Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૫
.
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૬-૩-૩૩
સુધા-સાગર આ (નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધારાવી, આગમન અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી
આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉદ્ભૂત કરેલ સુધા સમાનY આ વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે.
સંગ્રાહક ચંદ્રસાગર)
૩૪૨ પોતે પોતાના સ્વ સ્વરૂપને ઓળખી શક્યો નહી તેથી જ આ આત્મા રખડ્યો છે.
૩૪૨ જીવને રખડપટ્ટીનો ભયંકર રોગ લાગુ પડ્યો છે.
૩૪૪ સંસાર રોગ નિવારણ ઔષધ જે દવાખાનામાં મળે તે દવાખાના તરફ કૂચ કરો !
૩૪૫ શારીરિક દરદોમાં દવા દાક્તર અને દવાખાનાની જરૂર, આર્થિક દરદોમાં વેપારી વેપાર અને
બજારની જરૂર, નૈતિક દરદોમાં શિક્ષક શિક્ષણ અને શાળાની જરૂર સ્વીકારનારાઓએ આત્મિક રોગ નિવારણ માટે ધર્મ-ધર્મગુરુ અને ધર્મસ્થાનની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારી છે.
૩૪૬ ધર્મસ્થાનરૂપ દવાખાનામાં પ્રવેશક દરદીને જે તે દવા ન અપાય? ૩૪૭ ધર્મ એ અમૃત છે, અમૃતનો ઉપયોગ છૂટે હાથે કરનાર દાનેશ્વરીઓની પ્રભુ શાસનમાં
જરૂરિયાત છે.
૩૪૮ જિનેશ્વરનું વચન અમૃત સરખું છે છતાં અધિકારી અનધિકારી તપાસવાની ખાસ આવશ્યકતા છે.
૩૪૯ અમૃત જીવતાંને ફાયદો કરે પણ મરેલાને ફાયદો ન કરે અર્થાત્ અમૃત (ધર્મ) ચૈતન્ય વંતને
ફાયદો કરે જડને ફાયદો ન કરે.
૩૫૦ અમૃત (ધર્મ) જીવન ટકાવનાર, સુંદર બનાવનાર, નવપલ્લવિત રાખનાર છે, પણ નવું
જીવન ઉત્પન્ન કરનાર નથી. જીવન ન હોય તો નવું જીવન ન કરે અર્થાતુ જીવ જીવન જાગતું આવતું હોય ત્યાં જ ધર્મ રૂપ અમૃત કાર્ય કરે છે. '