Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૩પ૦
તા.૯-૫-૩૩ તમારા હૃદયમાં વિચારો. ધુળ તથા જીંદગી માટેના વર્તનની તુલના કરો ? દીવા જેવી વાત છે કે જીંદગીને ધૂળ જેવીયે ગણતા નથી. જરા જેટલી ધુળ કે રેતી જાય છે ત્યાં ચિત્તમાં ચમકો છો પણ આવી દુર્લભ જીંદગીના દિવસો, મહિનાઓ, વર્ષો ગયાં તેય હજુ કાળજામાં ખટક્યા ખરા? નહિ! કહો કે ધુળની કિંમત છે પણ જંદગીની કિંમત નથી !! જીંદગીની કિંમત નથી એટલે અમૂલ્ય છે એમ અર્થ તો મજાનો છે પણ તે અર્થ ને અનુસરવાની વાત વિસારે પડી છે. તમને તો જીંદગીની કિંમત લેશ પણ નથી માટે તેનો ખ્યાલ સરખોયે નથી ! ! ! તેથી જ જીંદગી ધૂળધાણી મળે છે તેનો અફસોસ પણ નથી જ. મોક્ષ માર્ગને ગીરો મૂકીને ખરીદાયેલી દેવતાની જીંદગી.
મનુષ્યની જિંદગી એ મોક્ષની સીડી છે. દેવતાની જીંદગી મોક્ષની સીઢી નથી પણ ભોગનો ભૂખરી વેલુથી બનેલો થાંભલો છે. મોક્ષ માર્ગને ઘરેણે મુકીને દેવતાની જીંદગી લેવાયેલી (ખરીદાયેલી) છે. જ્યાં સુધી ગીરવે મુકાયેલી ચીજ છોડાય નહિ ત્યાં સુધી તે ચીજ અગર રકમ કે મકાનની વ્યવસ્થા કરી શકાતી નથી. મોક્ષ માર્ગને ગીરો (ઘરેણે) મુક્યા સિવાય કોઇથી દેવગતિમાં જઈ શકાતું નથી. આ તો ઈચ્છા નહિ છતાં સહી થઈ ગયાં જેવું છે. જે કાર્ય મનુષ્ય અંતર્મુહૂર્તમાં કરી શકે છે તે કાર્ય વતા તેત્રીસ સાગરોપમે પણ કરી શકે નહિ. સંખ્યાતા સાગરોપમની સ્થિતિને મન અંતર્મુહૂર્તમાત્રમાં ખપાવે જ્યારે દેવતા નવ પલ્યોપમ જેટલી સ્થિતિ પણ ઓછી કરે નહિં. પગથિયાંઓમાં પહેલું પગથિયું સમ્યકત્વ છે, પછી દેશવિરતિ છે, પછી સર્વવિરતી છે. સમ્યકત્વથી દેશવિરતિને પગથિયાંઓમાં પહેલું પગથિયું સમ્યકત્વ છે, પછી દેશવિરતિ છે, પછી સર્વવિરતિ છે. સમ્યકત્વથી દેશવિરતિને નવ પલ્યોપમ છેટું (અંતરે) છે. સંખ્યાતા સાગરોપમનું અંતર છતાં મનુષ્ય જો તીવ્ર પરિણામવાળો થાય તો અંતર્મુહૂર્તમાં પહેલેથી ચૌદમે ગુણસ્થાનકે પહોંચે છે, સમ્યકત્વની પ્રાપ્તિ સાથે સંખ્યાતા સાગરોપમની કર્મ સ્થિતિ તોડી નાખે છે. ઇન્દ્રભૂતિ મહાવીર ભગવાન પાસે આવે છે ત્યારે, પ્રભુના સમવસરણનાં પગથિએ પગ મૂકે છે ત્યાં સુધી મિથ્યાત્વી છે; ભગવાન કહે છે કે પ્રશ્ન પૂછે છે ત્યાં સુધી મિથ્યાત્વી છે. સમકિતી તો ત્યારે થયા કે જ્યારે ભગવાનનું કહ્યું પરિણમ્યું ત્યારે. તેમને (ઇદ્રભૂતિને) સમકિત પ્રાપ્તિ અને દીક્ષા વચ્ચે અંતર માત્ર અંતર્મુહૂર્તનું છે. મનુષ્ય અંતર્મુહૂર્તમાં એટલું અંતર તોડી શકે છે જ્યારે દેવતા ૯ પલ્યોપમ એટલું અંતર તોડવા પણ સમર્થ નથી, અર્થાત્ મનુષ્યની જીંદગીમાં જે કાર્ય બે ઘડીમાં થાય છે તે દેવતાની તેત્રીસ સાગરોપમની જીંદગીમાં થતું નથી.
સંસાર અનાદિથી ચાલે છે પણ કોઈ કાળે કોઈ દેવતા મોક્ષે ગયો નથી, જતો નથી અને જશે પણ નહિં. મોક્ષે મનુષ્યો જ ગયા છે, તેઓ જ જાય છે અને જશે માટે જ મનુષ્યભવને મોક્ષની સીડી કહી છે. દેવતાના ભવનું સુખ એટલે મોક્ષને ગીરવી મૂકીને મેળવેલું સુખ! થેંસ રાંધતાં તેમાં જે ગંઠાઈ જાય પછી તેને ગમે તેટલું હલાવો તો પણ તે ગાંઠો કદી સીઝે નહિ, તેમ દેવતાનો ભવ પણ મોક્ષની વચ્ચે ગાંઠારૂપ છે. પુણ્યથી મળેલા દેવતાના ભવના ભોગવટામાં તેના બદલે નવું મેળવી શકાતું નથી. જ્યારે મનુષ્યભવના નિર્ગમનમાં, જીવનવહનમાં, આયુષ્યના ભોગવટામાં મનુષ્ય ધારે અને કાર્યવાહી કરતાં આવડે તો જે ધારે તે મેળવી શકે છે. આવી અતિકિમતી જીંદગી તદ્દન એળે કેમ જાય છે તેનો વિચાર સરખો પણ આવતો નથી ! મોટા થયા એમ ગણતરી ગણીએ છીએ પણ મળ્યું શું મેળવ્યું શું) ગયું શું ગુમાવ્યું શું) તે વિચારતા નથી. હલકો કોણ? મોક્ષનું સબલ કારણ હસ્તગત