Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ ૩૩૩ સમ્યકત્વની ફરસના માત્રથી પડેલા, સમ્યકત્વ સહિત જ્ઞાનથી પડેલા, સમ્યકત્વ સહિત
જ્ઞાનચારિત્રથી પડેલા, સમ્યકત્વ નહીં પામેલા અને અનાદિ અનંતકાલથી નિગોદમાં રહેલા આ બધા જીવો નિગોદના સ્થાનમાં આહારદિ સ્થિતિ એક સરખી ભોગવે છે.
૩૩૪ અવસ્થા પૂર્ણ થયા બાદ સમ્યકત્વાદિ સામગ્રી ગુમાવીને આવેલા ભાગ્યવાન જીવોને અન્ય
નિગોદીઆ જીવો કરતાં મોક્ષને અનુકૂળ સાધનો સુલભતાથી સહેજે પ્રાપ્ત થાય છે, બલ્ક અલ્પકાળે
મોક્ષે જાય છે. ૩૩૫ એકવાર લીધેલા વ્રતના પ્રભાવે ચારગતિરૂપ સંસારભવ ભ્રમણ અર્ધપુદ્ગલ પરાવર્તમાં તો જરૂર
બંધ થાય છે. ૩૩૬ માતાના મારથી વર્તમાનમાં નુકશાન પણ ભવિષ્યમાં ફાયદો. તેવી જ રીતે વ્રતથી પડેલો દુર્ગતિ
આદિ દુઃખ ભોગવે પણ અંતે અર્ધપુદ્ગલ પરાવર્તની જ તેનો ઉદ્ધાર જરૂર થવાનો તે વાત નિસંદેહ છે.
૩૩૭ વ્રત લઈને ભંગ ન જ થાય તે માટે પૂરતા સાવચેત રહેવું કારણ કે પરિણામે દુર્ગતિ છે છતાં
કર્મવશાત્ પડી જવાય તોએ અધપુદ્ગલ પરાવર્તની જ ચિંતા. પણ વ્રત લીધા પછી “પડી જવાય 'તો મહાપાપી થવાય” તેવા ભય માત્રથી વ્રત નહીં લેવાની વાતો કરનારાઓને તો અનંતોકાલ
સંસારમાં જ ભટકવાનું છે. ૩૩૮ વ્રતની વિરાધનાના અંગે મંગુ આચાર્ય અનાર્યમાં ઉત્પન્ન થાય, અને અંતે તેજ વ્રતના પ્રભાવે
સદ્ગતિ પણ પામ્યા. ૩૩૯ કર્મવશાત્ તૂટતું એવું વ્રત પણ ભવિષ્યમાં ભાવપ્રત્યાખ્યાનનું પરમ કારણ થાય છે. ૩૪૦ ભાંગી તૂટી લાકડી પણ હાંલ્લા ફોડવાનું કામ કરે છે, ખોડી બિલાડી પણ અપશુકન ર્યા વિના રહેતી
નથી. તેમજ કર્મવશાત્ ખંડિત થયેલું વ્રત પણ કર્મનું નિકંદન કરવામાં કારણભૂત છે. ૩૪૧ પીળું તેટલું સોનું નહીં તેમ અગ્નિ પાસે પડી રહેલ પીત્તળ પણ સોનું નહીં પણ અગ્નિ પડે છતાં
પોતાનો રંગ પલટે નહીં તે જ સુવર્ણ તેવી રીતે ધર્મી પણ અનેકાનેક વિકટ પ્રસંગમાં પણ ધર્મરંગથી વિમુખ ન બને.
*
*
*