Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ . દ્રવ્યપ્રાણની કિંમત, જડજીવનની કિંમત આપણા અનુભવથી કરી શકીએ તેમ છીએ પણ ભાવપ્રાણાદિની કિમતમાં આપણો અનુભવ કામનો નથી અને વળી તેની કિંમત તો આપણા હાથમાં નથી. સમ્યકત્વ એ રનદીપક છે. બીજા દીવામાં પેટ્રોલ, તાર, દિવેટ, દિવેલ વિગેરે સાધનો જોઈએ પણ માણિક્ય અજવાળું કરે તો તે પ્રકાશ સ્વભાવિક છે. તેવી રીતે સમ્યકત્વરૂપ રત્નદીપક હંમેશાં ધારણ કરો ! સમ્યગ્ગદર્શન એ આત્માનો ગુણરૂપી દીવો છે. સર્વજ્ઞોએ કથન કરેલા આગમો પર શ્રદ્ધા એ સમ્યકત્વ ઝવેરાતની જેને પારખ નથી તેવો ઝવેરી બજારમાં જઈનેય શું ઉકાળે ? મિથ્યાત્વથી મુંઝાયેલા, પુદગલના સંગી, આગમોને અભરાઈએ મૂકો એમ બોલનારાઓ આવાઓએ પોતાની અક્કલનેજ અભરાઈએ મૂકેલ છે તે બિચારા આગમને શું સમજે ? જે આગમની દૃષ્ટિને સમજે તે જ આગમને સમજે. સર્વશે કથન કરેલા આગમે પ્રગટ કરેલ નિરૂપણની સદહણા તે સમ્યકત્વ આવા રત્નદીપકને મનભવનમાં સ્થાપો અને સંરક્ષો.