Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
આજનો - મુસદો.
આજનો મુસદો પ્રભુ મહાવીરની પૂનિત સર્વમાન્ય સંસ્થાને જમીનદોસ્ત કરવાની ઉમેદ રાખે છે.
આજનો મુસદોવાલીનીવાસ્તવિક સમજણને સમજણ તરીકે સ્વીકારવાની સદંતર ના પાડે છે!
આજનો મુસદો ગાલીપ્રદાનમાં ફોજદારી અને મારામારીમાં દિવાળીની રાહતે ન્યાય લેવા જેવી જંગલી જાહેરાત કરે છે !!!
આજનો મુસદો સગીરને શયતાન કહેવા તૈયાર છે પણ શાણો અને સમજુ માનવા તૈયાર નથી તો પછી કહેવા કહેવરાવવાની વાતોમાં તો વ્હાણાં વાયા છે.
આજનો મુસદો રેલ્વેના ટ્રાફિક મેનેજરો, વડી સરકારના ધારાશાસ્ત્રીઓ, કોલેજોના પ્રીન્સીપાલ અને સમગ્ર આર્યાવર્તના હિંદુ શાસ્ત્રકારોના અનુભવની અવગણના કરીને આજે અવનવા બોધપાઠ સમજાવવાનાં સ્વમાં સેવે છે.
આજનો મુસદો પૂર્વભવ,કુળ સંસ્કાર, સદાચાર અને સત્સંગના પાવનમય પરિણામ સામે પથ્થરબંધી દિવાલો ઉભી કરે છે.
આજનો મુસદો હિંસા જુઠ ચોરી વ્યાભિચારાદિક પ્રવૃત્તિ અપનાવવા માટે કમ્મર કસે છે. બલ્ક તેવી પ્રવૃત્તિથી થતા ગુન્હા રોકવાના સાધનોને નાશ કરવા મથે છે.
આજનો મુસદો ઘડનારા તેજ છે કે જેણે વીતરાગ અને વૈરાગ્યનો વાસ્તવિક પરમાર્થ પણ પિછાણ્યો નથી.
[જુઓ ટાઈટલ પાનું ત્રીજાં