Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ (૨) તત્ત્વકથા શ્રીપાલચરિત્રમાં રિદ્ધિસિદ્ધિ મેળવી, ધવલશેઠ તરફથી ઉપસ્થિત થતી આફતો અને ચમત્કારિક પ્રસંગોમાંથી આકસ્મિક થતો બચાવ, ધવલશેઠના દશહજાર સુભટથી જે કાર્ય ન થયું તે શ્રીપાળે પોતાના સ્વપરાક્રમથી કર્યું, મધ્ય સમુદ્ર ધવલશેઠે નાખી દેવા છતાં મગરમસ્ય મળવો અને સહીસલામત કિનારે આવવું, સૂર્યની છાયાનું ન પલટાવું અર્થાત્ સૂતેલા શ્રીપાળના શરીર ઉપરથી છાયાનું નહીં ખસવું, દેવતાઓએ બંધ કરેલ દ્વારા દૃષ્ટિ માત્રથી ઊઘડી જવાં. આ બધો વિભાગ રસકથામાં સમાય છે. જ્યારે નવપદનું સ્વરૂપ, અને તેના આરાધનની વિધિ વિગેરે વિભાગ તત્ત્વકથામાં સમાય છે. નવપદનાં ગુણોમાં લીન થતાં જીવજીવન આવિર્ભાવ પામે છે.
જીવનના બે પ્રકાર (૧) જડજીવન, અને (૨) જીવજીવન. દશ પૈકી પ્રાણ ધારણ કરે અને તે દ્વારા જે જીવે તે જડજીવન પ્રાણધારણ કરે તે જીવ એમ જ વ્યાખ્યા લઈએ તો સિદ્ધ મહારાજ શું અજીવ છે ? કેમકે તેમને એકપણ પ્રાણ નથી, એકેઇંદ્રિય નથી. ઇંદ્રિયો આદિ પ્રાણો તે દ્રવ્ય માગ છે પણ ભાવ પ્રાણ નહીં. દ્રવ્ય પ્રાણવાળું જીવન એ જ જડજીવન. તેની રક્ષા દરેક ભવમાં દરેક પ્રાણી કરે છે. પોતાનાં શ્વાસોશ્વાસ, આયુષ્ય બળની રક્ષામાં દરેક પ્રાણી તૈયાર છે. દ્રવ્યપ્રાણના નાશથી થતાં મરણના ડરથી સમ્યકત્વ શી રીતે મનાય ? એ પ્રાણના નાશથી તો પ્રાણીમાત્ર ડરે છે ? કોણ નથી ડરતું ? ભાવ પ્રાણના નાશથી ભડકવું તેનું નામ સમ્યકત્વ. જીવજીવન કયું?
અઘાતી પાપોના ઉદયથી ડરો છો પણ ઘાતી પાપનાં પરિણામનો વિચાર કદી ક્ય? નિગોદીયા કરતાં દ્રવ્યપ્રાણોથી વધ્યા એ કબુલ પણ ભાવપ્રાણોમાં કેટલા વધ્યા તે કદી વિચાર્યું? બીજ વાવ્યા સિવાય અનાજ ઊગે નહીં તેમજ આત્માને કેવળજ્ઞાન સ્વરૂપ સમજો નહીં ત્યાં સુધી તે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય જ શી રીતે ? સામાન્યતઃ જીવતત્ત્વ માનવાથી કાંઈ સમકિત હોતું નથી. મિથ્યાત્વીઓ પણ જીવને તો માને છે. તમે પણ એ જ રીતિએ માત્ર જીવ માનીને બેસી રહો તેથી કાંઈ વળે નહીં. જગતના સર્વ જીવો કેવળજ્ઞાન સ્વરૂપ છે એમ જાણો, માનો તો પોતાના આત્માનાં પણ કેવળજ્ઞાન હોવાનું જ્ઞાન, (ભાન) થાય તેનું નામ સમ્યકત્વ. એક લક્ષાધિપતિ વેપારી પોતાના ચોપડામાં લાખ રૂપિયાની રકમ ખતવવી જ ભૂલી ગયો. એ શેઠને
જ્યારે એ રકમ જડી આવે ત્યારે તેને કેટલો આનંદ થાય ? જો કે રકમ જડવાથી તે જ વખતે તે રકમ હાથમાં આવી ગઈ એવું નથી છતાંયે એ રકમ “છે' એટલું તો નક્કી થયું ને ! તે જ રીતે જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય અને પોતાના આત્મામાં કેવળજ્ઞાન છે એમ માલૂમ પડે ત્યારે તે જીવના આનંદની સીમા હોય ? નહીં જ !