Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૨૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ પ્રશ્ન ૨૯૩- ગર્ભાપહારની વાત દિગંબરો કેમ માનતા નથી ? સમાધાન- દિગંબરો ચાલુ આગમોને જ માનતાં નથી તો એ એક ગર્ભાપહારની વાત ન માને તેમાં
નવાઈ નથી. પ્રશ્ન ૨૯૪- રિવાજ અગર રૂઢિની અયોગ્યતા એ શું વસ્તુના વાસ્તવિકસ્વરૂપને અયોગ્યતાના
સ્વરૂપમાં સ્પર્શન કરતી નથી ? સમાધાન- ના રિવાજની અયોગ્યતાનું અવલોકન કરીને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને નહીં પીછાણનારા
વસ્તુને અયોગ્ય કહેવામાં હિમાલય જેવી મહાન, ગંભીર, અને અનર્થકારી ભૂલ કરે છે. રિવાજ અને વસ્તુ એ બે તદ્ અલગ છે. આ ભૂલ સુધારવા માટે સદ્ગુરુઓની શુશ્રુષાદિ કરવા યોગ્ય છે. જેમ દેવદત્તના વેવિશાળ વિષ્ણુદાને ત્યાં થયા, લગ્ન થયા બાદ વિષ્ણુદત્તના ઘેરથી કન્યાને વળાવવા માટે જે રીત રીવાજ કરવા જોઈએ તે તે કન્યાના માબાપે ક્યું નહીં અને કન્યા ઊઠીને દેવદત્તને ત્યાં ચાલી ગઈ, અગર દેવદત્ત પોતાના સાસરેથી લગ્નને અનુસરતી રીતભાત થયા વગર તે સ્ત્રી લઈ આવ્યો અને તે સ્ત્રી પોતાનું ઘર માંડીને રહી. આ દૃષ્ટાંતમાં લગ્નને અનુસરતી રીતભાત અયુક્ત કહી શકશો, પણ લગ્ન અયોગ્ય છે એમ કહેવાકે તે રીતભાત બરોબર થઈ નથી માટે લગ્ન તોડી નાખો અગર લગ્ન ગેરકાયદેસર છે એમ કહેવાને જગતભરમાં કોઈ પણ સમજુ મનુષ્ય તૈયાર થશે નહીં. તેવી રીતે દીક્ષાદિવસ્તુઓ અયોગ્ય નથી. તેની રીતિ કદાચ અયોગ્ય કહી શકો તો તે જુદી વાત છે. દૃષ્ટાંત તરીકે આર્યરક્ષિતસૂરીશ્વરજીની થયેલ દીક્ષામાં આચાર્યને શિષ્યનિષ્ફટિકા દોષ કહ્યો પણ તે દીક્ષાને અયોગ્ય કહી નહીં તેમજ તે આર્યરક્ષિતજીને સૂરીપુરંદર, પૂર્વધર ભગવાન તરીકે વંદનનમસ્કાર કર્યા નથી એમ નથી પણ તે દીક્ષાથી પ્રભુ શાસનની વૃદ્ધિ થઈ એમ માન્યું છે. અન્યથા તે આર્યરક્ષિતજીને મુનિ, આચાર્ય કે યુગપ્રધાન તરીકે કોઈ માનત નહીં. તેવી જ રીતે તેમના પિતાશ્રીજીને વૃદ્ધાવસ્થાએ દીક્ષા આપીઃ દીક્ષાની વય ઉલ્લંઘન થઈ હતી માટે તેમાં પણ રીતિ અયોગ્ય કહેવાય, પણ તે દીક્ષા અયોગ્ય કહેવાય એમ નથી. પાંચસે ચોરોને દીક્ષા આપવામાં આવી તે પણ રીતિ અયોગ્ય કદાચ કહેવાય, પણ દીક્ષા અયોગ્ય કહેવાય જ નહીં. આ ઉપરથી આજે દીક્ષા જેવી પરમ પાવન વસ્તુને અયોગ્ય કહેતાં વિચારવાનું છે કે રીતભાત અગર રીવાજ અયોગ્ય કહેવાય અને તે ક્ષમ્ય પણ કદાચ ગણાય પણ દીક્ષા અયોગ્ય છે એવું કથન કોઈ પણ સ્થળે નથી માટે રીતિની અયોગ્યતા માત્રથી દીક્ષાને અયોગ્ય કહેનારા પોતાની ભૂલને સુધારી કલ્યાણ-માર્ગ પ્રત્યે આદરવાળા થાય તો
જૈનજનતા કલ્યાણને રસ્તે જલદી આવે. પ્રશ્ન ૨૯ ૫- શ્રાદ્ધાનુસારિ જીવો અને તર્કનુસારિ જીવોને સમજાવવાની રીતભાત એકસરખી રાખી
શકાય કે નહીં ? સમાધાન- એક સરખી રીતભાત રાખવામાં શાસ્ત્રકારોએ પરમાર્થથી એક સરખો લાભ દેખ્યો નથી
જેથી શ્રદ્ધાનુસાર જીવોના પ્રશ્નના સમાધાન શાસ્ત્રની રીતિ-નીતિ દાખલા દલીલ પુરસ્સર અપાય અને તકનુસારી ઇતર દર્શનકાર બલ્ક શાસ્ત્ર પરત્વે અશ્રદ્ધાળુ જીવોને તેના શાસ્ત્ર પ્રમાણે અગર તે સમજી શકે તેવી બહારની દલીલો, રીતિનીતિ વિગેરેથી સમજાવવામાં આવે.