Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ સમાધાન- ઉપધાન એ જ્ઞાનારાધન અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાનખાતામાં જઈ શકે એમ માનતા હો પણ
ઉપધાનમાં પ્રવેશથી માંડીને પહેરવા સુધી બધી ક્રિયા સમવસરણ રૂપ નંદી આગળ થાય છે.
ક્રિયાઓ પ્રભુ સન્મુખ થતી હોવાથી તે ઊપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. પ્રશ્ન ૨૯૮- સ્વપ્નાની ઊપજ ને તેનું ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી
થઈ છે તો ફેરફાર કેમ ન થઈ શકે ? સમાધાન- અહંતુ પરમાત્માની માતાએ સ્વપ્ના દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ
દેવદ્રવ્યમાં જ જવી જોઈએ અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઊપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન જન્મ દીક્ષા એ કલ્યાણકો પણ શ્રીઅરિહંત ભગવાનનાનું જ છે. ઇંદ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરી છે. ચૌદ સ્વરૂપનું દર્શન પણ અહં ભગવાન કુખે આવે ત્યારે જ તેઓની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ તે ત્રણે કલ્યાણકોમાં થાય છે. માટે ધર્મિષ્ઠોને ભગવાન ગર્ભાવસ્થાથી
જ ગણવાના છે. પ્રશ્ન ૨૯૯- કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીજીએ રચેલા યોગશાસ્ત્રમાં વિનો
તેવો SE , TRવો યત્ર સથવા ઈત્યાદિ કથનથી પાપસ્થાનકમાં પડેલા શ્રાવકની
પ્રશંસા કરી છે, તો તે સાધુથી શું કરી શકાય ? સમાધાન- યોગશાસ્ત્રમાં શ્રાવકની વાસ્તવિક ચર્યા દેવગુરુની શ્રદ્ધાને અંગે કરી છે. માટે કોઈ પણ
જાતનો દોષ ગુણની પ્રશંસા કરવામાં લાગતો જ નથી. ખુદ તીર્થકર મહારાજે પણ સુલસા રેવતી આદિ શ્રાવિકાઓ અને કામદેવાદિ શ્રાવકોના વ્રત નિયમાદિકમાં અતુલ વૈર્યતા રૂ૫ ગુણની પ્રશંસા બાર પર્ષદા વચ્ચે કરી છે, અર્થાત્ ગુણપ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓએ તો જેનામાં નાનામાં નાનો અણું જેટલો પણ જો ગુણ જાણતા હોય તો તેની પ્રશંસા કરવા ચૂકવું જ નહીં, પણ ધ્યાનમાં રાખવું કે મિથ્યાષ્ટિ તો કોઈ દિવસ
પ્રશંસા પાત્ર છે પ્રશ્ન ૩૦૦- ચારિત્રની શ્રદ્ધા વગરના જીવને સમ્યકત્વ હોઈ શકે ખરું ? જે વર્તમાન સાધુઓને ન
માને તે પરમેષ્ઠિને માનનારો કહેવાય ? સમાધાન- ના! ચારિત્રની સમ્યક શ્રદ્ધા જેને ન હોય તેને સમ્યકત્વ સંભવે જ નહીં. ને ભગવાન
મહાવીરે પાંચમાં આરામાં એકવીશ હજાર વર્ષ સુધી શાસનને ચારિત્ર કહ્યાં છે માટે વર્તમાન સાધુઓને ન માનનાર પરમેષ્ઠિને માનનાર ગણાય નહીં, સાધુ સંયમના અથી
હોવા જ જોઈએ. પ્રશ્ન ૩૦૧- તીર્થંકર નામકર્મ બંધાય ક્યારે અને નિકાચિત ક્યારે થાય? તે તીર્થંકર નામકર્મની
સ્થિતિ કેટલી? સમાધાન- તીર્થંકર નામકર્મ ઉત્કૃષ્ઠથી અન્તઃ કોટાકોટિ સાગરોપમ બંધાય, અને તીર્થંકર નામકર્મ
નિકાચિત તો તીર્થંકરપણાથી પહેલાંના ત્રીજે જ ભવે થાય. તીર્થંકર નામકર્મની ઉત્કૃષ્ટથી
સ્થિતિ અન્તઃ કોટાકોટિની (એક કોડાકોડ સાગરોપમથી કંઈક ન્યુન) છે. પ્રશ્ન ૩૦ર- તીર્થંકર નામકર્મ બંધાયા પછી એ જીવ તિર્યંચમાં જાય કે નહીં? ને સમ્યકત્વથી ભ્રષ્ટ
થાય કે નહીં ?