Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ સમાધાન- તેની શુભ ભાવનાથી તે આરંભજન્ય કર્મ નાશ પામવાનું શાસ્ત્રકાર કહે છે. પ્રશ્ન ૨૮૧- પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કેવી પ્રવૃત્તિથી પડે ! સમાધાન- જીવદયા (૧) વૈરાગ્ય (૨) વિધિથી ગુરુ પૂજન (૩) અને શુદ્ધશીલ (૪) થી
પુણ્યાનુબંધી પુણ્યનો બંધ છે, પ્રશ્ન ૨૮૨- જૈન ધર્મ અનુસાર અહિંસા, હિંસાની વ્યાખ્યા શું ? સંસારિક કોઈપણ ઇચ્છા વિના
ફકત સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના માટે જયણાપૂર્વક થતી ધાર્મિક ક્રિયાઓમાં હિંસા જેવું સાધારણ દૃષ્ટિએ લાગતું હોય ત્યાં હિંસા છે કે અહિંસા? જેમકે
પ્રભુ પૂજા, પ્રતિમા રક્ષણ વિગેરે. સમાધાન- ત્યાં સ્વરૂપ હિંસા ગણાય છે પણ તે પૂજાદિની પ્રવૃત્તિ સ્વર્ગાદિ આપે પણ વિરાધનાને
સ્વર્ગનું કારણ માનતા નથી. પ્રશ્ન ૨૮૩- બાલદીક્ષા માટેના ત્રણ મતોમાં જન્મથી આઠ વર્ષ પછીની દીક્ષાનો એકલો પક્ષ લેવાય
તો નવ વર્ષે કેવળજ્ઞાન, મોક્ષ અને અનુત્તર વિમાનમાં જઘન્ય વયના દીક્ષિતનો બાર માસના પર્યાય વિના ન થતું હોવાથી વાંધો આવે કારણ કે ગર્ભનું પીણું વર્ષ જન્મનાં આઠ અને દીક્ષાનું એક એમ પોણી દશ વર્ષ થાય જન્માષ્ટમ લઈને જન્મથી સાત થયે દીક્ષા માનીએ તો બાર મહિને કેવળ આદિ થવામાં ગર્ભનું પોણું, જન્મથી સાત અને એક વર્ષનો પર્યાય ગણીએ એટલે પોણા નવે કેવળ થાય તો નવ વર્ષે કેવળાદિ કહેવાય પણ ગર્ભથી આઠમા વર્ષ વાળાને દીક્ષા આપવાનો પાઠ નિશીથ ચૂર્ણિ, પ્રવચન સારોદ્ધાર ટીકા ને ટીપ્પણ ને ધર્મસંગ્રહાદિનાં જ છે કે તે ઉંમરે લીધેલ દીક્ષાવાળાને ગર્ભથી
આયુષ્ય ગણાય છે તેથી આઠના આયુષ્ય કોઈ સ્થાને કેવળજ્ઞાન થવાનું કહ્યું છે ? સમાધાન- બૃહત્ સંગ્રહણીની વૃત્તિ અને લોકપ્રકાશમાં કંઈક અધિક આઠ વર્ષે કેવળજ્ઞાન માનેલું
છે તે ગર્ભથી આઠમા વર્ષવાળાને એટલે જન્મથી સવા છ વાળાને દીક્ષા માટે અને એક વર્ષનો પર્યાય માને એટલે ગર્ભથી આઠ પૂરા થયા પછી કેવળજ્ઞાન એમ સ્પષ્ટ છે, વળી શ્રી ગુણસ્થાન ક્રમારોહમાં સ્પષ્ટ જણાવે છે કે ૩ષ્ટતો ૩ષ્ટવર્ષોન, પૂર્વવટીપ્રભાવિ, નિં યાં વમહાપ વત્ની વિહરત્ય« શા એ શ્લોકથી પણ સાબિત થાય છે કે ગર્ભથી સાત થયે લીધેલ દીક્ષાવાળો બાર માસે કેવળજ્ઞાન પામે એટલે કે આઠ વર્ષે કેવળજ્ઞાન બને એમાં નવાઈ નથી. ન થઈ શકે તો પણ ગર્માષ્ટમનો અર્થ જન્મથી સવાસાત એટલે ગર્ભીષ્ટ માનીએ તો નવ વર્ષ પછી જ કેવળજ્ઞાન થાય.
અહીં જણાવેલ આઠ વર્ષનું કેવળજ્ઞાન તો ઘટે જ નહીં. પ્રશ્ન ૨૮૪- અસર્વજ્ઞ એવા શ્રી ગૌતમસ્વામીજી વિરપ્રભુને સંશયમાત્ર જાણવાથી સર્વજ્ઞ તરીકે કઈ
રીતે કહી શક્યા ? સમાધાન- Dાલીપુલાક ન્યાયે જેમ હાંલ્લીમાં રહેલો એક દાણો તપાસવાથી હાંલ્લીમાં રહેલા સર્વ
દાણા પાકી ગયા છે એમ જણાય છે તેવી રીતે અમૂર્ત એવા પરસ્પર વિરુધ્ધ શ્રુતિજ્ઞાન સંબંધી જ્ઞાન અને તેનાથી થયેલ સંશયજ્ઞાન અને શંકાનું સમાધાન આપે તો સર્વજ્ઞ માનું