તીર્થંકરે કહ્યું તો તેમણે કેટલાક સાધુની વૈયાવચ્ચ કરી ? તો કરણી કથની કયાં ? યથાવાદી તથા કારી તે તમારો નિયમ અહીં ખસી જાય છે? ગુરુ પાસે દીક્ષા લીધી નથી ગુરુકુળવાસ નથી કર્યો? પર્યાયથી વૃદ્ધોની વૈયાવચ્ચે વિનયાદિ પણ કર્યા નથી તો કથની કરણી રહી કયાં?
- એક માણસ ઠાણા જવા નીકળ્યો તે શારીરિક શક્તિવાળો છે વગર વિસામે ઠાણે ગયો અને તે કહે કે સંપૂર્ણ શક્તિનું કાર્ય કર્યું? જરૂર તે કહેશે કે શક્તિવાળાએ વગર વિસામે ઠાણે જવું જોઈએ, અને ત્યારબાદ પછી પ્રસંગોપાત ન બની શકે તે મનુષ્યને અશક્ત ખામીવાળો દેખ્યો તેને અંગે કહ્યું કે હું આવી રીતે ગયો હતો છતાં તારી શક્તિ ન હોય અને તું ન પહોંચે તો વચમાં વિસામો કરી બીજે દહાડે જરૂર પહોંચજે. આવી રીતે વિસામા માટે સ્થાન જુદું બતાવ્યું તેથી કહે જુદું કરે જુદું એમ ગણી શકાય ખરું ! (સમામાંથી) ના, જી. મૂળ વાત તો વગર વિસામે ઠાણે જવું જ જોઈએ, અને ન જઈ શકે તેને માટે વિસામાની સગવડ બતાવી નહિતર અશક્ત માણસ ઠાણે જવાનો વિચાર કરે જ નહિ. જેઓ તેવા જ્ઞાનવાળા, પવિત્ર સંસ્કારવાળા, નિશ્ચય સ્વરૂપવાળા તેઓ તો તીર્થકરોની પેઠે પ્રત્યેક બુદ્ધ અગર સ્વયંબુદ્ધની પેઠે ગચ્છવાસમાં ન રહે. વિનય વૈયાવચ્ચ ન કરે, ગુરુકુળવાસમાં ન રહે તો પણ બેડો પાર કરી શકે છે; પણ તેવી વાસના વગરના આત્મા કે જેઓ જબરદસ્ત નથી તેવાએ તો ગુરૂ પાસે રહેવું જ જોઈએ. “વૈયાવચ્ચ વિનય કરી કર્મ ખપાવવા એમ કહેવું તેમાં કરણીય બધુ પણ શક્તિ અનુસાર કરવું અને તેથી કથનીમાં ફેર પડયો એમ કહી શકાય જ નહિ. શક્તિ સંપન્નનું કર્તવ્ય કહ્યું અને કથન મુજબ કરી બતાવ્યું. શક્તિ હિન પણ માટે બીજા ઉપાય બતાવ્યા તેથી