Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૫
તા. ૧૦-૪-૩૩
********
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
* *
સાગર સમાધાન.
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત:સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક
આચાર્યદેવેશ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
પ્રશ્ન ૩૩૯-. એક માણસ અગ્નિને સળગાવે (પ્રગટાવે) અને બીજો સળગતા અગ્નિને ઓલવી નાંખે.
એ બેમાં વિશેષ કર્મ કોણ બાંધે? સમાધાન- શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં અગ્નિકાયનો અધિકાર ચાલ્યો છે, ત્યાં શ્રી ગૌતમસ્વામિ
મહારાજ શ્રી વીરભગવાનને પૂછેલા આવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુએ ફરમાવ્યું છે કે અગ્નિ સળગાવનાર કર્મ વધારે બાંધે, કારણ શું? અગ્નિ બુઝાવનાર હતો તો તે વખતે જ પૃથ્યાદિકની હિંસા કરે છે માટે કર્મ ઓછું બાંધે છે પણ અગ્નિ સળગાવનારને તો સળગાવવાના વખતથી માંડીને યાવત્ અગ્નિનું શમન ન થાય ત્યાં સુધી એ કાયની
હિંસા થતી હોવાથી તે ઘણું પાપ બાંધે છે. પ્રશ્ન ૩૪૦- નિર્જરાના પ્રકાર કેટલા અને તે નિર્જરા આત્માને કર્મોથી શી રીતે અલગ કરે? સમાધાન- નિર્જરા બે પ્રકારની છે, એક સકામ નિર્જરા. બીજી અકામ નિર્જરા. “યા સંવન
યતીનામ્ વામાવલીનામ” ચારિત્રધર મુનિઓને સકામ નિર્જરા હોય છે. જ્યારે બીજા પ્રાણીઓને તો “મ્મા નવ વાવો યદુપીયા ૨હતો પિત્ત.” કર્મોની પરિપકવતા થવાથી અથવા તો એવા ઉપાયો દ્વારાએ થવાવાલી નિર્જરા છે તે અકામ... નિર્જરા છેઃ લોકપિ વીરેન સુવ વહિના યથા તપશ્ચિના તથમાના તથા ! નીવો વિશુતિ છે ? જેમ માટીથી લિપ્ત એવું પણ સોનું દેદિપ્યમાન અગ્નિના સંસર્ગથી શુદ્ધ સુવર્ણ થાય છે, તેમ કર્મથી લિપ્ત એવો આત્મા તપશ્ચર્યારૂપી અગ્નિના તાપથી
કર્મો અલગ કરીને સુવર્ણની માફક શુદ્ધ સ્વરૂપમય થાય છે. પ્રશ્ન ૩૪૧- સંવરન્ મોક્ષય તિતવ્ય એમ શાસ્ત્રકાર કહે છે પણ સંવર એટલે શું ? સમાધાન- મુખ્યતાએ તો આશ્રવનો રોલ તે સંવર કહેવાય તે સંવરના ભેદો બે છે એક તો દ્રવ્યસંવર
અને બીજો ભાવસંવર : વર્મપુતાનાલાન છે તે વ્યસંવર: | મહાશિયત્યિા
પુર્નમાવ ત્યા: જે કર્મ પુદગલોને અગ્રહણ (નહીં ગ્રહણ કરવું) તે, દ્રવ્યસંવર અને સંસારમાં રખડાવી મારનાર એવી પાપમય પ્રવૃત્તિઓને મન વચન કાયાથી (ત્રિકરણયોગે) ત્યજી દેવી (છોડી દેવી) તે ભાવસંવર છે.