Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ સમ્યગદર્શન વિનાના, દેશનિકાલ થયેલાઓ છે. - સુલસે હિંસાનો ત્યાગ કર્યો તે સારો કે ખોટો ? કુટુંબીઓએ તો કલ્પાંત કર્યો જ હતો ને ! સ્થળહિંસા ન કરવા ખાતર કુટુંબીઓનો લ્પાંત સહન કર્યો, રાજા હરિશ્ચંદ્ર સત્ય વચનની ખાતર રાણી તથા કુંવરને બીજે વેચ્યાં તે પણ સહન કર્યું, અરે ! પોતે પણ વેચાયો ! પતિનું વચન પાળવાની ખાતર રાણી બીજે ઘેર વેચાઈ, એને કંઈ નહીં લાગ્યું હોય? બાપે જેનું વચન નહીં સાંભળવા પ્રતિજ્ઞા લેવરાવી હતી, એવા રોહિણીયા ચોરે, બાપની પ્રતિજ્ઞા પર પાણી ફેરવ્યું, કારણ તે માર્ગે પસાર થતાં, પગમાં વાગેલા કાંટાને દૂર કરતાં ભગવાન શ્રી મહાવીર દેવનું એક વચન શ્રવણ થઈ ગયું. જે વચનનું શ્રવણ થયું તેનું આચરણ પણ થયું અને પ્રત્યક્ષ લાભ થયો, પ્રાંત મહાલાભ થયો. લોકોત્તર માર્ગની પ્રાપ્તિ વખતે લૌકિક માર્ગની કિંમત નથી. લોકોત્તર માર્ગની આચરણામાં જિનેશ્વરની ભક્તિ (દ્રવ્યથી) પણ હિસાબમાં નથી. કોઈએ નિયમ રાખ્યો હોય કે પૂજા કર્યા વગર પાણી પણ પીવું નહીં. અમુક જ ગુરુને વંદન કર્યા વગર અને દાન દીધા વગર જમવું નહીં, હવે શું તેનાથી દીક્ષા ન લઈ શકાય? લેવાય, કારણ કે દીક્ષાને અંગે એ નિયમોની કિંમત નથી.
વેશ્યાની છોકરીએ મૈથનનો ત્યાગ કર્યો. હવે એનું કુટુંબ ઓછું બળે ? કહેવું પડશે કે કુટુંબ કકળે, છતાં ટેક રાખે તો એ છોકરી આરાધક દેશવિરતિને અંગે એકેએક વ્રતમાં, તેવા પ્રસંગે કુટુંબીઓને ગણકારવામાં આવ્યા નથી તો પંચમહાવ્રતમાં શી રીતે ગણકારાય?
શ્રી નવપદજીમાં દેવતત્વમાં અરિહંત ભગવંત (સાકાર) તથા શ્રી સિદ્ધ ભગવંત (નિરાકાર) દેવ છે, ગુરુતત્ત્વમાં આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ છે; તથા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ છે. આ ચારમાં પ્રથમ દર્શન છે.
ભણો કે ન ભણો તે ક્ષેતવ્ય, ચારિત્ર લો કે ન લો તે સંતવ્ય, તપ કરો કે કરો તે સંતવ્ય પણ પદાર્થની ઓળખાણ તો પ્રભુ માર્ગના પૂજારીને યથાર્થ જોઈએ. જ્ઞાન, ચારિત્ર કે તપ ઓછું વતું હોય તે ચાલે પણ જડજીવન અને જીવજીવનનું સ્વરૂપ, તારતમ્યતા વિગેરે સમજતા નથી તેઓ અમારા દેશથી (લોકોત્તર દેશ-જૈનશાસન)થી બહાર છે.
" સમ્યગુદર્શન વગર ઉત્પન્ન થયેલ જ્ઞાન તે અજ્ઞાન છે. જ્ઞાન ચાહે તેટલું હોય પણ તેની ગણત્રી સમ્યગ્ગદર્શન પછી છે. જેઓ દ્રવ્યદયા અને ભાવદયા, જડજીવન અને જીવજીવનના ભેદ સમજી ન શકે તે બધા દેશનિકાલની સજા પામેલા છે. અર્થાત્ (લોકોત્તરશાસન)થી બહાર છે. સમ્યકત્વરૂપી રત્નદીપકને મનભવનમાં સ્થાપો અને સંરક્ષો.