Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૪
શ્રી સિદ્ધચક
તા. ૨૪-૪-૩૩ ધમોપદેશ દેતાં થકાં પ્રથમ જણાવી ગયા કે ધર્મની વાસના આયક્ષેત્રમાં રહેલી છે. જ્યાં સ્વપ્ન પણ ધર્મના અક્ષરો ન મળે તેવા ક્ષેત્રનું નામ વ્યવહારથી અનાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. ધર્મમાં પ્રવૃત્તિમાન થવાની ઈચ્છા અને તે ઈચ્છાને સફળ કરવાનાં અનેકવિધ સાધનો આર્યક્ષેત્રમાં સ્વાભાવિક હોય છે. આર્યક્ષેત્રનો મનુષ્ય ધર્મ કરવામાં પોતાની સફળતા માને છે. આમાં એ સંસ્કાર પહેલાંથી જ હોય છે કે આ મનુષ્યજીવનમાં કંઈ ધર્મ કરીશું તો જ જીંદગી સફળ બનશે.
મહાનિકામયાનપુર્નર એ શ્લોકમાં સર્વ પ્રકારના જીવની સામાન્ય સ્થિતિ સંશાને અનુસરતા સ્વરૂપમાં વર્ણવેલી છે. આર્યોનું એ મંતવ્ય છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચારે તો મનુષ્ય તથા પશુમાં સરખાં છે એટલે કે મનુષ્ય જીવનની સફળતા આ ચારની પ્રવૃત્તિમાં નથી પણ ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં છે. આર્યોમાં રહેલા આ સહજ મંતવ્યથી દરેક પોતાને ધમાં ગણાવા તૈયાર રહે છે, પોતાને જો કોઈ ધર્મ કહે તો ખુશખુશ થાય છે. કારણ કે આર્યક્ષેત્રમાં ધર્મને ઊંચામાં ઊંચી ચીજ ગણવામાં આવેલી છે. અર્થાત્ મનપસંદ ચીજના સારા યા નરસા શબ્દો શ્રવણદ્રિયને સાંભળવા અત્યંત મધુર લાગે છે. અનાદિ સંસ્કારનો પ્રત્યક્ષ પ્રભાવ !
જે ધર્મ મનુષ્ય જીવનને સફળ કરે તેવો ધર્મ આપણાથી થયો કે નહિ તે આપણે પારખી શકતા નથી, અને જ્યારે હેય ઉપાદેય વગરની સ્થિતિ હોય તો ઘાંચીનો બળદ ફર્યા કરે તેવો ઉદ્યમ ગણાય; વસ્તુતઃ એ આંધળીયા ઉદ્યમમાં આત્માનું વળે નહિં. ધર્મ કરીએ પણ આત્મામાં ધર્મનો અંકુરો, થડ, ડાળી, પાંદડાં, કુલ કે ફળ શું થયું તે જણાય નહિ, ધર્મ કેટલો થયો, કેટલો ન થયો, કેવો થયો વિગેરેની સમજ ન પડે તો ધર્મ માટેનો પણ તેવો ઉદ્યમ આત્માને શી રીતે આગળ વધારી શકે? ધર્મ એ બાહારૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દવાળી ચીજ નથી કે જેથી થયેલો કે ન થયેલો જાણી શકાય. અર્થાત્ ધર્મ એ ઈદ્રિયો દ્વારા દેબી કે જાણી શકાય તેમ નથી, છતાં ધર્મને ન જ જાણી શકાય તેમ પણ નથી.
શાસ્ત્રકારો કહે છે કે કેટલાક પદાર્થો સાક્ષાત્ જણાય ત્યારે કેટલાક પદાર્થો તેના ચિન્ડોદ્વારાએ જણાય છે. ચુલાની પાસે હોઈએ તો અગ્નિ સાક્ષાત્ દેખીએ છીએ જ્યારે ચૂલો ન દેખાય તેમ દૂહોઇએ, બહારના ભાગમાં હોઈએ તો પણ ધુમાડા ધારાએ અગ્નિ હોવાનું જાણી શકીએ છીએ. જ્ઞાની પુરુષો દરેકના ચિહ્નોથી થતા ધર્મને જાણી શકે છે. આપણે ધર્મને સાક્ષાત્ ન જાણી શકીએ પણ તેના ચિનહોદ્વારા જાણી શકીએ. વૃક્ષનું થડ, ડાળ, પાંદડું, કુલ, ફળ એ બધું બહાર જણાય પણ તે બધાનો આધાર તેનું મૂળ છે, કે જે બહાર જણાતું નથી. થડ, ડાળી, તથા પાંદડાંના પ્રમાણ ઉપરથી જમીનમાં