Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ લક્ષ્મીની પ્રાપ્તિ એ લાભાંતરના ક્ષયોપશમનો ઘાટ છે, ત્યાં જીવ રૂપી કૂતરો બેઠો છે જેમ પેલા કૂતરાને ઘાટનું પાણી ગાય પીએ તે ખમાતું નથી તેમ આ જીવ-શ્વાનને ધર્મમાં દ્રવ્ય-વ્યય થાય તે ખમાતું નથી. પેલા કૂતરાને જેમ પેલું પાણી સમુદ્રમાં જાય તેની ચિંતા નથી તેમ આ કુતરાને પણ આ દ્રવ્યનો ઉપયોગ દુનિયામાં ગમે ત્યાં થાય તેની ચિંતા નથી. ઘોડે ચડવાથી પગ તૂટે એ વિચાર નથી, વિચાર માત્ર ધર્મને અંગે પ્રવૃત્તિ કરવામાં છે. છોકરીને અંગે વર્તનની વિચિત્રતા શાથી?
અનંતી જીંદગી ગઇ તેમાં શું મેળવ્યું? જીંદગીને કયા કાંટે તોળાવવી છે? જીંદગીનો ઉપયોગ જો ધર્મમાં થાય તો તે હીરાના કાંટે તોળાઈ ગણાય? હજી હીરાનો કાંટો સમજવામાં આવ્યો નથી ! ! ધન માલ દુન્યવી કાર્યોમાં વપરાય ત્યાં વાંધો નથી, માત્ર ધર્મ માર્ગે વપરાય તે પોષાતું નથી !! આ કઈ દશા? પેટમાં (ગર્ભમાં) છોકરો આવે કે છોકરી આવે, બંન્નેને નવ માસ વેંઢારવાના (રાખવાના) છે. કાંઇ ફરક છે ? વારૂ ! જન્મની વેદના પણ બેયની સરખી છે, દૂધ પાવું, ઉછેરવાં, વિગેરેમાં પણ કાંઈ ફરક નહીં ! છતાં ઢોલ વગાડીને છોકરીને પારકે ઘેર કાઢી મૂકો છો તેનું કારણ શું? લગ્ન થયા બાદ છોકરીનું જીવન પલટાય છે, સંબંધ પલટાય છે. પરણી કે તરત બાપના ઘરને પીયર કહે છે અને સાસરાના ઘરને પોતાનું ઘર ગણે છે. ત્યાં જતાં રે ઘેર જાઉં છું' એમ કહે છે અને માબાપ પણ
જા તારે ઘેર !' એમ જ બોલે છે, પરણ્યા પહેલાં પોતાના નામની સાથે પિતાનું નામ લખાવે છે પણ પછી ‘ફલાણાની ઓરત” એમ લખાય છે. વળી બાપ પોતાની મરજીથી આપે ગમે તેટલું પણ કાયદાથી છોકરીનો કોડીનો હક નથી તેનું કારણ શું? આ ફરક શાથી? લોકસંજ્ઞાથી તમારા મગજમાં એ ઘૂસ્યું છે-જગ્યું છે-ઠર્યું છે કે છોકરી એટલે પારકું ધન ! વિવાહ થયો કે તરત ગોળ ધાણા વહેંચાય છે ! હજી વરના મા બાપ વહેંચે તે ઠીક પણ કન્યાના મા બાપ શા ઉપર વહેચે છે ? માંડવો, ધામધૂમ, જમણવાર, આ તમામ કન્યાનાં મા બાપ શા ઉપર કરે છે ? એક જ કારણ કે છોકરી પારકું ધન આ સંસ્કાર એવો ગાઢ થયો છે કે તેથી વળાવવાથી હલકા થવાય એમ માની બેઠા છો; પણ સમ્યગદષ્ટિની માન્યતા કઈ હોય? પોતાને ઘેર જન્મનાર છોકરો કે છોકરી ધર્મ લેવા જન્મેલ છે એ જ માન્યતા હોય. કૃષ્ણજી ધર્મની પ્રેરણા પરાણે કેમ કરતા હતા !!!
વગર વિચાર્યું થાય ત્યાં આડંબર થાય એ બને પણ ભવાંતરથી જ્યાં આ ભાવના છે કે ચક્રવર્તિપણું ન જોઈએ, જ્યાં જૈનધર્મથી આત્મા વાસિત રહે એવી ગુલામીપણું ભલે મળે ! આવા સંસ્કારયોગે જીવ ભવાંતરથી તલસતો તમારે ત્યાં આવ્યો, તમે શી દશા કરી? ડુંગરની ટોચથી એક મનુષ્ય “અગાધ પાણી છે એમ ધારી તરસ મટાડવા માટે નીચે ઊતર્યો પણ જ્યાં ચાંગળું પાણી લીધું કે તે ખારું નીકળે તો નિરાશાનો કાંઈ પાર ? શ્રાવક કુળમાં ધર્મ પમાય એવી ભવાંતરની વાસનાએ અહિં આવ્યા બાદ વૈચિત્ર્ય દેખે એની હાલત કઈ? શ્રી કૃષ્ણ જેવા, પરાણે ધર્મમાં કેમ જોડતા હતા તે આથી માલુમ પડશે. માતા પોતાની કન્યાને પિતા પાસે (કૃષ્ણ પાસે) શા માટે મોકલે છે ? સારા વર સાથે સંબંધ સાંધી આપે (પરણાવે) એ જ ઉદેશ છે ને ! ત્યાં શ્રી કૃષ્ણ મહારાજ પૂછે છે કે રાણી