Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩
૪ -
સુધા-સાગર (નોંધઃ-સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધી-ચાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી , આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉધ્ધત કરેલ સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે.
સંગ્રાહક ચંદ્રસાગર)
૩૮૫
૩૮૬
૩૮૭
૩૮૮
૩૮૯
૩૯૦
સિદ્ધચક્રમાં જાતિવાદનું જયવંતપણું છે કારણ વ્યક્તિવાદ કાયમી નથી યાદ રાખો કે ગુણીની પૂજ્યતા ગુણને આભારી છે માટે ગુણના પુજારી-બનો. કોઈપણ આરાધ્ય શ્રી નવપદજીથી અલગ નથી. જગત એ જ કર્મની વિચિત્રતાનું પ્રદર્શન છે. કર્મને ચૂરવા માટે જ સર્વવિરતિની સાધનારૂપ સમર્થ સાધન શ્રી જૈનદર્શનમાં જયવંત વર્તે છે. નમો અરિહંતાળ એ જાપ તો શ્રાવકના શ્વાસોશ્વાસમાં ચાલતો હોય. તમારાથી ન બને તે તમારી પારાવાર નબળાઈ છે. નબળાઈના બચાવ ખાતર દોષને ગુણરૂપ ગણાવવા ખાતર શાસ્ત્રને બદનામ કરો નહીં ! કોઈ હિંદીએ અમુકનાં ખૂન કર્યા તેથી એમ કહેવું કે હિંદીઓ ખૂની છે તે શું ન્યાય યુકત છે ? તાત્પર્ય કે અમુક વ્યક્તિના દોષ-દર્શન માત્રથી સમગ્ર જાતિરૂપ સંસ્થાને દૂષિત કરો નહીં ! આગમરૂપી આરિસામાં આત્માને અવલોકનાર વિશુદ્ધ સ્વરૂપ નિહાળી શકે છે. શાસ્ત્રોમાં ફેરફાર કરવાનો બકવાદ કરવો એ અનન્ન જ્ઞાનીઓની ભયંકર આશાતના છે અને તેથી એવો બકવાદ કરનારાઓને બોધિ બીજ દુર્લભ થાય તેમાં નવાઈ શી? વર્તમાનમાં દેવતત્વની પ્રરૂપણા ગુરુતત્વને આભારી છે. જમાના પ્રમાણેનું વર્તન એ ધર્મ નથી. જમાનો ફરે છે પણ ધર્મ ફરી શકતો નથી, જમાનાનું શરણ નહીં સ્વીકારનારાઓ ધર્મમાં સુદઢ રહીને જ કલ્યાણ સાધે છે. જ્ઞાન ભાડે મળે છે પણ ચારિત્ર ભાડે મળતું નથી. “ભટકતી જાત” એકાદ માસ અહીં અને છ માસ બીજે, એમ વારંવાર ઉચાળા જ ભરે ! એ જ ન્યાય સંસારી ભટકતી જાતમાં છે. ભવિતવ્યતા તો ઉદ્યમની એક ગુલામડી બલ્બ ચાકરડી જ છે.
૩૯૧
૩૯૨
૩૯૩
૩૯૪
૩૯૫
૩૯૬
૩૯૭